બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / After IPL, Team India will play ODI series with this country in June, Rohit-Kohli will be out of the team!

ક્રિકેટ / IPL બાદ ટીમ ઈન્ડિયા આ દેશ સાથે જૂનમાં રમશે ODI સિરીઝ, રોહિત-કોહલી થશે ટીમમાંથી બહાર!

Megha

Last Updated: 03:45 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WTC ફાઈનલ બાદ ભારતીય ટીમ જૂનમાં જ અફઘાનિસ્તાન સાથે ODI સિરીઝ રમવાની યોજના બનાવી રહી છે. BCCI અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ સીરિઝ માટે તૈયાર છે,

  • ઈન્ડિયન પ્રીમિયર લીગ તેના છેલ્લા તબક્કામાં છે
  • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 7 જૂનથી રમાશે
  • આ પછી ટીમ ઈન્ડિયા જૂનમાં જ 3 મેચની વનડે સિરીઝ રમશે

ભારતીય ટીમના તમામ ખેલાડીઓ આ સમયે આઈપીએલ રમવામાં વ્યસ્ત છે પણ હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ તેના છેલ્લા તબક્કામાં છે. IPL ક્વોલિફાયર અને એલિમિનેટર રમ્યા બાદ ચાહકોને ચેમ્પિયન ટીમ મળશે. આ પછી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 7 જૂનથી રમાશે, જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ઈંગ્લેન્ડના ઓવલમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ 11 જૂને સમાપ્ત થશે. આ પછી ટીમ ઈન્ડિયા જૂનમાં 3 મેચની વનડે સિરીઝ રમશે. જેમાં ટીમના બે મુખ્ય ખેલાડી વિરાટ કોહલી અને રોહિત શર્મા ભાગ નહીં લે. ચાલો જાણીએ શું છે સંપૂર્ણ શિડ્યુલ.

ડબલ્યુટીસી ફાઈનલ પછી અફઘાનિસ્તાન સાથેની વનડે સીરિઝ રમાશે
WTC ફાઈનલ બાદ ભારતીય ટીમ જૂનમાં જ અફઘાનિસ્તાન સાથે ODI સિરીઝ રમવાની યોજના બનાવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે BCCI અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ સીરિઝ માટે તૈયાર છે, તેની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. ભારતમાં આ વર્ષે ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન ODI વર્લ્ડ કપ રમાશે તેને ધ્યાનમાં રાખીને સીરિઝ નક્કી કરવામાં આવી છે.

આ સીરીઝ માત્ર ભારતમાં જ રમાશે અને તેમાં ત્રણ વન-ડે મેચના અહેવાલો પણ છે. જોકે આ સિરીઝ ક્યારે રમાશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. પરંતુ જો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો આવું કહેવામાં આવી રહ્યું છે. આ સિરીઝ 23 જૂનની આસપાસ શરૂ થઈ શકે છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવશે
આ સિવાય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI યુવા ખેલાડીઓને અફઘાનિસ્તાન સામેની 3 ODI સીરિઝમાં અલગ-અલગ જગ્યાઓ પર તક આપીને આગામી વર્લ્ડ કપ 2023 માટે તૈયાર કરવાનો પ્રયાસ કરશે. એટલે કે આ સીરિઝમાં BCCI ઘણા યુવા ખેલાડીઓને તક આપશે. જ્યારે વિરાટ કોહલી અને રોહિર શર્મા જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે.

કારણ કે ભારતના લગભગ તમામ મોટા ખેલાડીઓ હાલમાં IPL રમી રહ્યા છે અને તેમાંથી 15 ખેલાડીઓ WTCની ફાઇનલમાં રમશે. આવી સ્થિતિમાં, શક્ય છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓ આમાં આરામ કરી શકે અને જે ખેલાડીઓએ આઈપીએલની આ સિઝનમાં સારું પ્રદર્શન કર્યું છે, તેમને સીરિઝમાં તક આપવી જોઈએ. જેમાં યશસ્વી જયસ્વાલ અને રિંકુ સિંહનું નામ મોખરે હોઈ શકે છે.

આ સીરીઝને લઈને બીસીસીઆઈ દ્વારા અન્ય શું જાહેરાત કરવામાં આવે છે તે જોવાનું રહેશે પણ એ નિશ્ચિત છે કે આ સીરિઝ જૂનમાં રમાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ