ચીનની સ્માર્ટફોન કંપની શાઓમીએ આજે ભારતમાં Redmi Note 5 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન 3GB RAM/ 32GB સ્ટોરેજ અને 4GB RAM/64GB સ્ટોરેજ એમ બે વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે Xiaomi Redmi Note 5 ગયા વર્ષે લોન્ચ કરવામાં આવેલા Redmi Note 4નું અપગ્રેડ વેરિયન્ટ છે. આ ફોન બ્લેક ગોલ્ડ રોઝ ગોલ્ડ અને બ્લૂ કલર વેરિયન્ટમાં મળશે.
શાઓમી Redmi Note 5 અને Redmi Note 5 Pro ની કિંમત તથા લોન્ચ ઑફર:
શાઓમીએ Redmi Note 5 સ્માર્ટફોનને 9999 રૂપિયાની પ્રાથમિક કિંમતે લોન્ચ કર્યો છે. 3GB રેમ/32GB વેરિયન્ટની કિંમત 9999 રૂપિયા જ્યારે 4GB RAM/64GB વેરિયન્ટની કિંમત 11 999 રૂપિયા છે. કંપનીએ એક અલ્ટ્રા સ્લિમ કેસ પણ ઓફર કર્યો છે જે ફોન સાથે ગ્રાહકોને ફ્રી મળશે. Redmi Note 5 Proના 6GB RAM તેમજ 64GB સ્ટોરેજની કિંમત 16999 રૂપિયા છે. 4GB RAM/64GB સ્ટોરેજની કિંમત 13 999 રૂપિયા છે. કંપનીએ લોન્ચ ઈવેન્ટમાં જાણકારી આપી કે બન્ને સ્માર્ટફોનની ખરીદી પર Jio ગ્રાહકોને 2200 રૂપિયાનું કેશબેક પણ આપશે.
Redmi Note 5ના ફીચર્સ:
Redmi Note 5માં 5.99 ઈંચની સ્ક્રીન આપવામાં આવશે જેનું રિઝોલ્યુશન 2160×1080 પિક્સલ હશે. સાથે જ 18:9 આસ્પેક્ટ રેશિયો હશે. ફોનમાં પ્રીમિયમ મેટલ બોડી આપવામાં આવી છે અને રેડમી નોટ4થી તે ઘણો પાતળો છે. આ સ્માર્ટફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
કેમેરાની જો વાત કરવામાં આવે તો અર્પચર F/2.2 1.25 માઈક્રોન પિક્સલ સાઈઝ PDF અને એક LED ફ્લેશ કેમેરા આપવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે કેમેરાથી અંધારામાં પણ સારી ક્વોલિટીનો ફોટો ક્લિક કરી શકાશે. ફ્રંટ કેમેરા પણ LED લાઈટ સાથે આપવામાં આવ્યો છે.
સ્માર્ટફોનમાં 4000mAh બેટરી આપવામાં આવી છે. ફોનનું ડાઈમેન્શન 158.50X75.45X8.05 મિલીમીટર અને વજન 180 ગ્રામ છે. ફોનમાં દરેક સ્ટાન્ડર્ડ કનેક્ટિવિટી ફીચર આપવામાં આવ્યા છે જેમકે 4G LTE Wi-fi Bluetooth GPS Micro-USB આપવામાં આવ્યા છે.
Redmi Note 5 Proના ફિચર્સ:
ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસરની સાથે આવનારો દુનિયાનો સૌથી પહેલો સ્માર્ટફોન છે. લેટેસ્ટ ક્રાયો 260CPU આપવામાં આવ્યું છે જેનાથી ફોનનું પર્ફોમન્સ ઘણું સારું બનશે. રેડમી નોટ સીરિઝનો સૌથી ફાસ્ટ પર્ફોમન્સ વાળો ફોન છે. આ ફોનમાં 6GB LPDDR4X રેમ છે. કંપનીનો દાવો છે કે આનાથી બેટરી પર્ફોમન્સ વધશે. આ ફોન બ્લેક રોઝ ગોલ્ડ ગોલ્ડ અને બ્લૂ કલરમાં મળશે.
ફોનમાં રિયર ડ્યૂલ 12MP અને 5MP કેમેરા સેટઅપ છે. કેમેરામાં ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબલાઇઝેશન આપવામાં આવ્યુ છે. ડ્યૂલ ફ્રન્ટ કેમેરા 20 મેગાપિક્સલનો છે અને કંપનીનું કહેવું છે કે આ ફોનમાં ઓછી લાઇટમાં સેલ્ફી લઇ શકાય છે. કેમેરાની સાથે LED સેલ્ફી લાઇટ પણ છે. બ્યૂટિફાઇ 4.0 મોડ આપવામાં આવ્યો છે જે ફ્રન્ટ અને રિયર બંને કેમેરાના સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં ફેસઅનલૉક ફિચર છે. ફોનમમાં બેટરી 4000mAh ની છે.