ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / tax-free-rs-20-lakh-gratuity-for-employees-a-reality-soon

NULL / નોકરી કરતા લોકો માટે ખુશખબર આટલા રૂપિયા સુધીની ગ્રેચ્યુટીની રકમ ટેક્સ ફ્રી

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

કામ કરનારા તમામ કર્ચમારીઓ માટે એક ખુશખબર છે. વાસ્તવમાં  પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી અમેડમેન્ટ બિલ-2017 આગામી બજેટ સત્રમાં પસાર કરવામાં આવી શકે છે.જેના કારણે ફોર્મલ સેક્ટરમાં કામ કરતા કામદારોને રૂ. 20 લાખ સુધીની ટેક્સ ફ્રી ગ્રેચ્યુટી રકમ મળી શકે છે. હાલ ફોર્મલ સેક્ટરમાં 5 વર્ષ કે તેનાથી વધુ એક જ કંપનીમાં કામ કરવા પર વ્યક્તિને જોબ છોડવા પર અથવા પેન્શન તરીકે ટેક્સ ફ્રી રૂ. 10 લાખ મળે છે. આ સુવિધા તેમણે નોકરી છોડ્યા પછી પેન્શનના સમયે મળે છે.

એક સૂત્રોનુસાર ધ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી(અમેડમેન્ટ) બિલ-2017 મહિનાના અંતમાં શરુ થનાર સંસદના બજેટ સત્રમાં પાસ થઈ શકે છે.'' તેમણે વધુમાં કહ્યું કે ''સરકાર ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરના કામદારોને ટેક્સ ફ્રી રૂ.20 લાખ સુધીની ગ્રેચ્યુટી રકમ આપવા માગે છે.'' ઉલ્લેખનીય છે કે આ બિલ ગત મહિને સંસદના શિયાળું સત્રમાં લોકસભામાં રજૂ કરવામાં આવ્યુ હતુ. એકવાર બિલ સંસદમાં પાસ થઈ જશે પછી સરકારને ટેક્સ ફ્રી ગ્રેચ્યુટીની માત્રા નક્કી કરવા માટે ફરી કોઈ પ્રક્રિયા કરવી પડશે નહીં.

બિલ દ્વારા સરકારને સત્તા મળશે કે તે મેટરનિટી લીવ અને ગ્રેચ્યુટીના સમયગાળાને નોટિફાય કરી શકે અને કામદારો તેનો ફાયદો કેન્દ્ર સરકારના નિયમ અંતર્ગત લઈ શકશે. 18 ડિસેમ્બર 2017ના રોજ કેન્દ્રીય શ્રમ પ્રધાન સંતોષ કુમાર ગંગવારે આ બિલ રજૂ કર્યું હતું.

'ધ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ 1972'ને ફેક્ટરી ખાણ તેલક્ષેત્ર પ્લાન્ટેશન પોર્ટ્સ રેલવેની કંપનીઓ અને દુકાનો તથા અન્ય કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને ગ્રેચ્યુટી મળે તે માટે લાવવામાં આવ્યો હતો. 

આ કાયદા મુજબ જે કર્મચારીએ એક જ સંસ્થાનમાં એક સરખા પાંચ વર્ષ કામ કર્યું હોય તો તેને ગ્રેચ્યુટીનો ફાયદો મળે છે. જોકે આ માટે વ્યક્તિની કંપનીમાં 10 કે તેથી વધુ લોકો હોવા જોઈએ. આ સાથે જ આ બિલથી કેન્દ્ર સરકારને અધિકાર મળશે કે તે હાલ મહિલા કર્મચારીને મળતી 12 સપ્તાહની મેટરનિટી લીવ બાદ પણ વધારાની લીવને ચાલુ નોકરીમાં ગણી શકશે. જેનાથી ગત વર્ષે આવેલા મેટરનિટી બેનેફિટ(અમેડમેન્ટ) એક્ટ 2017ના ડ્રોપબેકને દૂર કરાશે.

જાણો ક્યારે મળે છે ગ્રેચ્યુટીની પેમેન્ટ:

સામાન્ય રીતે કર્મચારીના રિટાર્મેન્ટ વખતે ગ્રેચ્યુટીની પેમેન્ટ કરવામાં આવે છે. જોકે આ સિવાય અન્ય કેસમાં પણ કર્મચારીને ગ્રેચ્યુટીનો લાભ મળે છે. 

પેન્શનની સ્થિતિમાં

જો તે ઓર્ગેનાઇઝેશનમાં 5 વર્ષ સુધી કામ કર્યા પછી રાજીનામું આપી દે.

ઓર્ગેનાઇઝેશનમમાં જો કોઇ કર્મચારી 5 વર્ષ પૂરા નથી કરતો અને તે વચ્ચે તેનું મૃત્યુ થઇ જાય છે ત્યારે પણ તેના પરિવારને ગ્રેચ્યુટીની રાશિ મળે છે.

ઓર્ગેનાઇઝેશનમાં 5 વર્ષના કાર્યકાળ પૂરો ન થાય તે પહેલા કોઇ ઘટના બને જેમાં તે બિમારીનો શિકાર બની જાય તો તેને ગ્રેચ્યુટીનો લાભ મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ