બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / india israel : how israel helped india in kargil war and 1971 war

VTV સ્પેશ્યલ / કોઈ દેશની હિંમત નહોતી ચાલતી ત્યારે USAને આંખ બતાવી ભારતની મદદે આવ્યું હતું ઈઝરાયલ: 1971 અને કારગિલ યુદ્ધમાં આ રીતે કરી હતી મદદ

Parth

Last Updated: 09:49 AM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India–Israel relations : કારગિલ હોય કે 1971નું યુદ્ધ, જ્યારે દુનિયાના કોઈ દેશો ભારતની મદદે આવતા નહોતા ત્યારે ઈઝરાયલે કરી હતી સૈન્ય મદદ. આવો જાણીએ ઈતિહાસ.

  • હમાસ સામેની લડાઈમાં ઈઝરાયલને ભારતનું સમર્થન 
  • અગાઉ અનેક વાર ઈઝરાયલે કરી છે ભારતની મદદ 
  • યુદ્ધની વચ્ચે અમેરિકાના દબાણ છતાં ઈઝરાયલે ભારતને આપ્યા હતા હથિયાર.  

India–Israel History : હમાસ દ્વારા ઈઝરાયલ પર આતંકવાદી હુમલા બાદ યુદ્ધ ચાલી રહ્યું છે અને ઈઝરાયલ ગાઝામાં ભયાનક સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે. ગાઝામાં તબાહીની તસવીરો જોઈને ઘણા બધા દેશો ઈઝરાયલનો વિરોધ કરી રહ્યા છે પણ આતંકવાદ સામેની લડાઈમાં ભારત ખૂલીને સમર્થન કરી રહ્યું છે. જોકે ઈતિહાસમાં પાછળ જઈએ તો ઈઝરાયલનું ભારત પર ઘણું 'ઋણ' છે. 

જ્યારે પાકિસ્તાને ભારત પર કર્યો ઍટેક 
ઘટના છે કારગિલ યુદ્ધની, વર્ષ 1999, ઓકટોબર મહિનો. પાકિસ્તાની સેના ભારતની સીમામાં ઘૂસી ગઈ અને કારગિલ સેક્ટરમાં કબજો કરી લીધો. ત્રણ સપ્તાહ બાદ ભારતે જવાબી કાર્યવાહી શરૂ કરી, નામ હતું ઓપરેશન વિજય. 

ભારત જ્યારે પોતાની જમીન માટે પાકિસ્તાન સામે લડી રહ્યું હતું ત્યારે સેનાને ઘણી બધી સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો, કારણે પહાડોની ચોટી પર પાકિસ્તાની સેના હતી અને તેમનું લોકેશન શોધવું ભારત માટે અશક્ય હતું. 

અમેરિકાની બીકે કોઈ ન આવ્યું ભારતની મદદે 
1998માં જ પરમાણુ પરીક્ષણના કારણે અમેરિકાએ ભારત પર પ્રતિબંધો લગાવેલા હતા, આ પ્રતિબંધના કારણે વિશ્વના કોઈ દેશ ભારતની મદદ માટે આગળ આવી રહ્યું નહોતું. એવામાં આશાની એક કિરણ તરીકે ઈઝરાયલ ભારતની મદદે આગળ આવ્યું. 

ઈઝરાયલે આપ્યા હથિયાર અને સેટેલાઈટ તસવીરો 
કારગિલ યુદ્ધમાં ઈઝરાયલ એકમાત્ર એવો દેશ હતો જેણે ખૂલીને ભારતનું સમર્થન કર્યું હતું. સૌ કોઈ જાણે છે કે ઈઝરાયલ અને અમેરિકા દાયકાઓથી મિત્ર દેશો છે અને આજે પણ અમેરિકા જ ઈઝરાયલ સાથે સૌથી વધુ મજબૂતાઈથી ઊભું છે. જોકે કારગિલ યુદ્ધ સમયે અમેરિકા નારાજગી છતાં ઈઝરાયલે ભારતને મદદ કરી હતી. 

ઈઝરાયલે ભારતને મોર્ટાર સહિતના દારૂગોળા આપ્યા. સાથે સાથે એરફોર્સને લેઝર ગાઈડેડ મિસાઈલો પણ આપી. ભારતે પાસે તે મીરાજ 200h ફાઇટર જેટ હતા. 

અમેરિકાએ ઈઝરાયલ પર સૈન્ય સામાન ભારતને આપવામાં વિલંબ કરવાનું કહ્યું અને દબાણ પણ ઊભું કર્યું. યુદ્ધની વચ્ચે ભારતની જરૂરિયાતને જોતાં ઈઝરાયલે તરત જ તમામ હથિયારો ભારતને આપ્યા અને મદદ કરી. 

આટલું જ નહીં, પાકિસ્તાની આર્મી કઈ જગ્યાએ છુપાઈને બેઠી છે તેના લોકેશન અને સેટેલાઈટ ઈમેજ પણ ઈઝરાયલે જ ભારતને આપી હતી. 

ગાંધીજી-નેહરુએ કર્યો હતો ઈઝરાયલનો વિરોધ 
વર્ષ 1947માં ભારત દેશ આઝાદ થયો પણ દેશના બે ભાગલા કરવામાં આવ્યા, એક ભારત અને બીજો પાકિસ્તાન. ભારત દેશ બન્યો ત્યારે આંતરરાષ્ટ્રીય ધોરણે સૌથી પહેલો મુદ્દો ભારત સામે આવ્યો એ હતો પેલેસ્ટાઈન અને ઈઝરાયલનો. મહાત્મા ગાંધીએ વર્ષ 1938માં જ કહ્યું હતું કે પેલેસ્ટાઈન દેશ અરબ લોકોનો છે, જેમ અંગ્રેજોનો દેશ ઈંગ્લેન્ડ છે અને ફ્રેંચ લોકોનો દેશ ફ્રાંસ છે. ભારત દેશે આઝાદી બાદ પણ આ જ સ્ટેન્ડ રાખવાનો નિર્ણય લીધો હતો. 

બીજી તરફ ભારત દેશ હજુ આઝાદ થયાને અમુક જ મહિના થયા હતા, એવામાં અરબ દેશોની નારાજગી કે દુશ્મની એક નવા દેશ માટે નુકસાનકારક સાબિત થઈ શકે. આ મુદ્દાઓને જ ધ્યાને રાખીને પંડિત જવાહર લાલ નેહરુની સરકારે પેલેસ્ટાઈનનો સાથ આપવાનો નિર્ણય કર્યો હતો. 

જોકે મે, 14, 1948ના રોજ ઈઝરાયલ દેશ અસ્તિત્વમાં આવ્યો. ઈઝરાયલે ભારત સહિત અનેક દેશોને સંદેશ પાઠવીને એક દેશ તરીકે માન્યતા આપવા અપીલ કરી. ભારતે શરૂઆતમાં તો ઈઝરાયલની ગણના ન કરી પરંતુ 17 સપ્ટેમ્બર, 1950ના રોજ ભારત અને ઈઝરાયલ વચ્ચે સત્તાવાર સંબંધ સ્થપાયા. જોકે આ સંબંધો દાયકાઓ સુધી મજબૂત ન થઈ શક્યા. 

1971ના યુદ્ધમાં ઈઝરાયલે કરી હતી ભારતની મદદ 
વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ થયું અને બાંગ્લાદેશ નામનો નવો દેશ દુનિયાના નકશા પર આવ્યો, ભારતે પાકિસ્તાનના બે ટુકડા કરી નાંખ્યા. જોકે આ યુદ્ધ જયારે ચાલી રહ્યું હતું ત્યારે અમેરિકાએ પાકિસ્તાનનો સાથ આપવાનું નક્કી કર્યું હતું. ઈતિહાસકાર શ્રીનાથ રાઘવનની પુસ્તકમાં ઉલ્લેખ છે તે પ્રમાણે ઈઝરાયલે તે સમયે પણ ભારતનો સાથ આપ્યો અને હથિયાર પહોંચાડ્યા હતા- શરત એક જ હતી કે ડિપ્લોમેટિક સંબધો મજબૂત કરવામાં આવે. 

છતાં ભારતે આપ્યો પેલેસ્ટાઈનનો સાથ 
યુદ્ધના સમયમાં ઈઝરાયલની મદદ છતાં ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં ભારતે સતત પેલેસ્ટાઈન સમર્થન કરવાનું ચાલુ રાખ્યું. 1974માં ભારતે યાસર આરાફાતના પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશનને મંજૂરી આપી દીધી. આટલું જ નહીં, પેલેસ્ટાઈનના નેતા યાસર આરાફાતના ઈન્દિરા ગાંધી સાથે પણ ઘનિષ્ઠ સંબંધો રહ્યા, તેઓ ઈન્દિરા ગાંધીને માય સિસ્ટર કહીને જ બોલાવતા હતા. 

ઈન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન યાસર આરાફાત ઘણી વાર ભારતની મુલાકાતે આવ્યા હતા. 1975માં PLOએ ભારતની અંદર પોતાની ઓફિસ પણ ખોલી. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ તેમના અંતિમ દર્શન માટે પણ યાસર આરાફાત ભારત આવ્યા હતા. 

1988માં PLOએ પેલેસ્ટાઈનને સ્વતંત્ર દેશ જાહેર કરી દીધો, પેલેસ્ટાઈનને માન્યતા આપવામાં ભારત પ્રથમ હરોળનો દેશ હતો. 

કોલ્ડ વોર દરમિયાન પણ ભારતના સંબંધ સોવિયત યુનિયન અને એરેબિક દેશો સાથે મજબૂત સંબંધ રહ્યા. જોકે જાણકારોનું માનવું છે કે પડદાં પાછળ ધીમે ધીમે ઈઝરાયલ સાથે પણ સંબંધો સાચવવામાં આવી રહ્યા હતા. 

ધીમે ધીમે મજબૂત થયા સંબંધો 
વર્ષ 1993માં ઈઝરાયલના વિદેશમંત્રીએ ભારતનો પ્રવાસ કર્યો અને કાશ્મીર મુદ્દે ખૂલીને ભારતનું સમર્થન કર્યું. 

કારગિલ યુદ્ધમાં ઈઝરાયલની મદદ બાદ અટલ બિહારી વાજપેયીની સરકારમાં વિદેશમંત્રી જશવંત સિંઘે વર્ષ 2000માં ઈઝરાયલનો પ્રવાસ કર્યો. વર્ષ 2000માં જ તત્કાલીન ગૃહમંત્રી L K આડવાણીએ પણ ઈઝરાયલનો પ્રવાસ કર્યો.  

કારગિલ યુદ્ધ બાદ ભારતને ખબર પડી કે આધુનિક હથિયારોની આપણાં દેશને ખૂબ જરૂર છે,એવામાં ટેકનોલોજીમાં નંબર વન ઈઝરાયલની મદદની જરૂર પડી. 2000ની સાલમાં જ ભારત અને ઈઝરાયલ વચ્ચે પ્રથમ ડિફેન્સ ડીલ થઈ હતી, જેમાં ઈઝરાયલે ભારતને બારાક મિસાઇલ આપી અને ટેકનોલોજી પણ ટ્રાન્સફર કરી. ડિફેન્સ જ નહીં, ખેતી, ટેકનોલોજી મામલે પણ ઈઝરાયલે ભારતની મદદ કરી. 

વર્ષ 2003માં ઈતિહાસમાં પ્રથમવાર ઈઝરાયલના પ્રધાનમંત્રી ભારતના પ્રવાસે આવ્યા. Ariel Sharon ના ભારત પ્રવાસમાં અનેક મુદ્દાઓ પર સહમતી અને ભારત સાથેના સંબંધો મજબૂત થયા. 

PM મોદી અને બીબી 
વર્ષ 2014માં નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી બન્યા, તેઓ ઈઝરાયલ સાથેના ભારતના સંબંધોને નવા પડાવ સુધી લઈ ગયા. વર્ષ 2006માં જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ ઈઝરાયલના પ્રવાસે ગયા હતા. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એકબાજુ જ્યાં ભારતે પેલેસ્ટાઈન નામના દેશની માંગનું સમર્થન કર્યું છતાં ઈઝરાયલ સાથેના સંબંધો ઐતિહાસિક રીતે મજબૂત થયા. વર્ષ 2017માં PM મોદી ઈઝરાયલના પ્રવાસે ગયા, તેઓ એવા પહેલા ભારતીય PM હતા જે ઈઝરાયલના પ્રવાસે ગયા હોય. 

જ્યારે PM મોદી પ્રથમ વાર ઈઝરાયલ ગયા, નેતન્યાહુએ કહ્યું લવ ઈન્ડિયા 

 

PM મોદી અને નેતન્યાહુ ( તેમનું નિકનેમ બીબી છે) 

ભારત અને ઈઝરાયલની સાથે સાથે PM મોદી તથા ઈઝરાયલી PM બેન્જામિન નેતન્યાહુની મિત્રતાએ પણ વિશ્વનું ધ્યાન ખેંચ્યું. નેતન્યાહુ PM મોદીને ઈઝરાયલના બીચ પર લઈ ગયા હતા અને તેની તસવીરો પણ ખૂબ વાયરલ થઈ હતી. 

હમાસ સામે યુદ્ધ અને ભારતનું સ્ટેન્ડ 
હાલની ઘટના પર નજર કરીએ તો મિડલ-ઈસ્ટમાં પરિસ્થિતિ ખૂબ જ તેજીથી ગંભીર થઈ રહી છે. હમાસના આતંકવાદીઓએ અચાનક જ ઈઝરાયલમાં ઘૂસી આવ્યા અને નરસંહાર કર્યો. મ્યુઝિક ફેસ્ટિવલમાં હજારો લોકોને દોડાવ્યા અને સેંકડો લોકોને મારી નાંખવામાં આવ્યા. રસ્તા પર ખૂલેઆમ ફરતા દેખાયા હમાસના આતંકીઓ. ઈઝરાયલ દ્વારા X પર જે રીતે માહિતી આપવામાં આવી રહી છે તેના પર વિશ્વાસ કરીએ તો હમાસના આતંકવાદીઓએ અનેક નાના નાના બાળકોની પણ બેરહેમીથી હત્યા કરી અને માથા પણ કાપી નાંખ્યા. આજે પણ અનેક ઈઝરાયલી નાગરિકો હમાસના કબજામાં છે. આંતકી ઘટના બાદ ઈઝરાયલ પણ પોતાની પૂરી તાકાત સાથે ગાઝા પર તૂટી પડ્યું છે. ગાઝામાં વીજળી પાણી સહિતની તમામ સુવિધાઓ પર રોક લગાવી દેવાઈ છે અને દિન રાત હમાસના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરવામાં આવી રહી છે. આજે જ ઈઝરાયલે ગાઝાના ઉત્તર ભાગને ખાલી કરી દેવાના આદેશ આપ્યા છે જ્યાં 10 લાખ લોકો રહે છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે આ યુદ્ધ હજુ ભયાનક થતું જશે. 

બીજી તરફ ફ્રાંસ, UK જેવા યુરોપીય દેશો અને અમેરિકા ઈઝરાયલની પડખે છે. ત્યાં સાઉદી અરેબિયા, સિરીયા,ઈરાન, જૉર્ડન સહિતના દેશ પેલેસ્ટાઈનનું સમર્થન કરી રહ્યા છે. એવામાં ઈરાન દ્વારા વાંરવાર ધમકીઓ પણ આપવામાં આવી રહી છે કે જો અમેરિકા આ જંગમાં આવશે તો અમે પણ આવીશું. 

ભારતે પણ હમાસના આતંકીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. PM મોદીએ ટ્વિટ કરીને આતંકવાદી ઘટનાને વખોડતા કહ્યું હતું કે દુનિયામાં કોઈ પણ પ્રકારના આતંકવાદનો અમે વિરોધ કરીએ છે. આટલું જ નહીં PM મોદીએ એમ પણ કહ્યું હતું કે દરેક ભારતીયો મજબૂતાઈથી ઈઝરાયલની સાથે ઊભો છે. ઈઝરાયલના પ્રધાનમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી વચ્ચે એકવાર ટેલિફોનિક વાતચીત પણ થઈ છે. ભારતનું વિદેશ મંત્રાલય પણ આ મુદ્દે એક્ટિવ છે અને અનેક દેશો સાથે વાટાઘાટો ચાલી રહી છે. ઈઝરાયલમાં રહેતા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન અજય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ