બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Technology / xiaomi-launches-desh-ka-smartphone-aka-redmi-5a-in-india-feature-specs-and-price

NULL / 4999 રૂપિયાની કિંમતની સાથે લોન્ચ થયો Xiaomi Redmi 5A ક્લિક કરીને જાણો સ્પેસિફિકેશન્સ

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ચીની કંપની Xiaomiએ પોતાની નોટ 5 સીરિઝનો પહેલો ફોન Redmi 5A  ભારતમાં લોન્ચ કરી દીધો છે. કંપનીની તરફથી ગત દિવસોમાં આ ફોનનું માર્કેટિંગ 'દેશનો સ્માર્ટફોન' તરીકે કરવામાં આવી રહ્યુ છે. જાણો ફોનની કિંમત અને સ્પેસિફિકેશન્સ

આ સ્માર્ટફોનમાં 5 ઇંચ HD ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યૂશન 720x1280  પિક્સલ છે. ડ્યુઅલ સિમ ધરાવતા Xiaomi Redmi 5A એન્ડ્રોયડ નૂગેટ પર આધારિત  MIUI 9  પર રન કરશે. Xiaomi Redmi 5A ના 2 વેરિયન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં 2GB RAM અને 16GB સ્ટોરેજ ધરાવતા વેરિયન્ટની કિંમત 5999 રૂપિયા છે. જ્યારે 3GB RAM અને 32GB સ્ટોરેજ ધરાવતા વેરિયન્ટની કિંમત 6999 રૂપિયા છે.

ફોનમાં એક ક્વૉડકોર ક્વૉલકોમ 425 પ્રોસેસર છે જે 1.4GHz પર ચાલે છે. સ્માર્ટફોનમાં અપર્ચર f/2.0 LED ફ્લેશ અને PDEFની સાથે 13 મેગાપિક્સલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. જો સેલ્ફી અને વીડિયો ચેટ માટે f/2.0 અપર્ચરની સાથે 5 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનમાં 2+1 સ્લોટની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે એટલે કે 2 સિમ કાર્ડ અને એક માઇક્રો SD કાર્ડ લાગાવી શકાશે.

ક્નેક્ટિવટી માટે ફોનમાં 4G VoLTE GPS/E-GPS Wifi   બ્લૂટૂથ 4.1 એફ.એમ રેડિયો અને માઇક્રો-યૂએસબી પોર્ટ આપવામાં આવ્યુ છે. ડિવાઇસને પાવર આપવા માટે 3 000 mAhની બેટરી છે. કંપનીનો દાવો છે કે આ સ્માર્ટફોનની 8 દિવસોનું બેટરી બેકએપ આપવામાં આવે છે.

આ ફોન ભારત 7 ડિસેમ્બરથી ફ્લિપકાર્ટ Mi.com અને Mi  હોમ સ્ટોર પર મળશે. આ સ્માર્ટફોન ડાર્ક ગ્રે ગોલ્ડ અને રોઝ ગોલ્ડ વેરિયન્ટમાં ઉપલબ્ધ થશે. ખાસ વાત એ છે કંપની ફોનની લોન્ચ ઑફરની હેઠળ Redmi સ્માર્ટફોન લવર્સને 1000 રૂપિયા સુધીની ડિસકાઉન્ટ આપી રહી છે. Redmi 5Aમાં 2GB RAM અને 16GB સ્ટોરેજ ધરાવતું મૉડલ ખરીદવા પર શરૂઆતી ગ્રાહકોને આ ફોન 4999 રૂપિયામાં મળશે. આ ઑફર સીમિત સમય માટે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ