બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / After the statement of the billionaire Soros, the central government got angry

BIG NEWS / અબજોપતિ સોરોસના નિવેદન બાદ ભડકી કેન્દ્ર સરકાર, કહ્યું 'PM મોદીને બદનામ કરવા થયું ફોરેન ફંડિંગ'

Priyakant

Last Updated: 03:44 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, PM મોદીને બદનામ કરવા માટે ભારતમાં રાજકીય પક્ષોને ફંડ આપીને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવા માંગે છે

  • અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસના એક નિવેદન બાદ સરકાર ભડકી 
  • PM મોદીને બદનામ કરવા ફોરેન ફંડિંગ થયું છે: સ્મૃતિ ઈરાની 
  • સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સમાં PM મોદી વિરુદ્ધ વિદેશી ષડયંત્રનો ખુલાસો કર્યો

અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસના એક નિવેદન બાદ કેન્દ્ર સરકાર ભડકી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદી વિરુદ્ધ વિદેશી ષડયંત્રનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, પીએમ મોદીને બદનામ કરવા માટે ભારતમાં રાજકીય પક્ષોને ફંડ આપીને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવા માંગે છે. તેમણે આ અંગે દેશના નાગરિકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, આજે એક નાગરિક તરીકે હું દેશની જનતાને આહ્વાન કરવા માંગુ છું કે, એક વિદેશી શક્તિ, જેના કેન્દ્રમાં જ્યોર્જ સોરોસ નામનો વ્યક્તિ છે, તેણે જાહેરાત કરી છે કે તે ભારતના લોકતાંત્રિક માળખાને નુકસાન પહોંચાડશે.

સ્મૃતિ ઈરાનીએ જ્યોર્જ સોરોસને શું ચેતવણી આપી ? 
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, સોરોસે જાહેરાત કરી છે કે ,તેઓ પીએમ મોદીને તેમના હુમલાનો મુખ્ય મુદ્દો બનાવશે. તેમણે કહ્યું કે, સોરોસે જાહેરાત કરી છે કે, તેઓ પોતાની વિદેશી શક્તિ દ્વારા ભારતમાં એક એવી સિસ્ટમ બનાવશે જે માત્ર ભારત માટે જ નહીં પરંતુ તેના ફાયદા માટે પણ કામ કરશે. સ્મૃતિએ અપીલ કરી હતી કે, જ્યોર્જ સોરોસે કહ્યું કે, તેઓ ભારતમાં મોદીને ઝુકાવી દેશે, ભારતની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારનો નાશ કરશે. સ્મૃતિએ કહ્યું કે, તે ભારત પર હુમલો છે અને દરેક ભારતીયે આ હુમલાનો યોગ્ય જવાબ આપવો જોઈએ.

આ સાથે સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, આજે આપણે જ્યોર્જ સોરોસને એકસાથે જવાબ આપીએ કે, લોકતાંત્રિક સંજોગોમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર અને આપણા વડાપ્રધાન આવા ખોટા ઈરાદાઓ સામે ઝૂકશે નહીં. તેમણે કહ્યું કે, અમે પહેલા પણ વિદેશી દળોને હરાવી ચૂક્યા છીએ અને ભવિષ્યમાં પણ અન્ય વિદેશી દળોને હરાવીશું.

આરોપો પર કોંગ્રેસે શું કહ્યું ? 
સ્મૃતિ ઈરાનીની પ્રેસ કોન્ફરન્સ બાદ કોંગ્રેસ ડિફેન્સ મોડ પર આવી ગઈ છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કર્યું કે, પીએમને સંડોવતા અદાણી કૌભાંડ ભારતમાં લોકશાહી પુનરુત્થાનની શરૂઆત કરે છે કે નહીં તે સંપૂર્ણપણે કોંગ્રેસ, વિપક્ષ અને અમારી ચૂંટણી પ્રક્રિયા પર નિર્ભર છે. તેમને જ્યોર્જ સોરોસ સાથે કોઈ લેવાદેવા નથી. અમારો નહેરુવાદી વારસો સુનિશ્ચિત કરે છે કે, તેમના જેવા લોકો અમારા ચૂંટણી પરિણામો નક્કી ન કરી શકે.

જ્યોર્જ સોરોસે શું આક્ષેપો કર્યા?
જ્યોર્જ સોરોસે ફાઈનાન્સિયલ ટાઈમ્સમાં લખેલા લેખમાં પીએમ મોદી પર પ્રહાર કરતા અનેક સવાલો ઉઠાવ્યા હતા. જ્યોર્જ સોરોસે કહ્યું હતું કે, પીએમ મોદી અદાણીના કારણે નબળા પડી ગયા છે અને તેમણે હવે સંસદ અને રોકાણકારોને જવાબ આપવો પડશે. સોરોસે કહ્યું હતું કે, આના કારણે શેરબજારમાં વેચવાલી આવી છે અને આનાથી ભારતમાં લોકશાહીનું પુનરુત્થાન થશે. સોરોસના આ નિવેદન પર કેન્દ્રીય મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જવાબ આપ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ