બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Debate on inflation in Parliament after Finance Minister Sitharaman recovers - Union Minister assures opposition

સંસદ / 'નાણામંત્રી સીતારામણને સાજા થઈને આવી જવા દો પછી વાત', જાણો કેન્દ્રીય મંત્રીએ વિપક્ષને કેમ આવું કહ્યું

Hiralal

Last Updated: 04:54 PM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોંઘવારીના મુદ્દે સંસદમાં ચર્ચાની વિપક્ષની માગનો જવાબ આપતા કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે સરકાર ચર્ચા કરવા તૈયાર છે.

  • સંસદમાં મોંઘવારીના મુદ્દે ચર્ચા કરવાની વિપક્ષની માગ
  • કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આપ્યો જવાબ
  • નાણામંત્રી બીમાર છે સાજા થઈને આવી જાય પછી ચર્ચા
  • મોઁઘવારીનો મુદ્દો નાણા મંત્રાલય સાથે સંબંધિત છે 

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષને જવાબ આપ્યો છે. વિપક્ષની મોંઘવારી પરની ચર્ચાની માગ પર બોલતા જોશીએ કહ્યું કે આ મામલો નાણા મંત્રાલય સાથે સંબંધિત છે કારણ કે ત્યાં મોંઘવારી, જીએસટી વગેરે જેવી બાબતો છે અને માત્ર તેઓ (નાણામંત્રી) જ સાચો જવાબ આપી શકે છે. મેં નાણામંત્રી સાથે વાત કરી છે અને તેઓ ચર્ચા કરવા માટે સંમત થયા છે. તેઓ સ્વસ્થ થશે અને તેની ચર્ચા કરશે. વિપક્ષો ખાસ કરીને કોંગ્રેસ આ અંગે ચર્ચા કરવા માંગતા નથી. 

નાણામંત્રી સાજા થાય પછી મોંઘવારી પર ચર્ચા 
જોશીએ કહ્યું કે મેં વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે ફોન પર વાત કરી છે અને તેમને સ્પષ્ટતા કરી છે કે નાણામંત્રીની તબિયત ખરાબ છે અને તેઓ સ્વસ્થ થયા બાદ મોંઘવારી મુદ્દે ગૃહમાં ચર્ચા કરવામાં આવશે. અમે ગૃહને સરળતાથી ચાલે તે માટે તેમનો સહકાર પણ માંગ્યો છે. 

સરકાર મોંઘવારી પર ચર્ચા કરવા તૈયાર
કેન્દ્રીય મંત્રી પીષુય ગોયેલે એવું જણાવ્યું કે સરકાર મોંઘવારીના મુદ્દે સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે પરંતુ વિપક્ષ ચર્ચાથી ભાગી રહ્યો છે. 

કોંગ્રેસ નેતા ખડગેએ મોઁઘવારી પર ચર્ચાની કરી હતી માગ
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડેગએ લોકસભામા મોંઘવારી પર ચર્ચાની માગ કરી હતી જેને લઈને આજે સંસદીય બાબતોના મંત્રીએ તેમને ખાતરી આપી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ