બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / બિઝનેસ / શોપિંગ / સોનાની ચમક ઘટી, ભાવ ઘટાડા બાદ જાણો 1 તોલા સોનાનો લેટેસ્ટ રેટ

ગોલ્ડ રેટ / સોનાની ચમક ઘટી, ભાવ ઘટાડા બાદ જાણો 1 તોલા સોનાનો લેટેસ્ટ રેટ

Last Updated: 08:52 PM, 3 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંભવિત યુદ્ધવિરામ બાદ રોકાણ માટે સુરક્ષિત સ્થાન ગણાતા સોનામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંભવિત યુદ્ધવિરામ બાદ રોકાણ માટે સુરક્ષિત સ્થાન ગણાતા સોનામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક બજારમાં નબળા વલણને કારણે શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનું રૂ. 350 ઘટીને રૂ. 72,000 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 72,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જોકે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 83,500 પર યથાવત રહ્યો હતો. HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષકએ જણાવ્યું હતું કે વિદેશમાં નરમાઈના વલણ વચ્ચે દિલ્હીમાં સ્પોટ ગોલ્ડ (24 કેરેટ) પ્રતિ 10 ગ્રામ રૂ. 72,000 રહ્યો હતો, જે અગાઉના બંધ ભાવ કરતાં રૂ. 350 ઓછો છે.

વૈશ્વિક બજારમાં પણ ઘટાડો નોંધાયો હતો

વૈશ્વિક બજારમાં કોમેક્સ (કોમોડિટી માર્કેટ)માં સ્પોટ સોનું 2,297 ડોલર પ્રતિ ઔંસ પર રહયું હતું, જે અગાઉના બંધ ભાવ કરતાં સાત ડોલર ઓછું છે. ગાંધીએ જણાવ્યું હતું કે યુએસ ફેડરલ રિઝર્વને વ્યાજદરમાં ઘટાડો કરવામાં સમય લાગશે તેવી ચિંતાને કારણે શુક્રવારે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. વ્યાજ દર ઘટાડવામાં વિલંબ ફુગાવાના જોખમોને કારણે છે. વધુમાં મૂડીરોકાણ માટે સુરક્ષિત આશ્રય ગણાતી સંપત્તિ, ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના સંભવિત યુદ્ધવિરામને પગલે સતત ઘટતી જાય છે એમ તેમણે જણાવ્યું હતું. જોકે, ચાંદીનો ભાવ નજીવો વધીને $26.50 પ્રતિ થયો હતો. છેલ્લા સત્રમાં તે 26.45 ડોલર પ્રતિ ઔંસ પર બંધ રહ્યો હતો.

જેના કારણે બુલિયનના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના કોમોડિટી રિસર્ચના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નવનીત દામાણીએ જણાવ્યું હતું કે ડેટા ફ્રન્ટ પર યુએસ ગ્રાહક વિશ્વાસ અપેક્ષા કરતાં ઓછો રહ્યો હતો, જ્યારે યુએસ સાપ્તાહિક બેરોજગારીના દાવા અને ફેક્ટરી ઓર્ડર વધુ રહ્યા હતા. આનાથી બુલિયનના ભાવ પર દબાણ જોવા મળે છે.

વધુ વાંચો: 11 દિવસમાં પૈસા ડબલ, આ શેરના રોકાણકારોને મળ્યું 100 ટકા રિટર્ન, 18ના 38 થયા ભાવ

સોનાના વાયદાના ભાવમાં ઘટાડો

નબળા હાજર માંગ વચ્ચે સટોડિયાઓએ તેમના સોદાનું કદ ઘટાડ્યું, જેના કારણે શુક્રવારે વાયદાના વેપારમાં સોનાની કિંમત રૂ. 100 ઘટીને રૂ. 70,636 પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, જૂન મહિનામાં ડિલિવરી માટેના કોન્ટ્રાક્ટની કિંમત 100 રૂપિયા ઘટીને 70,636 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. આમાં 17,808 લોટનો વેપાર થયો હતો. બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે નબળા વૈશ્વિક સંકેતો અને ઊંચા સ્તરે નફો-બુકિંગને કારણે સોનાના વાયદાના ભાવમાં ઘટાડો થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ