બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / વડોદરા / Strict action will be taken against those who cause accidents on Vadodara Akota Bridge

કાર્યવાહી / બેફામ ડ્રાઈવિંગ કરનારા ચેતજો, એક્સિડન્ટ કરશો તો પોલીસ કરશે કડક કાર્યવાહી

Vishal Khamar

Last Updated: 01:00 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાનાં અકોટા બ્રિજ પર ગત રોજ સર્જાયેલા અકસ્માતને લઈ પોલીસ દ્વારા કાર ચાલક સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસ દ્વારા આરોપીનું લાયસન્સ રદ્દ કરવા માટે RTO ને પત્ર લખશે. કાર ચાલકનાં રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાશે.

વડોદરાનાં અકોટા બ્રિજ પર અકસ્માતને લઈ પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી કલ્પ પંડ્યાનું લાયસન્સ રદ્દ કરવા તજવીજ હાથ ધરી છે. પોલીસ લાયસન્સ રદ્દ કરવા આરટીઓને પત્ર લખશે. ત્યારે કાર ચાલક કલ્પ પંડ્યાનો દારૂનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આરોપીનાં પિતા ઓમાનથી આવતા પોલીસે તેમનું પણ નિવેદન લીધું છે. કાર ચાલક કલ્પ પંડ્યાનાં રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાશે. આરોપી અને તેની મંગેતરનાં પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. આરોપી અને તેની મંગેતર વચ્ચે ઝઘડો થતાં આરોપીએ પુરપાટ ઝડપે કાર ચલાવી હતી. આરોપીએ બ્રિજ પર બેઠેલા ચાર લોકોને અડફેટે લેતા યુવકનું મોત થયું હતું. 

પૂછપરછમાં મંગેતર સાથે બોલાચાલી થતા અકસ્માત સર્જાયો
વડોદરાના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર શુક્રવારે સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક કલ્પ કનક પંડ્યાએ ત્રણ યુવતી અને એક યુવકને અડફેટે લીધા હતા. ઘટનામાં 24 વર્ષીય આકાશ રાકેશ ચોમલનું મોત થયું હતું. પોલીસે ગુનાની તપાસ કરવા માટે કલ્પના પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અકોટા પોલીસે કલ્પને કોર્ટમાં રજૂ કરી તે દારૂ ક્યાંથી અને કોણી પાસે લાવ્યો હતો? તેવા મુદ્દા રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે અકસ્માતને લઈ ક્લપની પૂછપરછમાં તેણી મંગેતર સાથે બોલાચાલી થતી હોવાના દરમિયાન અકસ્માત થઈ ગયો હોવાનું જણાવ્યું હતું

વધુ વાંચોઃ ગુજરાતથી UP-બિહાર જનારા લોકો માટે સારા સમાચાર, પશ્ચિમ રેલવે શરૂ કરી 5 સ્પેશિયલ ટ્રેન, જુઓ ટાઈમ ટેબલ

6 દિવસની સારવાર બાદ મોત
રાજ્ય અને દેશના લોકોને ઝડપી આરોગ્યની સુવિધા માટે 108ની શરૂઆત કરવામાં આવી છે. ઈમરજન્સીના સમયમાં ફોન કરવાથી ગણતરીના સમયમાં એમ્બ્યુલન્સ દર્દી સુધી પહોંચે છે. જો કે, ક્યારેક આ એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકતી નથી. જેના કારણે દર્દીએ જીવ પણ ગુમાવવાનો વારો આવે છે. આવી જ એક ઘટના 16 એપ્રિલે અમદાવાદના રિલીફ રોડ પર બની હતી. રિલીફ રોડ પરથી ધનાસુથારની પોળમાં સમીર વ્યાસ નામના દર્દીની તબિયત લથડી હતી. જેથી 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. જો કે, દર્દીને લઈને જનારી એમ્બ્યુલન્સ રિલીફ રોડ પર ટ્રાફિકમાં ફસાઈ હતી. જેના કારણે દર્દી સમયસર હોસ્પિટલ પહોંચી શક્યો નહતો. જે બાદ આ દર્દી કોમામાં ગયો હતો. જેથી હોસ્પિટલમાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. જો કે, 6 દિવસની સારવાર બાદ સમીર વ્યાસ નામના આ દર્દીનું મોત થયું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ