બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Technology / wifi-dabba-13-months-old-bengaluru-based-startup-give-1gb-data-at-rs-20

NULL / આ કંપની માત્ર 20 રૂપિયામાં આપી રહી છે 1GB ડેટા

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગત વર્ષે જિયો માર્કેટમાં આવતાની સાથે જ ટેલિકૉમ કંપનીઓને ડેટા વૉર ચાલી રહ્યો છે. જિયો પછી એરટેલ વોડાફોન અને એરસેલ જેવી કંપનીઓ તમામ ઑફર્સ આપી રહી છે અને આ વચ્ચે બેંગલૂરૂની એક કંપનીએ શાનદાર ઑફર લોન્ચ કરી છે. આ કંપનીનું નામ Wifi Dabba છે જે માત્ર 20 રૂપિયાના 1 GB ડેટા આપી રહી છે. તમને જણાવી દઇએ કે આ કંપની છેલ્લા 13 મહિનાથી બેંગલૂરૂમાં સર્વિસ આપી રહી છે.

એક રિપોર્ટ અનુસાર આ કંપની હાલમાં 3 ડેટા ઑફર્સ આપી રહી છે જેમાં 2 રૂપિયા 10 રૂપિયા અને 20 રૂપિયાનો પ્લાન શામિલ છે. 2 રૂપિયાના પ્લાનમાં 100MB 10 રૂપિયામાં 500MB અને 20 રૂપિયાના પ્લાનમાં 1GB ડેટા મળશે. આ તમામ પ્લાનની વેલિડિટી 24 કલાકની છે.

જે યૂઝર્સ ડેટા પેક લેવા ઇચ્છે છે તેણે ચાની દુકાન અને નાની-મોટી દુકાનો પર મળી રહેલા પ્રી-પેડ કૂપનને ખરીદવાની રહેશે. કૂપનને તમારા ફોન પર એક OTPની મદદથી રિચાર્જ કરવાનું રહેશે અને તે પછી ડેટા મળી જશે.

કંપનીના ફાઉન્ડરે જણાવ્યુ કે Wifi Dabba 100-200ના દાયરામાં 50Mbpsની સ્પીડ મળશે. આ માટે કંપનીએ 350થી વધારે Wifi રાઉટર્સ સ્થાપિત કર્યા છે કંપનીએ સારી સર્વિસ માટે લોકલ કેબલ ઑપરેટર્સની સાથે પાર્ટનરશિપ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ