બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / વડોદરા / case Harani Lake tragedy, Gujarat High Court ordered departmental and financial inquiry

વડોદરા / હરણી તળાવ દુર્ઘટના કેસનો મામલો, ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ

Ajit Jadeja

Last Updated: 05:48 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં હરણી લેક દુર્ઘટના કેસમાં હાઇકોર્ટે તપાસના આદેશ આપ્યા છે.

વડોદરામાં હરણી લેક દુર્ઘટના કેસમાં હાઇકોર્ટે તપાસના આદેશ આપ્યા છે. 18 જાન્યુઆરીના દિવસે વડોદરામાં કરૂણ ઘટના બની હતી. હરણી તળાવમાં બોટ પલટી ખાઇ જતાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના મોત થયા હતા. આ મુદ્દે હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેની આજે સુનાવણી હતી. જેમાં હાઇકોર્ટે તપાસના આદેશ આપ્યા છે. તાત્કાલિક તપાસ કમિટી બનાવી ખાતાકીય, આર્થિક તપાસ તથા કોન્ટ્રાક્ટ સહિતની બાબતોમાં યોગ્ય દિશામાં તપાસ કરવા આદેશ કર્યો છે. આ તપાસ શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે.

લેક બોટ દુર્ઘટનામાં વધુ એક અરજી

વડોદરા હરણી લેક બોટ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો અરજીની સુનાવણી ચાલી રહી છે, ત્યારે હવે એના પર વધુ એક અરજી કરવામાં આવી છે. આ અરજી દુર્ઘટનાનો ભોગ બનનાર પરિવારે કરી છે. બોટ દુર્ઘટનામાં ભોગ બનનારના પરિજનો દ્વારા કરવામાં આવેલી અરજીમાં કોટીયા પ્રોજેક્ટ્સ અને ડોલ્ફિન એન્ટરટેનમેન્ટ અને સનરાઈસ સ્કૂલને પક્ષકાર તરીકે જોડવા કરી અરજી કરી છે.

ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી સુઓમોટો અરજી પર ભોગ બનનાર પરિવારે કોટીયા પ્રોજેક્ટ, ડોલ્ફિન એન્ટરટેઈનમેન્ટ, સનરાઈઝ સ્કૂલને પક્ષકાર બનાવવા અરજી કરી કરી છે. બોટ દુર્ઘટનામાં કોટિયા પ્રોજેક્ટ પાસે એડમિનિસ્ટ્રેશનની જવાબદારી હતી, જયારે ડોલ્ફિન પ્રોજેક્ટ્સ દ્વારા મનોરંજન સ્થળે બેદરકારી પૂર્વક કામ કરાયું હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે વડોદરાના હરણી તળાવમાં બોટિંગ દરમિયાન વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ કરુણ ઘટનાને ગંભીરતાથી લઈને ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કરવામાં આવી હતી. દુર્ઘટનાનાં આરોપીઓની ધરપકડ કરી જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. 

 

હાઇકોર્ટમાં રીપોર્ટ રજૂ કરાયો

હરણી દુર્ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની કરવામાં આવેલી અરજીની સુનાવણી ચાલી રહી છે. આજે આ સુનાવણી વખતે વધુ એક અરજી કરવામાં આવી છે. અગાઉની અરજી વખતે સરકાર દ્વારા હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં હરણી બોટ કાંડ બાદ રાજ્યમાં અન્ય ચાલતી બોટ સર્વિસનો સર્વે કરવામાં આવ્યો. જેમાં નિયમોનું પાલન ન કરતી હોય તેવી બોટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

વધુ વાંચો : કેમિકલયુક્ત રંગોની આડઅસરથી બચવા આ ઉપાય અપનાવશો તો સ્કીનને નહીં આવે આંચ

જાણો સમગ્ર દુર્ઘટનાનો કેસ

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત થયા હતા. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવ આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો. જે મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. તેમજ બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોટ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ