બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

VTV / ગુજરાત / રાજકોટ / ખાણીપીણીની લારી ચલાવનારના પુત્રને 12 કોમર્સમાં આવ્યા 98.77 પર્સેન્ટાઈલ, માત્ર 3 કલાકના વાંચને અપાવી સફળતા

સંઘર્ષથી સફળતા / ખાણીપીણીની લારી ચલાવનારના પુત્રને 12 કોમર્સમાં આવ્યા 98.77 પર્સેન્ટાઈલ, માત્ર 3 કલાકના વાંચને અપાવી સફળતા

Last Updated: 11:49 AM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરણ 12 સાયન્સ અને કોમર્સ બંનેનું પરિણામ આવ્યું છે. ત્યારે કેટલાક એવા તારલાઓ ઝળકી રહ્યા છે, જેમણે સંઘર્ષ કરીને ઓછા સાધનો સાથે પણ સફળતા મેળવીને માતા-પિતાનું નામ રોશન કર્યું છે.

કહેવાય છે કે સોનાને જેટલું તપવીએ તેટલું વધુ સારુ બને. સામાન્ય જીવનમાં પણ સફળતા મેળવવા માટે સંઘર્ષ અનિવાર્ય છે. ગુજરાતીમાં તો આપણે કહીએ પણ છીએ કે સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય. એટલે કે મહેનતનો કોઈ બીજો વિકલ્પ નથી. રાજકોટના સુજલ દેવાણીએ આ વાતને સાબિત કરી બતાવી છે. આજકાલ બોર્ડની પરીક્ષાનો જે હાઉ ઉભો થયો છે, બાળકોને સારા પરિણામ માટે માતા-પિતા કોઈ જ કચાશ રાખતા નથી, ત્યારે રાજકોટના સુજલ દેવાણીએ માત્ર ત્રણ કલાકના રોજના વાંચન સાથે બોર્ડમાં 98.77 પર્સેન્ટલાઈલ અને 90 ટકા મેળવ્યા છે.

હજી આ તો માત્ર શરૂઆત છે. જો તમે સુજલના સંઘર્ષની વાત જાણશો, તો તમારું મોઢું પણ આશ્ચર્યથી ખુલ્લુ રહી જશે. સુજલ દેવાણીના પિતા મનીષભાઈ દેવાણી રાજકોટમાં ખાણીપીણીની લારી ચલાવી રહ્યા છે. ફૂટપાથ પર નાનકડી રેંકડી ચલાવતા મનીષભાઈની આર્થિક સ્થિતિની તમે કલ્પના કરી શકો છો. જો કે મનીષભાઈ અને તેમના પરિવારે સુજલને મહેનત કરવામાં કોઈ કચાશ આવવા દીધી નથી. સુજલ પણ પોતાના પરિવારનો આભાર માની રહ્યો છે. સુજલ દેવાણીનું કહેવું છે કે,'મારા માતા-પિતાએ ભણવા માટે મને અલગ રૂમની વ્યવસ્થા કરી આપી છે. હું રોજ શાળામાં છ કલાક ધ્યાન આપતો અને ઘરે રોજ માત્ર 3 કલાક જ અભ્યાસ કરતો હતો.' રોજ માત્ર ત્રણ કલાકના અભ્યાસ છતાંય, સુજલે જબરજસ્ત પરિણામ હાંસલ કર્યું છે.

સુજલના પિતા મનીષભાઈ રોજ રાત્રે બસ સ્ટેન્ડની પાછળ ખાણીપીણીની રેંકડી લગાવે છે. આજે પુત્રએ 90 ટકા મેળવતા આખો દેવાણી પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો છે. સુજલના પિતા મનીષભાઈનું કહેવું છે કે,'અમારી આર્થિક સ્થિતિ પહેલા સાવ નબળી હતી. પરંતુ દીકરાને અમારા જેવો સંઘર્ષ ન કરવો પડે, તે માટે અમે ખૂબ મહેનત કરી છે. તેને ભણાવવા પર ધ્યાન આપીએ છીએ. સુજલની સફળતા પાછળ તેની મમ્મીની મહેનત અને કાકાનું માર્ગદર્શન છે.'

વધુ વાંચો: બોર્ડે જલસા કરાવી દીધા! વિદ્યાર્થિનીઓ ખુશીના આસુંએ રડી, ટોપરના પરિવારમાં આનંદ ભયો!

બીજી તરફ હવે સુજલનું સ્વપ્ન યુપીએસસી ક્રેક કરવાનું છે. સુજલ યુપીએસસીની અઘરી ગણાતી પરીક્ષા પાસ કરીને આઈએએસ બની દેશસેવા કરવા ઈચ્છી રહ્યો છે. સંઘર્ષની આગમાં તપીને પણ સોળે કળાએ ખીલી ઉઠતા આવા વિદ્યાર્થીઓ આપણા સૌ માટે પ્રેરણા સમાન છે. સુજલને વીટીવી તરફથી ઉજ્જવળ ભવિષ્ય માટે ઓલ ધી બેસ્ટ

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ