ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / vodafone-offers-56gb-data-at-rs-348-to-counter-airtel-s-rs-349-jio-s-rs-399-plans

NULL / વૉડાફોન આપી રહ્યુ છે એરટલે-જિયોને ટક્કર માત્ર આટલા રૂપિયામાં મળશે 56GB ડેટા

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ટેલિકૉમ કંપનીઓ વચ્ચે ચાલી રહેલી પ્રાઇસ વૉરના કારણે વોડાફોન જિયો એરટેલ અને આઇડિયા પોતાના કસ્ટમર્સ માટે નવા-નવા પ્લાન લોન્ચ કરી રહ્યા છે. વોડાફોન ઇન્ડિયાઓ પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન હેઠળ યૂઝર્સને 56GB ડેટાની સાથે અનલમિટેડ વૉઇસ કૉલિંગની સુવિધા પણ મળી રહી છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસોની રહેશે. આ પ્લાનની કિંમત 348 રૂપિયા છે.

વોડાફોનનો આ પ્લાન એરટેલ અને રિલાયન્સ જિયોના પ્લાનને સીધી ટક્કર આપી રહ્યો છે. એરટેલે 349 રૂપિયાના પ્લાન અને જિયોના 399 રૂપિયાના પ્લાનની સરખામણી વોડાફોનના આ નવા 348 રૂપિયાના પ્લાનની સાથે કરવામાં આવી રહી છે. 348 રૂપિયા આ નવા પ્લાન અંતર્ગત વોડાફોન દરરોજ 2GB ડેટા આપી રહ્યુ છે. આ સાથે વોડાફોન અનલિમિટેડ લોકલ STD અને રોમિંગ કૉલ્સ પણ ઑફર કરી રહી છે. પરંતુ પ્લાનની કેટલીક લિમિટેશન્સ પણ છે. જેમકે કૉલિંગમાં પ્રતિ દિન 250 મિનિટ જ આપવામાં આવી છે એનો મતલબ એમ કે યૂઝર્સને આ પ્લાન લેશે તો તે એક દિવસમાં 250 મિનિટથી વધારે ફ્રી કૉલિંગ નહી કરી શકે અને સાથે જ અઠવાડિયામાં 1000 કૉલિંગ મિનિટ્સ મળશે

કેટલો મળશે ફાયદો:

348 રૂપિયાના પ્લાનમાં વોડાફોન 56GB ડેટા આપી રહ્યુ છે. આ સાથે જ પ્લાનની વેલિડિટી 28 દિવસોની છે. આ પ્લાન માત્ર દિલ્લી-NCR માટે જ સીમિત છે. આવો જ એક પ્લાન રાજસ્થાનના યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યો હતો જેમા 28 દિવસોની વેલિડિટીની સાથે પ્રતિ દિવસ 1GB ડેટા આપવામાં આવી રહ્યો હતો.

એરટેલનો 349 રૂપિયાનો પ્લાન:

349 રૂપિયાના પ્લાન અંતર્ગત એરટેલ પ્રતિદિન 2GB ડેટા આપી રહ્યુ છે અને આ પ્લાનની વેલિડિટી 28 દિવસોની છે. એટલે કે એરટેલના આ પ્લાનમાં 28 દિવસોમાં કુલ 56GB ડેટા જ મળે છે. તેમાં અનલિમિટેડ લોકલ અને STD કૉલિંગ બેનિફિટ્સ સહિત અનલિમિટેડ રોમિંગ ઇનકમિંગ અને આઉટગોઇન્ગ્સ કૉલ્સ પણ આપવામાં આવી રહ્યા છે. વૉયસ કૉલિંગ માટે કોઇ સીમા રાખવામાં આવી નથી.

જિયોનો 399 રૂપિાયનો પ્લાન:

જિયો 1GB 4G ડેટા ઑફર કરી રહ્યુ છે. આ પ્લાનની વેલિડિટી 70 દિવસોની છે. આ સાથે જ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગ અને STD વૉઇસ કૉલિંગની સાથે અનલિમિટેડ SMS પણ મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ