બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / iconic five star hotel ashok in delhi is all set to sell by modi government

Hotel Ashok for SALE / હવે દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલ અશોક પણ મોદી સરકારે વેચવા કાઢી? જાણો કઈ કઈ હોટલ છે લિસ્ટમાં

Mayur

Last Updated: 11:40 AM, 12 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અશોક ગ્રૂપની દિલ્હી સહિતની ફાઇવ સ્ટાર હોટેલ્સ પણ હવે મોદી સરકાર વેચવા કાઢી રહી છે. ટૂંક સમયમાં 8 હોટલો લીઝ અથવા વેચાણ અર્થે કાઢવામાં આવે તેવી શક્યતા છે.

  • હોટલ 'ધ અશોક' ને પ્રાઇવેટ કંપનીઓને સોંપવાની તૈયારી 
  • એસેટ મોનેટાઈઝેશન પ્રોગ્રામ હેઠળ સરકારનું પગલું 
  • 8 હોટલો પર કરવામાં આવી રહ્યો છે વિચાર 

મોદી સરકાર દેશની રાજધાનીની ફાઇવ સ્ટાર હોટલ 'ધ અશોક' ને પ્રાઇવેટ કંપનીઓને સોંપી દેવાની છે. આ સમાચાર આવતા હાલ 60 વર્ષના કોન્ટ્રાક્ટ પર હોટલ આપવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે. 

એસેટ મોનેટાઈઝેશન પ્રોગ્રામ 
સરકાર આ પગલું એસેટ મોનેટાઈઝેશન પ્રોગ્રામ હેઠળ ઉઠાવી રહી છે. જલ્દી જ કેબિનેટ તરફથી મંજૂરી મળી શકે એમ છે. પ્રવાસન મંત્રાલયના આધીન ભારતીય પર્યટન વિકાસ નિગમ લિમિટેડ (ITDC) એક સાર્વજનિક કાર્યક્રમ છે. આ દેશમાં વિવિધ સ્થળોએ પર્યટકો માટે હોટલ રેસ્ટોરેન્ટ ચલાવવા સાથે તે પરિવહન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવે છે. 

આ હોટલો પણ વેચવા કાઢશે સરકાર 
ITDC ની સંપતિ માં Ashok group of Hotels ની ચાર હોટલ, ચાર જોઇન્ટ વેન્ચર્સ હોટલ, યાત્રા અને પર્યટન વિભાગના સાત એકમો, બંદરગાહ પર 14 ફ્રી દુકાનો, એક સાઉન્ડ એન્ડ લાઇટ શો તથા ચાર ખાવા પીવાના સ્ટોલ સામેલ છે. મોનેટાઈઝેશન પોલિસી હેઠળ ITDC રાંચી સ્થિત હોટલ અશોક અને પુરીમાં હોટલ નિલાચલમાં ભાગીદારી વેચશે. દિલ્હીમાં હોટેલ અશોકને લીઝ પર આપવામાં આવશે, જ્યારે હોટેલ સમ્રાટને ઓપરેશન અને મેન્ટેનન્સ એગ્રીમેન્ટ હેઠળ ખાનગી કંપનીઓને સોંપવામાં આવશે.

પોંડિચેરીમાં પોંડિચેરી અશોક હોટલને સંયુક્ત રૂપે લીઝ પર આપવામાં આવશે અને ભુવનેશ્વરમાં હોટલ કલિંગ અશોક તથા જમ્મુ અને જમ્મુ અશોક હોટલના મામલે ઓપરેશન એન્ડ મેનેજમેન્ટ ( O & M ) મોડલ અપનાવવામાં આવશે. માલિકીનું હસ્તાંતરણ સાથે આઇટીડીસીના આનંદપુર સાહેબ હોટલનું પ્રાઇવેટાઈઝેશન કરવામાં આવશે. 

8 હોટલો પર કરવામાં આવી રહ્યો છે વિચાર 
એનએમપી ના રેકોર્ડ્સ અનુસાર ITDC ના તમામ આઠ હોટલ નાણાંકીય વર્ષ 2021-22 થી 2024-25 દરમિયાન બજારમાં ચડાવવા માટે વિચાર કરવામાં આવ્યો છે. તે અનુસાર સંપતિના સ્તરે યોગ્ય તપાસ કરીને લાંબા સમય માટે લીઝ ના દર અને લાંબા સમય માટે ઓએમટી મોડલ પર વિચાર કરવામાં આવી શકે છે. 

આ દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે અશોક ગ્રુપના હોટલ આઇટીડીસી ના અંતર્ગતની મુખ્ય હોટલ સીરિઝ છે. તેની બ્રાન્ડ વેલ્યૂ 40-50 વર્ષમાં વધી છે. અને અલગ અલગ મંત્રાલયો અને સાર્વજનિક ક્ષેત્રની સંસ્થાઓ દ્વારા આયોજિત તમામ સરકારી કાર્યક્રમો માટે પણ તે એક કેન્દ્રીય મંચ તરીકે રહી છે અને તેની બ્રાન્ડ વેલ્યૂનો ફાયદો મળ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ