બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Completed 4 years after the abolition of Article 370 from Jammu and Kashmir

Article 370 / જમ્મુ-કાશ્મીરમાંથી Article 370 નાબૂદ કર્યાને 4 વર્ષ પૂર્ણ: એકસમયે જ્યાં ગોળીઓ ગુંજતી હતી, ત્યાં આજે જામે છે પ્રવાસીઓનો મેળાવડો

Priyakant

Last Updated: 10:58 AM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Article 370 News: જમ્મુ કાશ્મીરના સરહદી વિસ્તારોમાં પ્રવાસન શરૂ થવાથી સ્થાનિક લોકોમાં આશા જાગી

  • જમ્મુ-કાશ્મીરમાંથી Article 370 નાબૂદ કર્યાને 4 વર્ષ પૂર્ણ
  • જાણો કલમ હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં હવે કેટલો ફેરફાર 
  • પ્રવાસન શરૂ થવાથી સ્થાનિક લોકોમાં આશા જાગી 

જમ્મુ-કાશ્મીરમાંથી Article 370 નાબૂદ કર્યાને 4 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ તરફ હવે જમ્મુ કાશ્મીરના સરહદી વિસ્તારોમાં પ્રવાસન શરૂ થવાથી સ્થાનિક લોકોમાં આશા જાગી છે.  આ તરફ નીલમ ખીણ નજીક સરહદના છેલ્લા ગામ કેરન નદીની આ બાજુ છે. શ્રીનગરથી 165 કિ.મી. જમ્મુ-કાશ્મીર પ્રશાસને ગયા વર્ષે ઉત્તર કાશ્મીરના આ વિસ્તારમાં બોર્ડર ટુરીઝમ શરૂ કર્યું હતું.

શું હતો આ Article 370?
કલમ 370ના પ્રાવધાનની વાત કરવામાં આવે તો કલમ 370ને કારણે જમ્મુ કાશ્મીરને પોતાનું અલગ બંધારણ આપવામાં આવ્યું હતું.  મૌલિક અધિકાર જમ્મુ કાશ્મીરની જનતાને પૂર્ણ રૂપથી મળે ન હતા. રાજ્યમાં વસ્તી મુજબ લઘુમતિનો ઉલ્લેખ જ ન હતો. SC, ST સમુદાયને કોઈ પણ પ્રકારનો ફાયદો રાજ્યની સરકારી યોજનામાં મળતો ન હતો. મહિલાઓ સાથે ભેદભાવ કરવામાં આવતો હતો. તેની સ્થિતિ એવી હતી કે, તેમને પ્રોપર્ટીમાં પુરૂષોની સમાન અધિકાર મળતા જ નહોતા. પહેલા એવું હતું કે, જો એક મહિલા કોઈ બિન કાશ્મીરી સાથે લગ્ન કરી લે છે તો કાશ્મીરમાંથી તેનો તમામ હક ખતમ થઈ જતાં. આ સાથે કાશ્મીર સિવાયનો કોઈ વ્યક્તિ કાશ્મીરમાં જમીન ખરીદી શક્તો ન હતો. 

File Photo

ક્યારે રદ્દ કરાયો Article 370?
કેન્દ્ર સરકાર દ્વારા 5 ઓગસ્ટ 2019માં જમ્મુ- કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અનુચ્છેદ 35Aથી જમ્મુ-કાશ્મીર રાજ્ય સરકાર માટે સ્થાયી નાગરિકતાના નિયમ અને નાગરિકોના અધિકારો નક્કી થાય છે. 14 મે, 1954 પહેલા જે કાશ્મીરમાં વસ્યા હતા તેઓ સ્થાયી નિવાસી છે. આ આદેશ પ્રમાણે સ્થાનિક લોકોને રાજ્યમાં જમીન ખરીદવાનો, સરકારી નોકરી કરવાનો અને સરકારી યોજનાઓને લાભ લેવાનો અધિકાર મળે છે. કલમ 370 હટી જતાં સૌથી વધારે ફાયદો દેશના અન્ય રાજ્યના લોકોને થશે. હવે તેઓ કાશ્મીરમાં જઈને વસી શકે છે. અહીં નોકરી મેળવી શકે છે. જમીન ખરીદી શકે છે.

કેરન ગામમાં દુશ્મનોની ગોળીઓનો સામનો કરવો પડ્યો હતો 
બાલાકોટ અહીંથી લગભગ 130 કિમી દૂર છે, જ્યાં ભારતીય સેનાએ હવાઈ હુમલા કરીને આતંકવાદી કેમ્પોને નષ્ટ કર્યા હતા. કેરન ગામે દુશ્મનોની ગોળીઓનો સામનો કર્યો છે. દરેક ઘરમાં એક બંકર છે. બે વર્ષ પહેલા સેનાએ સામુદાયિક બંકર બનાવ્યું હતું, પરંતુ તેનો ઉપયોગ ક્યારેય થયો ન હતો. ગામમાં 200 જેટલા પરિવારો છે. દરેક ઘરમાંથી કોઈને કોઈ પીઓકેમાં છે. 

Photo: Jammu & Kashmir Tourism

સ્થાનિકોનું કહેવું છે કે, પાકિસ્તાનની બાજુમાં શ્રીમંત લોકોએ હોટલ અને ગેસ્ટ હાઉસ બનાવ્યા છે. હવે પાકિસ્તાન ડેમમાંથી પાણી કેરન તરફ વાળીને આપણી જમીનો ખેંચી રહ્યું છે.  કેરાનમાં જ દેશની પ્રથમ પોસ્ટ ઓફિસ છે. પોસ્ટ માસ્ટર શાકિર હુસૈન ભટ્ટ કહે છે, 'જ્યારથી પર્યટન શરૂ થયું છે ત્યારથી બદલાવ આવ્યો છે. જ્યારે વીકએન્ડમાં જગ્યા બચતી નથી ત્યારે લોકો પોસ્ટ ઓફિસમાં પણ સૂઈ જાય છે. ભટ્ટ કહે છે કે, દર મહિને લગભગ 100 લોકો શુભેચ્છકોને પત્ર મોકલે છે. ભગવાન આ સ્થાનને શાંતિ આપે. ચાર વર્ષની શાંતિ પછી,અમે શાંતિથી ઊંઘી શક્યા છીએ, હવે સ્વર્ગ કેવું છે તેનો અહેસાસ થાય છે.

Photo: Jammu & Kashmir Tourism

બે વર્ષ પહેલા સુધી આ વિસ્તાર દેશના અન્ય ભાગોથી કપાયેલો હતો ત્યાં સુધી બહારના લોકો જઈ શકતા ન હતા. બહારના લોકોને મંજૂરી ન હતી. હવે સ્થાનિક લોકોને આશા છે કે, પ્રવાસન ચિત્ર બદલશે. આ દિવસોમાં લોકો નવા હોમ સ્ટે, હોટલ અને ટેન્ટ સિટી કેવી રીતે શરૂ કરવી તેની ગણતરી કરી રહ્યા છે. સ્થાનિકો મુજબ સપ્તાહના અંતે એટલા બધા પ્રવાસીઓ આવે છે કે તેઓ ભાગ્યે જ વ્યવસ્થા કરી શકે છે.  

Photo: Jammu & Kashmir Tourism

નીલમ ખીણમાં 200 ઘરોમાં હોમ સ્ટે
ગ્રામવાસીઓ કહે છે, '200 ઘરોમાં હોમ સ્ટેની સુવિધા છે. દરેક ઘરની સરેરાશ ક્ષમતા 16 લોકો છે. 150 થી વધુ ટેન્ટ પણ છે. શિયાળા અને વસંતમાં અહીંની સુંદરતા અજોડ છે. પાઈન વૃક્ષોથી ઢંકાયેલી ટેકરીઓ સફેદ ચાદરમાં લપેટાયેલી છે, નદીનું પાણી વાદળી દેખાય છે. તેથી જ તેને નીલમ વેલી કહેવામાં આવે છે. આ દિવસોમાં ભારત અને પાકિસ્તાનના પ્રવાસીઓ નદીના બંને કાંઠે ફરવા આવે છે. ખુશી વ્યક્ત કરવા માટે સીટીઓ અને અવાજ કરે છે. મોટાભાગના પ્રવાસીઓ તેમનો સામાન લાવે છે અને નદીના કિનારે ભોજન રાંધે છે.

બોર્ડર ટુરીઝમ માટે મંજુરી જરૂરી  
મુંજરી કેરન જેવા વિસ્તાર કુપવાડાની ડીસી ઓફિસમાંથી લેવી પડે છે. મંજૂરી ઓનલાઇન પણ ઉપલબ્ધ છે. મંજૂરી મળતાં 8 ફોર્મ મળે છે, જે સાત ચેકપોસ્ટ પર એક પછી એક જમા કરાવવાના હોય છે, પ્રવાસીઓના આઈ-કાર્ડ પણ ગામની ચોકી પર જમા કરાવવામાં આવે છે. પરત ફરતી વખતે તપાસ કર્યા બાદ પરત કરવામાં આવે છે.

લોકોએ જણાવ્યું કે, આ આખું ગામ સેના સાથે ખભે ખભા મિલાવીને ચાલે છે. અમે અમારા ઘોડાઓ પર રાશન અને પાણી સાથે પોસ્ટ પર જઈએ છીએ. ગામના લોકો જણાવે છે કે, અહીંના 95 ઘરોમાં લોકો સરકારી કર્મચારી છે, જેમાંથી મોટાભાગના લોકો આર્મી અને પોલીસમાં છે.

ગામો સુધી ઈન્ટરનેટ હજુ પહોંચ્યું નથી. કેટલાક ઊંચાઈવાળા વિસ્તારોમાં મોબાઈલ સિગ્નલ ઉપલબ્ધ છે. અહીં મોબાઈલમાં બે ઘડિયાળો દેખાય છે અને બંને વચ્ચે સમયનો તફાવત છે. એક ઘડિયાળ ભારતની છે અને બીજી પાકિસ્તાનની છે. જેના કારણે ગામના લોકો અને અહીં આવતા પ્રવાસીઓ સમયને લઈને મૂંઝવણમાં મુકાઈ જાય છે. એક સ્થાનિકનું કહેવું છે કે, એક વર્ષ પહેલા સુધી પાકિસ્તાનનું વાઈફાઈ સિગ્નલ મળતું હતું, પછી આખું ગામ તેનો ઉપયોગ કરતું હતું, પરંતુ પછી નેટવર્ક બંધ થઈ ગયું. જો કે તે કહે છે કે આ બધું અહીંના નંબરને ટ્રેક કરવા માટે પાકિસ્તાનની ષડયંત્ર હોઈ શકે છે, કારણ કે આટલા મોટા વિસ્તારમાં Wi-Fi નેટવર્ક કેવી રીતે પહોંચી શકે છે.

ગામમાં હોમ સ્ટે અને એકમાત્ર ઈલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવતા એક વ્યક્તિનું કહેવું છે કે, અગાઉની સરકારો સરહદી વિસ્તારોને પ્રાધાન્ય આપતી ન હતી, પરંતુ હવે વહીવટીતંત્ર સરહદી વિસ્તારોને પ્રાધાન્ય આપે છે. શાંતિ હશે તો મોટું પરિવર્તન આવશે. હાલમાં અહીં આવતા 70% પ્રવાસીઓ સ્થાનિક છે જ્યારે 30% અન્ય રાજ્યોના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ