બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / Hrithik Roshan will also be seen in Salman Khan s Tiger 3

આતુરતા / સલમાન ખાનની ટાઈગર-3માં શાહરુખ ખાન જ નહીં, આ સુપરસ્ટાર એક્ટર પણ દેખાશે! નામ જાણીને ખુશ થઈ જશે ફેન્સ

Kishor

Last Updated: 05:08 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાનની ટાઈગર-3માં શાહરુખ ખાન જ નહીં ફિલ્મમાં તેની સાથે રિતિક રોશન પણ જોવા મળશે. ત્યારે ફેન્સ હવે આ ફિલ્મ જોવા માટે ખુબ જ આતુર છે.

  • સલમાન ખાનની ટાઈગર-3ને લઈને દર્શકો આતુર
  • ફિલ્મમાં રિતિક રોશન પણ જોવા મળશે
  • દિવાળી પર રિલિઝી થવા જઈ રહી છે ભાઈજાનની ટાઈગર-3

સલમાન ખાનની ફેન ફોલોવિંગ ખુબ મોટી છે. એટલે સલમાન ખાનની ફિલ્મ આવવાની હોય એટલે ફેન્સ આતુરતાનો કોઈ પાર ન રહે તેવી સ્થિતિનું નિર્માણ થાતું હોય છે. કારણ કે ભાઈજાનએ આજના યુવાનોના સૌથી ફેવરિટ એક્ટર્સમાંથી એક છે. ત્યારે હવે ચાહકોની રાહનો અંત આવવા જઈ રહ્યો છે. કારણ કે ભાઈજાનની ટાઈગર-3 દિવાળી પર રિલિઝી થવા જઈ રહી છે. સલમાન ખાને દિવાળી પર તેના ફેન્સને ખુબ મોટી ભેટ આપવો જઈ રહ્યો છે. સલમાન ખાનની આ ફિલ્મમાં તેની સાથે રિતિક રોશન પણ જોવા મળશે. ત્યારે ફેન્સ હવે આ ફિલ્મ જોવા માટે ખુબ જ આતુર છે.

 
ફિલ્મની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ હવે ફિલ્મના નિર્માતાઓ પણ ફેન્સને ખુશ કરવા માટે વિવિધ જાહેરાતો કરી રહ્યાં છે. હવે ટાઈગર-3 ના નિર્માતાઓએ ફિલ્મમાં સલમાન ખાનની સાથે સાથે રિતિક રોશન પણ જોવા મળવાનો હોવાની જાહેરાત કરી છે. જેથી સલમાનના ફેન્સની સાથે સાથે હવે રિતિકના ફેન્સ પણ ટાઈગર-3ની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.એક રિપોર્ટ અનુસારા યશ રાજના બેનર હેઠળની ફિલ્મોમાં સલમાન ખાનની ટાઇગર 3 અને શાહરૂખ ખાનની પઠાણનો તો સમાવેશ થાય છે.

ટાઇગર 3 આ ભાષાઓમાં થશે રિલીઝ
મનીષ શર્માની 'ટાઈગર 3' હિન્દીમાં રિલિઝ થવાની સાથે સાથે  તામિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે. ટાઈગર 3માં શાહરૂખ ખાનનો પણ રોલ પણ છે. એટલે કે ફરી એકવાર શાહરૂખ ખાન અને સલમાન ખાન મોટા પડદા પર ફેન્સને એક સાથે જોવા મળશે. હાલમાં જ ટાઈગર-3નો નવો પ્રોમો રિલિઝ થયો છે. જેમાં સલમાન ખાન, કૈટરિના કૈફ અને ઈમરાન હાશ્મી જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મમાં ઈમરાન વિલનની ભૂમિકામાં જોવા મળશે. ઈમરાન હાશ્મી પહેલી વખત મોટા પડદા પર સલમાન ખાનની સાથે જોવા મળશે. ફિલ્મના પ્રોમોને ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

જાણો રિલિઝ ક્યારે થશે
ફિલ્મ ટાઇગર 3 દિવાળીના અવસર પર એટલે કે 12 નવેમ્બર,2023ના રોજ સિનેમા ઘરોમાં રિલિઝ થવા જઈ રહી છે.. આ ફિલ્મ દિવાળીના દિવસે જ રિલિઝ થશે.. જેથી અત્યારથી એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયા છે. રિપોર્ટ્સ અનુસાર હવે અયાન મુખર્જીની એક્શન ફિલ્મ 'વોર 2' પણ સ્પાઈ યૂનિર્વસમાં જોડાઈ ગઈ છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી વોર-2માં રિતિક રોશન સાથે જોવા મળશે. જેથી ફેન્સ આ ફિલ્મની પણ આતુરતાથી રાહ જોવે છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ