ઇન્ટરનેટ વગર ચલાવી શકો છો WHATSAPP અને FACEBOOK, USE કરો આ SIM CARD

By : krupamehta 01:03 PM, 13 October 2017 | Updated : 01:03 PM, 13 October 2017
જો તમારે ઇન્ટરનેટ વગર WHATSAPP અને ફેસબુક ચલાવવા મળી જાય તો. સાંભળવામાં અજીબ લાગે પરંતુ આ સાચું છે. અહીંયા અમે તમને એક એવા SIM માટે કહેવા જઇ રહ્યા છીએ જેનો ઉપયોગ કરીને તમે ડેટા પેક વગર પણ વ્હોટ્સઅુ અને ફેસબુક ચલાવી શકો છો. આ સિમનું નામ Chatsim છે. આ સિમ દરેક સ્માર્ટફોન પર કામ કરે છે. એને માઇક્રો અને નેનો કાર્ડ સ્લોટમાં ઉપયોગ કરી શકાય છે. આ સિમકાર્ડની મદદથી તમે ઇન્ટરનેટ વગર દુનિયામાં ક્યાંય પણ તમારા મિત્રોને મેસેજ મોકલી શકો છો. રોમિંગમાં પણ આ સિમ કામ કરે છે. 

ચેટસિમ ખરીદવા માટે સૌથી પહેલા કંપનીની ઓફિશિયલ વેબસાઇટ www.chatsim.com પર જાવ. અહીંયા તમને Buy Sim નો વિકલ્પ જોવા મળશે. એની પર ટેપ કરો. steps ફોલો કરો અને ઓર્ડર પ્લેસ કરો. સિમની હોમ ડિલીવરી થશે. આ સિમ ઇ-કોમર્સ વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. ઓફિશિયલ વેબસાઇટ પર આ સિમ 1829 રૂપિયામાં અને ઇ-કોમર્સ સાઇટ પર 1999 રૂપિયામાં ઉપલબ્ધ છે. એની સાથે 1 મહિના માટે મેસેજ અને ઇમોજી મોકલવાનું રિચાર્જ પેક પણ આપવામાં આવશે. જેની કિંમત 1250 રૂપિયા છે. 

આ 3 પ્લાન ઉપલબ્ધ છે
એમાં 1250 રૂપિયા 2500 રૂપિયાનો પ્લાન છે. 1250 રૂપિયામાં 1 મહિના માટે અનલિમિટેડ ચેટ કરી શકે છે. 2500 રૂપિયામાં એક વર્ષ સુધી અનલિમિટેડ ચેટ કરી શકાય છે. એમાં text મેસેજ અમે ઇમોજી સેન્ડ કરી શકો છો. જો તમે ફોટો વીડિયો અથવા ફોન કરવા ઇચ્છો છો તો એના માટે 625, 1250 અને 3125 રૂપિયાનો પ્લાન છે. 

આ સિમ Whatsapp, Telegram, BBM, Facebook Messenger, WeChat, line, hike જેવી મેસેજિંગ એપ્સથી compatible છે. એટલે કે તમે આ સિમનો ઉપયોગ નેટ વગર કરી શકો છો. Recent Story

Popular Story