બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ગુજરાત / રાજકોટ / કોઇકે 3 લાખ ખર્ચ્યા, ક્યાંક ઢોલ-નગારા સાથે એન્ટ્રી મારી, તો રાજકોટમાં સાફા સાથે લોકો પહોંચ્યા મતદાન કરવા

લોકસભા ચૂંટણી 2024 / કોઇકે 3 લાખ ખર્ચ્યા, ક્યાંક ઢોલ-નગારા સાથે એન્ટ્રી મારી, તો રાજકોટમાં સાફા સાથે લોકો પહોંચ્યા મતદાન કરવા

Last Updated: 03:12 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યમાં ઘણી જગ્યાએ મતદાન કેન્દ્ર પર ભૂલ સામે આવવા પામી છે. તો કેટલાક એનઆરઆઈ ગુજરાતીઓ પણ પોતાનો કિંમતી મત આપવા માટે માદરે વતન આવી પહોંચ્યા હતા. રાજ્યમાં અનેક જગ્યાએ મહિલા સખી મતદાન મથક પણ ઉભા કરવામાં આવ્યા હતા.

મતદાન કેન્દ્ર પર ચૂંટણી પંચની ભૂલ સામે આવી છે. પત્નિનું મતદાન કેન્દ્ર રાયસણ તો પતિનું મતદાન કેન્દ્ર મોટેરા છે. 2 મહિનાં પહેલાં જ અમદાવાદનાં બોપલથી ટ્રાન્સફર થયેલા મતદારોમાં ભૂલ સામે આવી હતી. પતિ-પત્નિનાં મતદાન કેન્દ્ર અલગ તો પુત્રીનું મતદાર યાદીમાં નામ ન ચઢી શક્યું હતું.

અમેરિકાથી મતદાન કરવા માટે પહોંચી યુવતી

બનાસકાંઠામાં એનઆરઆઈ યુવતીએ મતદાન કર્યું હતું. અમેરિકાથી મતદાન કરવા માટે યુવતી માદરે વતન પહોંચી હતી. ડીસાની ગુલબાનીનગર પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. પોતાનાં એક મત માટે ત્રણ લાખની ટિકિટનો ખર્ચ કરી યુવતી મતદાન કરવા આવી હતી. ડીસામાં અમેરિકાથી મતદાન કરવા માટે આવેલી યુવતીનું પોલિંગ બુથ પર સ્વાગત કરાયું હતું.

vlcsnap-2024-05-07-11h28m10s736

સંતોએ લાઈનમાં ઉભા રહી મતદાન કર્યું

ખેડામાં વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતોએ મતદાન કર્યું હતું. સંતોએ લાઈનમાં ઉભા રહી મતદાન કર્યું હતું. સંતોએ પ્રેકર મતદાન કરી લોકોને મતદાન કરવા અપિલ કરી હતી.

vlcsnap-2024-05-07-11h29m51s733

તુષાર વર્મા ગરીબ બાળકોને મફતમાં શીખવે છે

ખેડામાં દિવ્યાંગે મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. દિવ્યાંગ ડાન્સ માસ્ટર તુષાર વર્માએ મત આપ્યો હતો. સેવાલિયા ગામની પ્રાથમિક શાળામાં તુષાર વર્માએ મતદાન કર્યું હતું. તુષાર વર્માં ગરીબ બાળકોને મફતમાં ડાન્સ શીખવે છે.

vlcsnap-2024-05-07-11h40m04s320

કેસરી ઝભ્ભા અને કેસરી સાફા સાથે લોકોએ મતદાન કર્યું

રાજકોટનાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. કેસરી ઝભ્ભા અને કેસરી સાફા સાથે લોકોએ મતદાન કર્યું હતું. શ્રી રાજ રેસિડેન્સીનાં લોકોએ ઢોલ નગારા સાથે મતદાન કર્યું હતું. ધારાસભ્ય રમેશ ટીલાળા, ભરત બોઘરા અને પરેશ ગજેરાએ મતદાન કર્યું હતું.

vlcsnap-2024-05-07-11h40m35s481

મહિલા સંચાલિત મતદાન મથક

બોટાદ ખાતે મહિલા સંચાલિત મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું. મહિલાઓ દ્વારા આ મતદાન મથકને શણગારવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા મહિલા સંચાલિત મતદાન મથકમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી.

01

મોડલ મતદાન મથક ઉભું કરાયું

મહિસાગરનાં લુણાવાડા ખાતે મોડેલ મતદાન મથક બનાવવામાં આવ્યું છે. જ્યાં મત આપવા આવતી મહિલાઓ સાથે બાળકોને લઈને આવતી હોય છે. ત્યારે બાળકોને રમવા માટેની વ્યવસ્થા પણ મતદાન મથક પર કરવામાં આવી છે.

02

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ