ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / sbi-home-loan-no-processing-fee-till-march-18

NULL / SBI તરફથી હોમ લોન પર 31 માર્ચ સુધી મળી રહ્યુ છે ડિસ્કાઉન્ટ

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જો તમે નવું ઘર ખરીદવા માટે હોમ લોન લેવાની તૈયારી કરી રહ્યા છો તો SBI તમને એક ખાસ ઑફર આપી રહી છે. SBIની તરફથી મળી રહેલી આ ભેટને કારણે તમે લોન માટે આપનારા ચાર્જ પર રાહત મેળવી શકો છો. આ ડિસ્કાઉન્ટને કારણે તમે 10000 રૂપિયા બચાવી શકો છો. આ ડિસ્કાઉન્ટનો ફાયદો લેવા માટે તમારી પાસે 31 માર્ચ સુધીનો સમય છે. જાણો કઇ રીતે મળશે આ ડિસ્કાઉન્ટ અને કેવી રીતે લઇ શકશો આ ડિસ્કાઉન્ટનો ફાયદો

ભારતીય સ્ટેટ બેંકે હોમ લોન પર વસૂલવામાં આવતી પ્રોસેસિંગ ફીઝ પર આપવામાં આવી રહેલા ડિસ્કાઉન્ટને 31 માર્ચ સુધી વધારી દીધું છે. પહેલા આ ડિસ્કાઉન્ટ માત્ર 31 ડિસેમ્બર સુધી  જ આપવામાં આવતું હતુ આ ઑફરનો ફાયદો એ હશે કે જો તમે SBIથી 31 માર્ચ સુધી હોમ લોન લઇ રહ્યા છો તો તમારે પ્રોસેસિંગ ફી નહી આપવાની રહે. SBIની તરફથી નવા વર્ષમાં આપવામાં આવેલી આ ભેટ તે લોકોને પણ મળશે જેમણે બીજા  બેંકમાંથી લોન લીધી હોય અને તેઓ SBIમાં સ્વિચ કરી રહ્યા છે.

SBI ના વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર બેંક ખાસ કરીને લોન અમાઉન્ટ 0.30% પ્લસ ટેક્સ પ્રોસેસિંગ ફીઝ તરીકે વસૂલે છે. જે મિનિમમ 2000 રૂપિયા અને ટેક્સ મેક્સિમમ 10000 રૂપિયા અને ટેક્સ હોય છે.

નવા વર્ષમાં આ સિવાય SBIએ એક બીજી પણ ભેટ આપી છે. જેમાં વ્યાજ દરમાં  0.30% ધટાડો કરવામાં આવ્યો છે. SBIએ બેઝ રેટ આધારિત વ્યાજ દરોમાં 1 જાન્યુઆરી 2018થી ઘટાડો કરી દીધો છે. બેંકે આ બેંચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ એટલે કે BPLR આધારિત લોનના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ