બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા ફોનની બેટરી વારેવારે ઉતરી જાય છે? અપનાવો આ ટ્રિક્સ આખો દિવસ જોવું નહીં પડે
Last Updated: 03:13 PM, 5 May 2024
આપણને ઘણી વખત એવું જોવા મળે છે કે આપણા સ્માર્ટફોનની બેટરી જલ્દી ખતમ થવા લાગે છે, દિવસેને દિવસે આપણા સ્માર્ટફોનની બેટરી લાઈફ ઘટી જ જાય છે. આના ઘણા કારણો હોય છે. ફોનની બોડી સ્લિમ હોવાને કારણે, સ્ક્રીનની બ્રાઈટનેસ વધુ હોવાને કારણે, પ્રોસેસર પહેલા કરતા ઝડપી હોવું, બેકગ્રાઉન્ડ સોફ્ટવેર અને ઈન્ટરનેટ કનેક્શન વગેરે જેવા કારણોસર આપણા ફોનની બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે. એવામાં આ રીતો અપનાવીને ફોનની બેટરી લાઇફ વધારી શકાય છે.
ADVERTISEMENT
Google Assistant, Apple Siri અને Samsung Bix B જેવા વૉઇસ આસિસ્ટન્ટ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. એવામાં આ આસિસ્ટન્ટ્સ હંમેશા આપણા વૉઇસ કમાન્ડ માટે એક્ટિવ રહે છે અને બેટરીને સતત ખતમ કરી નાખે છે. એવામાં તમે આ આસિસ્ટન્ટ્સને બંધ કરીને બેટરી બચાવી શકો છો.
ADVERTISEMENT
લોકેશન અને વાયરલેસ સર્વિસીસ - આજકાલ ફોનમાં લોકેશન હંમેશા ઓન રહે છે, જેનાથી ફોનની બેટરી ખૂબ જ ઝડપથી ખતમ થઈ જાય છે. આવી સ્થિતિમાં જ્યારે જરૂર ન હોય ત્યારે ફોનનું લોકેશન, બ્લૂટૂથ અને વાઇફાઇ બંધ રાખો. આ માત્ર બેટરી બચાવશે જ નહીં કરે પરંતુ તમારી સુરક્ષા માટે પણ સારું રહેશે.
બ્રાઈટનેસ ઘટાડો - ફોન પહેલા કરતા મોટા ડિસ્પ્લે સાથે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં બ્રાઈટનેસ ખૂબ વધારે હોવાને કારણે બેટરી જલ્દી ખતમ થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમે તમારા સ્માર્ટફોનની બ્રાઇટનેસ ઓછી કરીને બેટરી બચાવી શકો છો. તેનાથી તમારી આંખોને નુકસાન પણ ઓછું થાય છે.
બેકગ્રાઉન્ડ એપ્લિકેશન - બેટરી ઝડપથી ખતમ થવાના કિસ્સામાં, ફોનના બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સ અને અપડેટ્સ બંધ કરી દેવા જોઈએ. કારણ કે જ્યારે તમે તેનો ઉપયોગ ન કરતા હો ત્યારે પણ આ એપ્સ ડેટા અને બેટરીનો વપરાશ કરતી રહે છે.
વધુ વાંચો: તમારા ઘરમાં AC હોય તો ઓન કરો આ ખાસ મોડ, ઉનાળામાં પણ ઓઢવો પડશે ધાબળો
પાવર સેવિંગ મોડ - જ્યારે તમારા ફોનની બેટરી ઓછી હોય, પરંતુ તમારે ફોન પર હજુ પણ કેટલાક કામ કરવાનું બાકી છે. ત્યારે તમે તમારા ફોનને પાવર સેવિંગ મોડમાં મૂકી શકો છો. આ મોડમાં ગયા પછી, ફોન એ એપ્સના ઉપયોગને નિયંત્રિત કરે છે જે વધુ બેટરી વાપરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT