બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / આતુરતાનો અંત, વર્ષ 2024માં લોન્ચ થશે પાંચ દમદાર ફેમિલી કાર, જાણો ફીચર્સ વિશે

ઓટો / આતુરતાનો અંત, વર્ષ 2024માં લોન્ચ થશે પાંચ દમદાર ફેમિલી કાર, જાણો ફીચર્સ વિશે

Last Updated: 06:35 PM, 3 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાલુ વર્ષે પાંચ જેટલી ફેમિલી કાર માર્કટમાં લોન્ચ થશે. જેમાં મારુતી સુઝુકી,ટાટા અને નિસાનની કાર સામેલ હશે.

રિપોર્ટ મુજબ આ વર્ષે માર્કેટમાં 5 જેટલી ફેમિલી કારો લોન્ચ થશે. ભારતમાં SUV કારોનું પ્રમાણ વધતા હવે નાની કારોનું વેચાણ ઘટ્યુ છે. પરંતુ ફરી નાની કારોનું માર્કેટ આવશે તેવું કેટલાક એક્સપર્ટનો મત છે. જેથી આ વર્ષે ઓછામાં ઓછી પાંચ ફેમીલી કાર લોન્ચ થવા જઈ રહી છે. આ રિપોર્ટમાં તે આવનારી કારોના ફીચર વિશે જાણીશુ.

મારુતીની સ્વિફ્ટ અને સ્વિફ્ટ ડિઝાયર

9 મે 2024ના રોજ ન્યૂ જનરેશનની મારુતી સ્વિફ્ટ માર્કેટમાં લોન્ચ થશે. તો નવી ડિઝાયર કાર તહેવારની સીઝનમાં લોન્ચ થશે. આ બંન્ને મોડલમાં અંદર-બહારથી ચેન્જ હશે. તેમાં સુઝુકીનુ નવું 1.2L, 3 સિલિન્ડર Z સીરીઝ પેટ્રોલ એન્જિન હશે. ફ્યૂઅલ એફિશિએન્સી 25.72 KMPL, ટ્રાન્સમિશન માટે 5 સ્પીડ મેન્યુઅલ તથા AMT ગિયરબોક્સ હશે. માઈલ્ડ હાઈબ્રિડ ટેકનીકવાળુ એન્જિન 81.6PSનું પાવર અને 112Nmનું ટોર્ક આપશે. આ સિવાય બીજા ફીચર પણ હશે.

ટાટા અલ્ટ્રોઝ રેસર અને અલ્ટ્રોઝ ફેસલિફ્ટ

ટાટાની અલ્ટ્રોઝ પ્રીમિયમ રેસર એડિશન લોન્ચ થશે. આ અલ્ટ્રોઝ રેસર બે અલગ અલગ ડ્યુઅલ ટોન શેડમાં જોવા મળી છે. આ કારના બોનેટ અને રુફ પર ટ્વિન રેસિંગ સ્ટાઈપ્સ, ફ્રન્ટ ગ્રિલ, નવા ડિઝાઈન કરેલ 16 ઈંચના એલોય વ્હીલ મળશે. તેના ઈન્ટીરિયરમાં કોન્ટ્રાસ્ટ સ્ટિચિંગની સાથે લેધરેડ અપહોલ્સ્ટી અને "રેસર"નો લોગો મળી શકે છે.

રેસર અલ્ટ્રોઝમાં 1.2L, 3 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન મળશે જે 120bhp અને 170 Nm જનરેટ કરશે. આ કારના એન્જિન સેટ અપને હાલના મોડલ જેવું જ રખાશે. આમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ સેટ અપ મળશે. તેમાં બીજા પણ એડવાન્સ ફીચર સામેલ કરાશે.

નિસાન મેગ્નાઈટ ફેસલિફ્ટ

રિપોર્ટ મુજબ આ વર્ષે નિસાનની મેગ્નાઈટ ફેસલિફ્ટનું અપડેટેડ વર્ઝન મળવાનું છે. આ અપકમિંગ મોડલ વિશે જાણકારી ઉપલબ્ધ નથી. પરંતુ તેમાં 1.0L નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ, 1.0 ટર્બો પેટ્રોલ અને CNG ફીચરમાં કોઈ બદલાવ નહીં થાય તેવો અંદાજો છે. તેના અપડેટેડ વર્ઝનમાં નવી સીટ અપહોલ્સ્ટ્રી અને અપડેટેડ ઈન્ટિરિયર થીમ મળી શકે છે. અત્યારના મોડલમાં ઈંચ ડિઝિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વોઈસ રિકગ્નિશન કંટ્રોલ, 8 ઈંચ ટચસ્ક્રિન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 360 ડિગ્રી કેમેરા, એન્ડ્રોઈડ ઓટો કેનેક્ટિવિટી મળે છે.

આ પણ વાંચો

ઓ બાપ રે! કાર પર ધૂળ હશે તો થશે 11 હજારનો દંડ, અહીં લાગુ છે નિયમ

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ