બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ગુજરાત / રાજકોટ / ક્યાંક પગેથી તો ક્યાંક 106 વર્ષના ડોશીમાએ વોટિંગ કર્યું, ગુજરાતના વિવિધ બુથ પર આજે જામ્યા મતદાનના અનોખા રંગ

લોકસભા ચૂંટણી 2024 / ક્યાંક પગેથી તો ક્યાંક 106 વર્ષના ડોશીમાએ વોટિંગ કર્યું, ગુજરાતના વિવિધ બુથ પર આજે જામ્યા મતદાનના અનોખા રંગ

Last Updated: 04:15 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં શાંતિમય માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે. વૃદ્ધો, દિવ્યાંગોએ તેમજ લોકોએ અવનવી વેશભૂષામાં મતદાન કર્યું હતું. ત્યારે મહીસાગરમાં વરરાજાએ લગ્ન પહેલા મતદાન કર્યું હતું.

મહીસાગરમાં વરરાજાએ મતદાન કર્યું હતું. ખાનપુર તાલુકાનાં ખૂંટેલાવ ગ્રામ પંચાયતનાં ઝેઝા ગામના નયન ડામોરે મતાન કર્યું હતું. લગ્નની ફરજ પહેલા પોતાની મતદાનની ફરજ અદા કરી હતી. પિતા જેશિગભાઈ ડામોરે અને માતા લાડુબેન સાથે વરરાજા નયનભાઈ ડામોરે મતદાન કર્યું હતું.

vlcsnap-2024-05-07-16h02m08s329

બપોરે મહિલાઓમાં મતદાનમાં ઉત્સાહ

વલસાડનાં સંઘ પ્રદેશ દમણમાં લોકસભા ચૂંટણીને લઈને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ધોમ ધખતા તાપમાં પણ મહિલાઓએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. બપોરે મહિલાઓમાં મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

vlcsnap-2024-05-07-16h03m29s898

હનુમાનજીનો વેશ ધારણ કરી મતદાન કર્યું

વડોદરામાં મતદારે અનોખી રીતે મતદાન કર્યું હતું. નવયુગ વિદ્યાલયમાં દીપક શાસ્ત્રીએ અનોખી રીતે મતદાન કર્યું હતું. હનુમાનજીનો વેશ ધારણ કરી મતદાન કર્યું હતું. સવારે 7 મતદાન મથક પર સૌથી પહેલા મતદાન કર્યું હતું. જય શ્રી બોલતાં બોલતા મતદાર મત આપવા ગયા હતા. હનુમાજીનો વેશ ધારણ કરતા અન્ય મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

vlcsnap-2024-05-07-16h04m35s278

મતદારો માટે મતદાન મથક પર પાણી-કુલરની વ્યવસ્થા

ગાંધીનગર લોકસભા બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. ગરમીને લઈ મતદાન મથક પર કુલરની વ્યવસ્થા કરાઈ હતી. મતદારો માટે મતદાન મથક પર પાણી-કુલરની વ્યવસ્થા કરવામાં આવી હતી. વધુ મતદારો મત આપવા આવે તે માટે વ્યવસ્થા કરાઈ હતી. કુલર અને પાણીની વ્યવસ્થા હોવાથી મતદારોને ગરમીથી રાહત મળી રહી છે.

70 વર્ષીય દિવ્યાંગ મહિલા બેને કર્યું મતદાન

પાલનપુરનાં ગઢ ખાતે 70 વર્ષીય દિવ્યાંગ મહિલાએ મતદાન કર્યું હતું. મતદાર હંસાબેન જોષીને યુવાનોએ ખાટલામાં બેસાડીને મતદાન મથક સુધી લાવ્યા હતા. દિવ્યાંગ દાદી માને મતદાન કરાવી યુવાનોએ મતદાનનો અનોખો સંદેશ આપ્યો હતો. લોકશાહી પર્વની ઉજવણીમાં સહભાગી બની દરેકને પોતાના મતાધિકારીનો ઉપયોગ કરવાની દાદીમાએ અપીલ કરી હતી.

વધુ વાંચોઃ બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

પરેશ ધાનાણી શેરડીનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ

આજે લોકસભાનું મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે મતદાનનાં દિવસે પરેશ ધાનાણી શેરડીનો રસ કાઢતા જોવા મળ્યા હતા. પરેશ ધાનાણી શેરડીનો રસ કાઢતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ