બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Dating Apps Scams: If you use any dating or matrimonial apps like Tinder, Bumble or Jeevansathi.com, you can become a victim of scams.

Dating Apps Scams / ટિઁડર અને બંબલ જેવી Dating Apps પર ચેતજો! ના ખાશો પ્રેમમાં દગો, હવે સરકારે પણ લોકોને કરી ટકોર

Pravin Joshi

Last Updated: 06:38 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે Tinder, Bumble અથવા Jeevansathi.com જેવી કોઈપણ ડેટિંગ અથવા મેટ્રિમોનિયલ એપનો ઉપયોગ કરો છો, તો તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો. આ માટે હવે નાણા મંત્રાલયે પણ એડવાઈઝરી જારી કરી છે.

  • ડેટિંગ એપ્સ પર છેતરપિંડીની ઘટનાઓ વધી
  • નાણાં મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી
  • Tinder, Bumble એપ વાપરતા લોકો સાવધાન

ટિન્ડર કે બમ્બલ જેવી ડેટિંગ એપ્સ હોય કે પછી શાદી.કોમ કે જીવનસાથી.કોમ જેવી મેટ્રિમોનિયલ સાઇટ્સ હોય આજકાલ આ સાઇટ્સ ઠગનું નવું ઠેકાણું બની ગયું છે. જેના દ્વારા મીઠી વાતો, નકલી પ્રેમ, ઓનલાઈન છેતરપિંડી, શારીરિક સંબંધ રાખવાની લાલચ અને પછી ધમકી આપીને લૂંટી લેવા અથવા તમારા ડેટાની ચોરી કરીને બેંકમાંથી પૈસા ગાયબ કરી દેવા જેવી પ્રવૃત્તિઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ એપ્સ પર કામ કરવા માટે તે ઠગ માટે એક મોડેલ બની રહી છે. ડેટિંગ એપ્સ પર છેતરપિંડીના વધતા જતા મામલાઓને જોવા માટે સરકારે હવે લોકોને એડવાઈઝરી જાહેર કરી છે.

યુવાનો ચેતજો ! વેલેન્ટાઈન ડે પહેલા ડેટિંગ એપ Tinder પર રોમાન્સ સ્કેન્ડલ  સામે આવતાં હડકંપ I beware of valentines day romance scams

સરકારે ચેતવણી આપી

તમે પણ તમારી આજુબાજુના મિત્રો પાસેથી આવી ઘટનાઓ સાંભળી હશે અથવા લોકો ઓનલાઈન 'પ્રેમમાં લાખોની છેતરપિંડી' થઈ રહ્યા હોવાના સમાચાર વાંચ્યા જ હશે. આ માટે નાણા મંત્રાલયે લોકોને ડેટિંગ એપ્સ પર ધ્યાનથી વાત કરવા અને તેમના ડેટાની સુરક્ષાને પ્રાથમિકતા આપવાની અપીલ કરી છે. એ પણ જણાવ્યું કે કેટલા લોકો આ છેતરપિંડીનો શિકાર થઈ રહ્યા છે.

 

66 ટકા પુખ્તો ભોગ બન્યા

ઠગ્સ હવે ડેટિંગ અથવા મેટ્રિમોનિયલ એપ્સ પર તેમના ટેન્ટકલ્સ સંપૂર્ણપણે ફેલાવી ચૂક્યા છે. મોંઘીદાટ ભેટોના બહાને છેડતી કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ અનુસાર દેશમાં 66 ટકા પુખ્ત વયના લોકો ડેટિંગ અથવા મેટ્રિમોનિયલ એપ્સ પર છેતરાયા છે. સરેરાશ તેમને પ્રતિ વ્યક્તિ 7,966 રૂપિયાનું નુકસાન થયું છે. ધ્યાનમાં રાખો કે આ સરેરાશ છે, તેનો અર્થ એ છે કે વ્યક્તિનું નુકસાન થોડા હજારમાં અને કોઈનું લાખોમાં થઈ શકે છે.

ચેતી જજો! જો તમે આ 10માંથી કોઈ એક ડેટીંગ એપ યુઝ કરો છો તો ડેટા ચોરાઈ જશે |  data transmit via different dating apps

નાણાં મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી 

નાણાં મંત્રાલયની એડવાઈઝરીમાં વસૂલાતની બીજી પદ્ધતિને હાઈલાઈટ કરવામાં આવી છે. હવે લોકો ડેટિંગ એપ્સ પર પહેલા મિત્રતા કરે છે. તેમને પ્રેમીઓ બનાવીને ભેટ મોકલવાની વાત કરે છે. આ પછી ગિફ્ટ મેળવનાર વ્યક્તિને એરપોર્ટ પર કસ્ટમ ડ્યુટી ચૂકવવાનું કહેવામાં આવે છે, જેથી તેને ભેટ પહોંચાડી શકાય. એક વ્યક્તિ છેતરાઈને મોટી રકમ આપે છે અને આ રીતે તેને લાખોનું નુકસાન વેઠવું પડે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈપણ પ્રવૃત્તિને કસ્ટમ વિભાગ સાથે કોઈ લેવાદેવા નથી. તેમજ વિભાગ દ્વારા આ રીતે નાણાં જમા કરાવવા માટે કોઈપણ વ્યક્તિને સંદેશ કે ખાતાની વિગતો મોકલવામાં આવતી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ