બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણની પ્રીતિ પરમાર 'આપઘાત'થી પ્રેમીને પરણી ! ભાભીને સુસાઈડ નોટ મોકલી, પછી મોટો ટ્વિસ્ટ
Last Updated: 03:35 PM, 8 May 2024
પ્રેમી સાથે લગ્ન કરવા છોકરી આપઘાતનું નાટક પણ કરી શકે. ગુજરાતના પાટણમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સુસાઈડ નોટ આવ્યાં બાદ બધાને લાગતું કે છોકરીએ આપઘાત કરી લીધો છે પરંતુ જ્યારે થોડા દિવસ બાદ ખુદ તે પ્રેમી સાથે રુબરુ સામે આવી ત્યારે બધાને આંચકો લાગ્યો હતો અને તેનો ભાંડો ફૂટ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
પાટણની નર્સ પ્રીતિ પરમારે શું કર્યું
પાટણ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ ગુમ થવા મામલે નવો વળાંક આવ્યો છે. નર્સ તરીકે ફરજ બજાવતી પ્રીતિ પરમાર દસ દિવસ પહેલા નાઈટ શિફ્ટમાં નોકરી પર જાવ છું કહીને ઘરેથી નીકળી હતી. આ પછી તેણે આપઘાતનું નાટક કર્યું અને પોતાની ભાભીને વોટ્સએપ પર સુસાઈડ નોટ મોકલી દીધી હતી. પ્રીતિએ સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું હું જિંદગીથી કંટાળી ગઈ છું. જિંદગીમાં ઘણું બધું કરવાની ઈચ્છા હતી પણ હવે મને નફરત થઈ ગઈ છે તેથી હું આપઘાત કરુ છું. છોકરીની સુસાઈડ નોટ આવતાં ઘરમાં હડકંપ મચ્યો હતો અને બધા પોલીસ સ્ટેશન ભાગ્યાં હતા અને ફરિયાદ લખાવી હતી. પોલીસે પણ તપાસ શરુ કરી હતી પરંતુ કોઈ કડી મળતી નહોતી પરંતુ ગુમ થયાના 10 દિવસ બાદ મામલો મેદાને આવ્યો.
પ્રીતિ પ્રેમી સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ
આપઘાતના બહાને 10 દિવસ ગુમ રહ્યાં બાદ લગ્ન કરીને પ્રીતિ પ્રેમી સાથે પાટણ બી.ડિવિઝન પોલીસ મથકે હાજર થઈ ગઈ હતી અને પોલીસને સાચી વાતની જાણ કરી દીધી હતી. પોલીસે તેના ઘરનાને બોલાવીને સાચી વાતની જાણ કરી દીધી હતી, આમ આ મામલો થાળે પડ્યો હતો.
આપઘાતનું નાટક ફળ્યું
આપઘાતનું નાટક પ્રીતિને ફળ્યું હોય તેવું લાગી રહ્યું છે. આપઘાતના નાટક દ્વારા પ્રીતિએ પોતાનો પ્રેમ પામી લીધો હતો જોકે આવું કરવું સારુ નથી તેમાં નાહકના ઘરના પરેશાન થઈ જાયને.
ઘરના તૈયાર નહીં થાય તે બીકે આપઘાતનું નાટક કરીને પ્રેમીને પરણી
પ્રીતિ પરમાર સિદ્ધપુરના સહેસા ગામની છે અને પાટણ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે. હોસ્પિટલમાં જ તે કોઈના પ્રેમમાં પડી હતી અને તેની સાથે લગ્ન કરવા માગતી હતી પરંતુ ઘરના તૈયાર નહીં થાય તે બીકે તેણે આપઘાત નાટક કર્યું અને એ રીતે પોતાના પ્રેમીને પરણી ગઈ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT