ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / you-will-get-a-notification-when-someone-upload-your-photos-on-facebook-by-face-recognition-technology

NULL / ફેસબુકે લોન્ચ કર્યુ નવું ફિચર જો કોઈ તમારો ફોટો પોસ્ટ કરશે તો મળશે નોટિફિકેશન

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક હવે તમારા ફોટોની ઓળખ માટે ફેશિયલ રિકોગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. આમ તો પહેલાથી જ કંપની આ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે પરંતુ હવે તેનો અલગ રીતે ઉપયોગ કરવામાં આવશે. જેનાથી તમારા ફોટોની સિક્યોરિટી અને પ્રાઈવસી ઘણી વધી જશે.

ફેસબુક દ્વારા કહેવામાં આવ્યુ કે ''આજે અમે એક નવું ઑપ્શનલ ટૂલ લોન્ચ કરી રહ્યા છે જે લોકોને ફેસબુક ફેસ રિકોગ્નિશનની મદદથી તેમની ઓળખ મેનેજ કરવા માટે મદદ કરશે. આ એજ ટેક્નોલોજી પર કામ કરે છે જે પહેલાથી ટેગ્ડ ફોટોઝમાં તમને ઓળખવામાં મદદ કરે છે.'' ફેસબુક દ્વારા આગળ કહેવામાં આવ્યુ કે ''લોકો દ્વારા આપવામાં આવેલા ફીડબેકના આધાર પર ફેસ રિકોગ્નિશન લાવવામાં આવી રહ્યુ છે આ ટૂલ ખૂબ જ સરળ છે યૂઝર્સ ઇચ્છે છે ત્યારે તેને ઑન અને ઑફ કરી શકે છે.''

જો સામાન્ય શબ્દોમાં કહીએ તો કોઈએ તમારો કોઈ ફોટો ફેસબુક પર અપલોડ કર્યો છે તો ફેસબુક તમને નોટિફિકેશન મોકલશે. ફેસબુક તમને જણાવશે કે કોઈ વ્યક્તિએ તમારો ફોટો અપલોડ કર્યો છે. તમે ઈચ્છો તો તે ફોટોમાં તમને પોતાને ટેગ કરી શકો છો અથવા તો તે વ્યક્તિને ફોટો ડિલીટ કરવાનું કહી શકો છો. જો કોઈ વ્યક્તિ તે ફોટો ડિલીટ ન કરે તો તમે ફેસબુકને રિપોર્ટ પણ કરી શકો છો. અહીં ખાસ વાત એ છે કે ફોટો પોસ્ટ કરનાર વ્યક્તિએ તમને ટેગ નહીં કર્યા હોય તો પણ તમને નોટિફિકેશન મળશે.

ફેસબુક દ્વારા જણાવ્યા અનુસાર કંપની ટુંક સમયમાં પ્રોફાઈલ ફોટો સેફ્ટી માટે પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. કંપનીએ કહ્યું કે ''અમે ઈચ્છીએ છીએ કે લોકો જ્યારે ફેસબુક પર પોતાના ફોટોઝ પોસ્ટ કરે તો તેમને વિશ્વાસ થવો જોઈએ કે તેનો ખોટો ઉપયોગ કરવામાં ન આવે. આ માટે ફેસબુક પ્રોફાઇલ ફોટો માટે ફેસ રિકોગ્નિશેન ટેક્નોલોજીનો ઉપયોગ કરશે.''


ઉલ્લેખનીય છે કે ફેશિયલ રિકોગ્નિશન ટેક્નોલોજી કેટલીક જગ્યા પર પ્રાઇવેસીને લઇને વિવાદોમાં રહી છે. ઑનલાઇન પ્રાઇવેસીના જાણકાર અને આ માટે લડાઇ કરનાર એક્ટિવિસ્ટ હંમેશા આ ટેક્નોલોજી પર શંકા કરે છે. તેમની દલીલ હોય છે કે અબજો લોકોના ચહેરાના સ્કેન કોઇ પણ એક જગ્યા અથવા તો એક જ કંપની પાસે હોય તો તેનાથી પ્રાઇવેસીને લઇને સમસ્યા થઇ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ