ન્યૂઝ અપડેટ્સ
VTV / Technology / you-may-post-your-instagram-stories-on-whatsapp-soon
ADVERTISEMENT
Facebook હાલમાં એક એવુ ટેસ્ટિંગ શરૂ કર્યુ છે જેમાં યૂઝર્સ પોતાના ઇન્સ્ટગ્રામ સ્ટોરીને ડિરેક્ટ WhatsApp સ્ટેટસ તરીકે પોસ્ટ કરી શકે છે. આ નવા ફિચરથી યૂઝર્સ WhatsApp પર ફોટો વીડિયો અને GIFના રૂપમાં સ્ટેટસ પોસ્ટ કરી શકશે જે 24 કલાક બાદ આપોઆપ ડિલીટ થઇ જશે.
ADVERTISEMENT
ટેકક્રંચની એક રિપોર્ટ અનુસાર ''WhatsApp સ્ટેટસ તરીકે પોસ્ટ કરવામાં આવેલી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પણ અન્ય WhatsApp મેસેજની જેમ ઇનક્રિપ્ટેડ હશે.'' Facebook ના એક પ્રવક્તા અનુસાર ''અમે ઇન્સ્ટાગ્રામ પર હંમેશા યૂઝર એક્સપીરિયન્સને વધારે સારો બનાવવા માટે કામ કરીએ છીએ અને તમારી મોમેન્ટ શેરિંગને વધારે સરળ બનાવીએ છીએ.'' તમને જણાવી દઇએ કે તાજેતરમાં Facebook ના CEO માર્ક ઝકરબર્ગે ઘોષણા કરી હતી કે ''ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ અને WhatsApp સ્ટેટસને દરરોજ 30 કરોડ યૂઝર્સ ઉપયોગ કરે છે. ત્યારે હરીફ એપ સ્નેપચેટના યૂઝર્સ લગભગ અડધા એટલે કે 17 કરોડ છે.''
ઉલ્લેખનીય છે કે ફેસબુક એક એવું ફિચર લોન્ચ કરી ચૂક્યું છે જેમાં યૂઝર્સ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝને ડિરેક્ટ Facebook પર શૅર કરી શકે છે. શરૂઆતમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝને Facebook સ્ટોરીઝ પર સિન્ડિકેટ કરવાનો ઑપ્શમ માત્ર USAના યૂઝર્સને મળશે અને તે પછી ટૂંક સમયમાં દુનિયામાં તમામ યૂઝર્સને આ ફિચરનો લાભ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો