બ્રેકિંગ ન્યુઝ
VTV / Technology / xiaomi-redmi-mi-a1-mi-max-2-oppo-f3-vivo-v7-and-moto-g5s-plus-price-cut-in-india-know-price-features
ચીની સ્માર્ટફોન બનાવતી કંપની વચ્ચે પ્રાઇસ વૉર ચાલી રહ્યુ છે.Oppo Vivo અને Motorola એ પોતાના સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યા છે. આ ઘટાડા પછી આ સ્માર્ટફોન Xiaomi Redmના Mi Max 2 અને Mi A1ને ટક્કર આપશે.
ADVERTISEMENT
Oppoએ પોતાના F3 ની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ સ્માર્ટફોન ભારતમાં 19 990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો જે પછી દિવાળી પર કંપનીએ આ સ્માર્ટફોની કિંમતમાં 1000 રૂપિયાનો ઘટાડો કર્યો. હવે ફરી એક વખત કંપની 2000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તો હવે આ સ્માર્ટફોનને ભારતમાં 16990 રૂપિયામાં ખરીદી શકાશે.
Vivoએ તાજેતરમાં લોન્ચ થયેલા Vivo V7ની કિંમતમાં 2000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે Vivo V7ને 16990 રૂપિયામાં ખરીદી શકાશે.
ADVERTISEMENT
આ સાથે જ Motorola એ પોતાના Moto G5S Plusને ઓગસ્ટમાં ભારતમાં લોન્ચ કર્યો હતો તે સમયે તેની કિંમત 15999 રૂપિયા હતી. કંપનીએ તેની કિંમતમાં 1000 રૂપિયોનો ઘટાડો કર્યો છે. હવે આ સ્માર્ટફોન ભારતમાં 14999 રૂપિયામાં ખરીદી શકાશે.
ફિચર્સની જો વાત કરવામાં આવે તો Oppo F3માં 5.5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે અને 4GB રેમની સાથે 64GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. જેમાં એક 16 મેગાપિક્સલ અને બીજો 8 મેગાપિક્સલનો છે. ફોનમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
Vivo V7માં 5.7 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. જેમાં 4GB રેમની સાથે 32GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોનમાં 24 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમમાં 16 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે.
Xiaomi redmi Mi A1 ની વાત કરવામાં આવે તો ભારતમાં 14999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. લોન્ચિંગના થોડા દિવસો પછી સ્માર્ટફોનની કિંમત 1000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે આ સ્માર્ટફોન ભારતમાં 13999 રૂપિયામાં ખરીદી શકાશે ત્યારે Mi Max 2ની વાત કરીએ તો 4GB રેમ અને 64GB ઇન્ટરનલ મેમરીની મૉડલની કિંમત 15999 રૂપિયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT