બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Extra / sbi-minimum-balance-rules-with-penalty-for-insufficient-balance-continues

NULL / SBIના ગ્રાહકો માટે ખરાબ સમાચાર મિનિમમ બેલેન્સ પર લાગી શકે છે આટલી પેનલ્ટી

vtvAdmin

Last Updated: 05:50 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ન્યુનત્તમ બેલેન્સ પર રાહતની આશા રાખનારા SBIના ગ્રાહકો માટે ખરાબ સમાચાર છે. SBIના ખાતા ધારકો નક્કી કરેલું ઓછામાં ઓછું બેલેન્સ જાળવશે નહીં તો તેમણે પેનલ્ટી ચૂકવવી પડશે. દેશની સૌથી મોટી બેંકના ખાતા ધારકો માટે પહેલાની જેમ મિનિમમ બેલેન્સ માટે જરૂરી નિયમ લાગુ પડશે. જોકે આ નિયમો અલગ-અલગ પ્રકારની બ્રાન્ચમાં અલગ-અલગ હશે. મિનિમમ બેલેન્સના કિસ્સામાં કોના ખાતામાં કેટલી પેનલ્ટી લાગશે તે તો સરેરાશ મિનિમમ બેલેન્સ પર નિર્ભર કરશે.

ન્યુનત્તમ બેલેન્સની શરત મામલે SBIએ પોતાની શાખાઓને 4 પ્રકારમાં વિભાજીત કરી છે. મેટ્રો રૂરલ અર્બન અને સેમી અર્બન. અર્બન અને મેટ્રો બ્રાન્ચોના ખાતા ધારકો પર પહેલાની જેમ 3000 રૂપિયા ન્યુનત્તમ અને સરેરાશ બેલેન્સનો નિયમ લાગુ રહેશે.  

આ પહેલા એવી આશા હતી કે સરકારના દબાવમાં SBIએ મિનિમમ બેલેન્સની શરતોમાં રાહત આપી શકે છે. આ પહેલા કહેવામાં આવ્યુ હતુ કે બેંક મિનિમમ બેલેન્સની લગભગ 1000રૂપિયા કરી શકે છે. SBIએ ગયા વર્ષે જૂન મહિનામાં ન્યુનત્તમ બેલેન્સ વધારી 5000 રૂપિયા કર્યુ હતું. જોકે બાદમાં ન્યુનત્તમ બેલેન્સને મેટ્રો શહેરમાં ઘટાડી 3000 સેમી-અર્બનમાં 2000 અને ગ્રામ્ય ક્ષેત્રોમાં 1000 રૂપિયા કરવામાં આવ્યું હતું. સગીરો અને પેન્શનરો માટે આ મર્યાદામા ઘટાડો કર્યો હતો. પેનલ્ટીને 25-100થી ઘટાડી 20-50 રૂપિયાની રેન્જમાં લાવવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે SBIમાં ન્યૂનત્તમ બેલેન્સની મર્યાદા બીજી જાહેરક્ષેત્રની બેંકો કરતા વધુ અને મોટી ખાનગી બેંકોથી ઓછી છે. ICICI HDFC કોટક અને AXIS બેંકની મેટ્રો એકાઉન્ટમાં ન્યૂનત્તમ બેલેન્સ મર્યાદા રૂ. 10 000 છે. 

હાલમાં SBIએ એપ્રિલ અને નવેમ્બર 2017ની વચ્ચે ન્યૂનત્તમ બેલેન્સ નહીં જાળવવાને કારણે ગ્રાહકો સાથે 1172 કરોડ રૂપિયા દંડ પેટે વસૂલ્યા હતાં.

આટલી પેનલ્ટી ચૂકવવી પડશે:

મેટ્રો અને શહેરી શાખાઓમાં ન્યૂનત્તમ બેલેન્સ નહીં જાળવવા પર 30 થી 50 રૂપિયાની વચ્ચે પેનલ્ટીની સાથે તેની પર જીએસટી પણ ચૂકવવો પડશે. અર્ધ શહેરી અને ગ્રામ્ય શાખાઓ માટે પેનલ્ટી 20 રૂપિયાથી લઇ 40 રૂપિયા સુધી જીએસટી છે. જોકે ન્યૂનત્તમ બેલેન્સ કેટલું છે તેની પર આ દંડ નક્કી થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ