બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / G20 SUMMIT: JOE BIDEN REACHED DELHI TO ATTEND G20 SUMMIT, WATCH THE VIDEO

દિલ્હી / G20 Summit : જો બાઈડન દિલ્હી પહોંચ્યા, થોડીવારમાં PM મોદી સાથે કરશે મુલાકાત

Vaidehi

Last Updated: 07:25 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 સમ્મેલનમાં જોડાવા માટે રાષ્ટ્રપતિ જો બાઈડન ભારતની ધરતી પર આવી ગયાં છે. આજે PM મોદીનાં નિવાસ પર ખાસ ડિનર સાથે કેટલાક વિષયો પર ચર્ચા કરશે.

  • G20 સમ્મેલનમાં જોડાવા માટે વિદેશી પ્રતિનિધિઓ પધાર્યા દિલ્હી
  • રાષ્ટ્રપતિ જો બાઈડન પણ પહોંચ્યાં દિલ્હી
  • PM મોદીએ બાંગ્લાદેશનાં PM શેખ હસીના સાથે કરી બેઠક

G20 સમ્મેલનમાં જોડાવા માટે વિદેશી પ્રતિનિધિઓ ભારતની ધરતીએ પહોંચી ગયાં છે. જો બાઈડનથી લઈને ઋષિ સુનક દિલ્હી પહોંચ્યાં. PM મોદીએ બાંગ્લાદેશની PM શેખ હસીના સાથે દ્વિપક્ષીય બેઠક કરી.

જો બાઈડન ભારતની ધરતીએ
USનાં રાષ્ટ્રપતિ જો બાઈડન જી20 સમિટમાં જોડાવા માટે દિલ્હી પહોંચી ગયાં છે. કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહાએ તેમનું સ્વાગત દિલ્હી એરપોર્ટ પર કર્યું.

PM મોદી અને શેખ હસીનાએ દ્વિપક્ષીય બેઠક કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની PM શેખ હસીનાએ દિલ્હીમાં જી20 શિખર સમ્મેલન અંતર્ગત દ્વિપક્ષીય બેઠક કરી. PM મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે PM શેખ હસીના સાથે ઘણી સારી ચર્ચા થઈ. છેલ્લા 9 વર્ષમાં ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં જે પ્રગતિ થઈ છે તે ખૂબ જ આનંદદાયક છે. આ ચર્ચામાં કનેક્ટિવિટી, વ્યાપારી જોડાણ અને વધુ જેવા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે.

UN મહાસચિવે શું કહ્યું? 
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે હું ભાવભર્યાં સ્વાગત બદલ ભારતનો આભાર માનું છું. મને આશા છે કે જી20માં ભારતની અધ્યક્ષતા એ પ્રકારનાં પરિવર્તનકારી બદલાવને જન્મ આપશે જેની આપણી દુનિયાને ખુબ જરૂર છે. એક પરિવાર, એક પૃથ્વી, એક ભવિષ્ય-આ વાક્યાંશ મહાઉપનિષદથી પ્રેરિત છે.

દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિ પણ પહોંચ્યાં દિલ્હી
દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિ યુન સોક યોલ અને દક્ષિણ કોરિયાની પ્રથમ મહિલા કિમ કેઓન હી નવી દિલ્હી પહોંચ્યાં.

હું એક ગૌરવાન્વિત હિન્દૂ છું-ઋષિ સુનક
હિન્દૂ ધર્મ સાથે પોતાના લગાવ પર બ્રિટનનાં PM ઋષિ સુનકે કહ્યું કે હું એક ગૌરવાન્વિત હિન્દૂ છું અને મારું પાલન-પોષણ પણ એ જ રીતે થયું છે. હું એવો જ છું.  આશા છે કે હું આ દરમિયાન કોઈ મંદિરમાં જઈ શકીશ. હું થોડા દિવસો માટે અહીં આવ્યો છું. અત્યારે રક્ષાબંધન હતી તેથી મારી બહેનોની રાખડીઓ પણ મારી પાસે છે અને યાત્રાને કારણે મારી પાસે જન્માષ્ટમી ઊજવવાનો સમય નહોતો પરંતુ આશા છે કે આ વખતે જો અને કોઈ મંદિરમાં જઈએ તો હું તેની ભરપાઈ કરી શકીશ. આ બધું મારા માટે મહત્વપૂર્ણ છે. મને લાગે છે કે આસ્થા એક એવી ચીજ છે જે દરેક વ્યક્તિની મદદ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ