બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત

logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

VTV / ભારત / મેવાડના રાજા મહારાણા પ્રતાપની જન્મ જયંતી કેમ વર્ષમાં બે વાર આવે છે? જાણો વીર યોદ્ધા સાથે જોડાયેલી રોચક વાતો

મહારાણા પ્રતાપ જન્મ જયંતી 2024 / મેવાડના રાજા મહારાણા પ્રતાપની જન્મ જયંતી કેમ વર્ષમાં બે વાર આવે છે? જાણો વીર યોદ્ધા સાથે જોડાયેલી રોચક વાતો

Last Updated: 08:54 AM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાણા પ્રતાપનાં 24 ભાઈ અને 20 બહેન હતા. મહારાણા પ્રતાપનાં સાવકા ભાઈએ તેમને દગો આપીને અજમેર જઈ અકબર સાથે હાથ મિલાવી લીધો હતો.

રાજપૂત શાસકના મહારાણા પ્રતાપની જયંતીને લઈને ગૂગલ પર બે અલગ અલગ તારીખો સામે આવી રહી છે. જે મુજબ તા. 9 મે એટલે કે આજે મહારાણા પ્રતાપની જયંતી છે તો કેટલાક લોકો 22 મે નાં દિવસે મહારાણા પ્રતાપની જયંતી મનાવવાને લઈ અસમંજસ પરિસ્થિતિમાં છે. લોકો સવાલ કરી રહ્યા છે કે મહારાણા પ્રતાપની ખરેખર જન્મ જયંતી 9 મે 1540 છે અથવા 22 મે. જો તમને કંઈ મૂંઝવણ હોય તો તમને જણાવી દઈએ કે વર્ષમાં બે વખત મહારાણા પ્રતાપની જયંતી મનાવવામાં આવે છે. આ પાછળ પણ ખાસ કારણ છે.

ક્યારે થયો હતો મહારાણા પ્રતાપનો જન્મ

મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540 નાં રોજ થયો હતો. અંગ્રેજી કેલેન્ડર મુજબ દર વર્ષે આ જ તારીખે મહારાણા પ્રતાપની જયંતી મનાવવામાં આવે છે. આ વર્ષે મહારાણા પ્રતાપની 489 મી જન્મ જયંતી મનાવવામાં આવી રહી છે. પરંતું આ વખતે વિક્રમ સંવત મુજબ તેમનો જન્મ દિવસ મનાવવામાં આવે છે.

હિન્દુ પંચાંગ મુજબ તેમનો જન્મ જેઠ માસની ત્રીજનાં રોજ ગુરૂ પુષ્પ નક્ષત્રમાં થયો હતો. આ કારણથી વિક્રમ સંવત અનુસાર 22 મે નાં રોજ મહારાણા પ્રતાપની જયંતી છે. એવામાં અંગ્રેજી કેલેન્ડર અને હિન્દુ પંચાંગ મુજબ મેવાડનાં શાસક મહારાણા પ્રતાપની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે.

મહારાણાના લગ્ન અને બાળકો

મહારાણા પ્રતાપની બહાદુરીની વાતો તો લગભગ બધાને ખબર હશે. પરંતુ તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક બાબતો છે જે દરેકને ખબર નથી. મહારાણા પ્રતાપના અંગત જીવનની વાત કરીએ તો તેમણે કુલ 11 લગ્ન કર્યા હતા. રાજકીય કારણોસર થયેલા આ લગ્નોમાંથી તેમને 17 પુત્રો અને 5 પુત્રીઓ હતી. મહારાણા પ્રતાપ પછી રાણી અજબદેના પુત્ર અમર સિંહે રાજગાદી સંભાળી.

મહારાણા પ્રતાપનો પરિવાર

એક ઈતિહાસકાર અનુસાર, મહારાણા પ્રતાપને 24 ભાઈઓ અને 20 બહેનો હતી. પ્રતાપના સાવકા ભાઈએ પોતે જ તેની સાથે દગો કર્યો અને અજમેર આવીને અકબર સાથે સંધિ કરી. બાળપણમાં મહારાણા પ્રતાપને કીકા કહેવામાં આવતા હતા. જ્યારે તે યુદ્ધમાં ગયો ત્યારે તેણે 208 કિગ્રા વજનની બે તલવારો, 72 કિગ્રા વજનના બખ્તર અને 80 કિગ્રા વજનના ભાલા સાથે રાખ્યા હતા.

મહારાણા પ્રતાપની બહાદુરીની કહાણી

મહારાણા પ્રતાપે પોતાના રાજ્યને મુઘલોથી બચાવવા માટે જીવનભર સખત લડત આપી હતી. કહેવાય છે કે તેણે જંગલમાં ઘાસ ખાધું અને જમીન પર સૂઈને રાત વિતાવી પણ અકબરની સામે સ્વીકારી ન હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ