બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / baba bageshwar dhirendra shastri knew odisha train accident was going to happen gave answer on this question

ઓડિશા ટ્રેન અકસ્માત / શું બાગેશ્વર સરકાર બાબાને ખબર હતી કે રેલ દુર્ઘટના થશે? ધીરેન્દ્ર શાસ્ત્રીએ જુઓ શું આપ્યો જવાબ

Malay

Last Updated: 12:08 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dhirendra Shastri News: ઓડિશા ટ્રેન દુર્ઘટના પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન આવ્યું સામે, તેમણે મીડિયાને જણાવ્યું કે, તેમને આ દુર્ઘટનાના સંકેત અગાઉ જ મળી ગયા હતા.

 

  • ટ્રેન દુર્ઘટના પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન 
  • મીડિયાના સવાલ પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપ્યો આ જવાબ
  • 'ઘટના વિશે જાણવાની વાત અને તેને ટાળવાની વાત બંને અલગ' 

ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે ત્રણ ટ્રેનોનો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના બહનગા રેલવે સ્ટેશન પાસે સર્જાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 288 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 900થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. રેલવેએ પણ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે. ઓડિશાના બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માત બાદ પીએમ મોદીએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરીનો તાગ મેળવ્યો હતો. આ દુર્ઘટના મામલે હવે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે,  આ બનાવ ખૂબ જ દુઃખદ છે. અમે પ્રથમ અરજી કરીશું કે ઈજાગ્રસ્તો જલ્દીથી સાજા થઈ જાય. ટ્રેન દુર્ઘટના પર મીડિયાએ જ્યારે બાગેશ્વર ધામ સરકારને પૂછ્યું કે તમારી શક્તિ મોટી ઘટનાના સંકેત આપી શકે છે? તેના જવાબમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, હા. 

અમે અમારી શક્તિનો ઉપયોગ કરતા રહીશુંઃ ધીરેન્દ્ર શાસ્ત્રી
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, ઘટના વિશે જાણવાની વાત અને તેને ટાળવાની વાત બંને અલગ છે. ભગવાન કૃષ્ણ એ જાણતા હતા કે મહાભારત થશે, પરંતુ તેઓ તેને રોકી શક્યા નહોતા. અમારી શક્તિઓ આ સંકેત આપે છે કે જેટલી પવનની ગતિ છે, ત્યાં સુધી સંકેત મળી શકે છે. અમે રાષ્ટ્રહિતની અરજી લગાવતા રહીએ છીએ. બાગેશ્વર ધામ સરકારે વધુમાં જણાવ્યું કે આતંકી હુમલો હોય, ગુપ્ત વાત હોય, અમે અમારી શક્તિનો ઉપયોગ કરતા રહીશું.  

'ભગવાન પાસે તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે' 
તેમણે જણાવ્યું કે,  ઘણા વૈજ્ઞાનિકો-ઘણા ભૂસ્તરશાસ્ત્રીઓ ગુપ્ત રીતે અમારી પાસે આવે છે, રોયા વગર તો માં પણ બાળકને દૂધ નથી પીવડાવતી તો જ્યાં સુધી કોઈ અમારી પાસે આવે નહીં, બાલાજી પાસે અરજી લગાવે નહીં, તો અમે કેવી રીતે કોઈને સામેથી કંઈ જણાવી શકીએ. ઓડિશા ટ્રેન દુર્ઘટના પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે અમે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે 2 મિનિટનું મૌન રાખ્યું હતું. અમે ભગવાન પાસે તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. 

288 લોકોએ ગુમાવ્યા છે જીવ 
જણાવી દઈએ કે, ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોની ટક્કરમાં 288 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનાને દેશની આઝાદી પછીની સૌથી મોટી રેલ દુર્ઘટના માનવામાં આવી રહી છે.  આ અકસ્માતમાં 900 થી વધુ લોકો ઘાયલ થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ