ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / ways-to-hack-proof-your-smartphone

NULL / આ 5 વાતોની ધ્યાન નહીં રાખો તો તમારો મોબાઇલ થશે હેક

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ડિજિટલ ટ્રાન્જેક્શન પહેલી વખત 100 કરોડનો આંકડો પાર કરશે. ભારતમાં વધતા ડિજિટલ ટ્રાન્જેક્શન પાછળનું કારણ છે મોબાઇલ બેંકિંગ આ વાતના દમ પર મોદી સરકારે ડિજિટલ ઇન્ડિયાનું સપનું જોયું હતુ. જોકે જેટલી ઝડપની સાથે મોબાઇલ પર ઇન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે એટલી જ ઝડપથી લોકોના સ્માર્ટફોન્સ પર હેકિંગનો ભય વધ્યો છે. એવામાં પોતાના મોબાઇલને હેંકિંગ પ્રુફ રાખવો ખૂબ જ જરૂરી છે. નહી તો થોડી બેદરકારી તમને હજારો-લાખો રૂપિયાનું નુકસાન કરાવી શકે છે. અમે તમને કેટલીક એવી ટ્રિક બતાવીશું કે જેની મદદથી તમે સ્માર્ટફોન્સને હેકર્સથી સેફ કરી શકો છો.

અપડેશનને ક્યારેય ઇગ્નોર ન કરો:

ટેક્સ એક્સપર્ટ અનુસાર મોબાઇલમાં જ્યારે પણ એપ અપડેટની નોટિફિકેશન આવે તો તેને ઇગ્નોર ન કરો. વાસ્તવમાં દરેક અપડેટમાં કંપનીઓ પોતાની એપને હેકિંગ પ્રુફ રાખવા માટે ફંક્શન પણ અપડેટ કરે છે. તેનાથી હેકિંગનો ભય ઓછો થઇ જાય છે. મોટાભાગે જોવા મળ છે કે હેકર હંમેશા એવામાં સિસ્ટમ અને ડિવાઇસ પર વધારે એટેક કરે છે જેને લાંબા સમય સુધી અપડેટ ના કરી હોય.

કંઇ પણ ન કરો ઇન્સ્ટોલ:

હંમેશા જ્યારે પણ તમે ડિવાઇસમાં કોઇ નવી એપ અપલોડ કરો છો તો સાવધાની રાખો. ખાસકરી એપના રિવ્યૂ જરૂરથી વાંચો. કોઇ પણ એપની તમારી ફાઇલ વાંચવાની તમારો કેમેરા યૂઝ કરવાનો અથવા તો માઇક્રોફોન સાંભળવાની પરિમિશન માંગે તો અપ્રુઅલ આપતા પહેલા 100 વખત વિચારો. વાસ્તવમાં એન્ડ્રોઇડ થર્ડ પાર્ટી સોર્સથી પણ એપ ઇન્સ્ટોલ કરવા માટે ફેસિલિટી આપે છે.

સિક્યુરિટી માટે ફોન કરો લૉક:

હંમેશા પોતાના ફોનમાં 6 ડિજિટનો પાસવર્ડ રાખીને લૉક કરો. ફેસ લૉક અને ફિંગર સેન્સર ઑપ્શન સારા છે. કોઇ પણ એન્ડ્રોઇડ ફોન ફિઝિકલ એસેસેબિલિટી નહી થવા પર તમારા ફોન હેક થવાનો ચાન્સ ઓછા થઇ જાય છે.

ક્યારેય પણ ઑનલાઇન સર્વિસને અનલૉક ન કરો:

સ્માર્ટફોનમાં મોટેભાગે આ ભૂલ કરે છે. આ ભૂલ હેકર્સને આમંત્રણ આપે છે. પ્રયત્ન કરો કે તમારો ફોન ઑટોલોગઇન ન થતો હોય. સાથે જ એકથી વધારે એપ માટે હંમેશા અલગ-અલગ પાસવર્ડ યૂઝ કરો.

પબ્લિક વાઇફાઇ ન કરો યૂઝ:

ફ્રી ઇન્ટરનેટ માટે લોકો ઘણી વખત રેલ્વે અને પબ્લિક જગ્યાઓ પર વાઇફાઇનો ઉપયોગ કરી લે છે. એક્સપર્ટ અનુસાર તેનાથી ફોન વધારે હેક થઇ શકે છે. વાસ્તવમાં ઇન્ટરનેટ વગરની કોઇ પણ સિસ્ટમને હેક નહી કરી શકાય અને અનસિક્યોર્ડ ઇન્ટરનેટ હંમેશા હેકિંગને આમંત્રણ આપે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ