બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Mahamanthan / હીટવેવની આગાહી વચ્ચે મતદાન કઈ રીતે વધે? ભાજપના 82 અને કોંગ્રેસના 68 દિગ્ગજોનું ભાવિ થશે કેદ

મહામંથન / હીટવેવની આગાહી વચ્ચે મતદાન કઈ રીતે વધે? ભાજપના 82 અને કોંગ્રેસના 68 દિગ્ગજોનું ભાવિ થશે કેદ

Last Updated: 09:52 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: ગુજરાત જ્યારથી અલગ થયું ત્યારથી એકંદરે મતદાનની ટકાવારી 50 થી 60 ટકા આસપાસ રહી. 1967ને બાદ કરતા ગુજરાતમાં સરેરાશ મતદાન 60 ટકા જેટલું રહ્યું

લોકશાહીમાં મતદાર રાજા છે એવું મતદાનના દિવસ પુરતું તો આપણે કહી શકીએ. લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન છે જેમાં ગુજરાતની તમામ લોકસભા બેઠક અને 5 વિધાનસભા બેઠક સમાવિષ્ટ છે. અહીં ચર્ચાનો વિષય એ છે કે મતદાનનું મહાપર્વ ઉત્કૃષ્ટ રીતે ઉજવાય તે માટે મતદાર શું કરી શકે. ગુજરાત જ્યારથી અલગ થયું ત્યારથી એકંદરે મતદાનની ટકાવારી 50 થી 60 ટકા આસપાસ રહી. 1967ને બાદ કરતા ગુજરાતમાં સરેરાશ મતદાન 60 ટકા જેટલું રહ્યું. 2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર થયા તે સમયે રાજ્યમાં મતદાનમાં વધારો થયો જે ક્રમ 2019 સુધી જળવાઈ રહ્યો છે. પરંતુ એકંદરે ગુજરાતમાં એ તાસિર રહી કે શહેરી વિસ્તારની સરખામણીએ અંતરિયાળ વિસ્તારમાં મતદાનની ટકાવારી વધારે રહી. એક તરફ જ્યાં ભાવનગર, રાજકોટ જેવા શહેરી વિસ્તાર છે કે જ્યાં સરેરાશ મતદાન પણ 60 ટકાએ પહોંચ્યું નથી ત્યારે બીજી તરફ ભરૂચ, બારડોલી કે છોટાઉદેપુર જેવા અંતરિયાળ વિસ્તાર દરેક ચૂંટણીમાં 70 ટકાથી વધુ મતદાનના આંકડા દર્શાવતા રહ્યા. અહીં સવાલ એ છે કે લોકશાહીનું મહાપર્વ દેશ ઉજવી રહ્યો છે ત્યારે મતદાનમાં પણ ગુજરાત દાખલો બેસાડે એવું કઈ રીતે બને. સામાન્ય ગુજરાતીની મતદાનમાં ભાગીદારી કેવી રીતે વધે?, ઉમેદવાર કે પક્ષના ક્યા મુદ્દાને સરેરાશ મતદાર ધ્યાને લે છે?

7મેના રોજ મતદાન

ગુજરાતની તમામ લોકસભા બેઠક ઉપર 7મેના રોજ મતદાન છે. ગુજરાતની 5 વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ મતદાન થશે. મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થશે. મતદાનની દ્રષ્ટિએ ગુજરાત ઉદાહરણ બને એ જરૂરી છે. મતદાનમાં ગુજરાત દાખલો બેસાડશે કે કેમ?

ગુજરાતમાં કેટલું મતદાન?

2019

64.51%

2014

63.66%

2019માં 60%થી વધુ મતદાન

બનાસકાંઠા

પાટણ

મહેસાણા

સાબરકાંઠા

ગાંધીનગર

અમદાવાદ પૂર્વ

અમદાવાદ પશ્ચિમ

રાજકોટ

જામનગર

જૂનાગઢ

આણંદ

ખેડા

પંચમહાલ

દાહોદ

2019માં 70%થી વધુ મતદાન

છોટાઉદેપુર

ભરૂચ

બારડોલી

વલસાડ

2014માં 60%થી વધુ મતદાન

મહેસાણા

સાબરકાંઠા

ગાંધીનગર

અમદાવાદ પૂર્વ

અમદાવાદ પશ્ચિમ

રાજકોટ

જૂનાગઢ

આણંદ

દાહોદ

2014માં 70%થી વધુ મતદાન

વડોદરા

છોટાઉદેપુર

ભરૂચ

બારડોલી

વલસાડ

મતદારયાદીમાં નામ છે પણ વોટર ID નથી

  • આ માન્ય દસ્તાવેજથી થઈ શકશે મતદાન

PAN કાર્ડ

આધારકાર્ડ

પાસપોર્ટ

ડ્રાઈવિંગ લાયસન્સ

મનરેગા જોબકાર્ડ

શ્રમ મંત્રાલય તરફથી મળેલું આરોગ્ય વીમાકાર્ડ

ફોટો સાથેનું પેન્શનકાર્ડ

NPR તરફથી જારી કરાયેલું સ્માર્ટકાર્ડ

સરકારી કર્મચારી હોય તો કંપનીનું ફોટો ID કાર્ડ

સાંસદ, ધારાસભ્ય કે પાર્ષદ તરફથી મળેલું ઓળખપત્ર

પોસ્ટ ઓફિસ, બેંક તરફથી જારી કરાયેલી પાસબુક

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ