બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / વિશ્વ / VIDEO : લોકેશન શેર કરવામાં ધ્યાન રાખજો ! આ ખૂબસુરત છોકરીએ કર્યું તો મળ્યું મોત, વીડિયો

ઈક્વાડોર / VIDEO : લોકેશન શેર કરવામાં ધ્યાન રાખજો ! આ ખૂબસુરત છોકરીએ કર્યું તો મળ્યું મોત, વીડિયો

Last Updated: 06:44 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્સ્ટાગ્રામ પર લોકેશન શેર કરવું ઈક્વાડોરની બ્યૂટી ક્વીનને જીવમાં પડ્યું. અજાણ્યા હુમલાખોરો ગોળી મારીને તેની હત્યા કરી નાખી હતી.

ઈક્વાડોરની બ્યુટી ક્વીન અને સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર લેન્ડી પર્રાગા ગોયબુરોને ઈન્સ્ટાગ્રામ પર લોકેશન શેર કરવું ખૂબ મોંઘું પડ્યું અને તેણે શેર કરેલા લોકેશન પર આવીને અજાણ્યા હુમલાખોરોએ તેને ગોળીઓથી વીંધી નાખી હતી. ક્વેવેડા શહેરની રેસ્ટોરન્ટમાં તે જ્યારે સી ફૂડ ખાવા બેઠી હતી ત્યારે આ ઘટના બની હતી. તે એક લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે ક્વેવેડો શહેરમાં પહોંચી હતી.

માફિયા સાથે ઈશ્ક

23 વર્ષીય લેન્ડી પર્રાગા ગોયબુરોને ડ્રગ માફિયા લિએન્ડ્રો નોરેરો સાથે અફેર હોવાની શંકા હતી. એક વર્ષ પહેલા જેલમાં તોફાન દરમિાયન આ ડ્રગ માફિયાની હત્યા થઈ હતી. પોલીસને એવી શંકા છે કે તેની વિધવાએ બ્યૂટી ક્વીનની હત્યા કરાવી હતી.

કેવી રીતે થઈ હત્યા

લેન્ડી પર્રાગા ગોયબુરોની હત્યાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ફૂટેજમાં ગોયાબુરો રેસ્ટોરન્ટમાં એક વ્યક્તિ સાથે વાત કરતા જોઈ શકાય છે. પછી બે બંદૂકધારી આવ્યા, જેમાંથી એક ગેટ પર જ ઊભો હતો. બીજો ગોયબુરો તરફ દોડ્યો. હુમલાખોરે ત્રણ ગોળીઓ ચલાવી અને ઘટનાસ્થળેથી ભાગી ગયો. ગોયાબુરોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

વધુ વાંચો : મહિલા સાંસદ સાથે દરિંદગી, ડ્રગ્સ આપીને રેપ કરાયો, વીડિયો થયો વાયરલ

નિષ્ણાંતોએ આપી ચેતવણી

નિષ્ણાતોનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર તમારું લોકેશન શેર કરવું એ ખરાબ આદત નથી. પરંતુ વાસ્તવિક સમયમાં આ કરવાનું ટાળવું જોઈએ. ગોયાબુરોની હત્યાએ સુરક્ષાને લગતા અનેક સવાલો ઉભા કર્યા છે. કેટલીક એજન્સીઓ કહે છે કે જો તમે કોઈ સ્થાન શેર કરવા માંગતા હો, તો જ્યાં સુધી તમે ત્યાંથી બહાર ન જાઓ ત્યાં સુધી તેને શેર કરશો નહીં. આ સિવાય યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગના આઈટી વિભાગે અંગત માહિતી ખાનગી રાખવા અંગે ચેતવણી આપી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ