બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
VTV / ભારત / સૈમ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, રંગભેદ વિવાદ નડ્યો
Last Updated: 07:38 PM, 8 May 2024
રંગભેદી નિવેદનના વિવાદ બાદ સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જયરામ રમેશે આ માહિતી આપી હતી. તેણે X પર લખ્યું- 'પિત્રોડાએ પોતાની મરજીથી રાજીનામું આપ્યું છે, જેને સ્વીકારી લેવામાં આવ્યું છે. તાજેતરમાં વંશીય ટિપ્પણી કરવાને કારણે વિવાદમાં આવેલા સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. X પર પોસ્ટ કરતી વખતે જયરામ રમેશે માહિતી આપી હતી કે સામ પિત્રોડાએ પોતાની મરજીથી આ પદ પરથી રાજીનામું આપ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સામ પિત્રોડાએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ભારતીયોની વિવિધતાનો ઉલ્લેખ કરતા આ ટિપ્પણી કરી હતી. તેઓ ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ પર પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે ઉત્તર ભારતના લોકો ગોરા જેવા દેખાય છે, જ્યારે પૂર્વ ભારતના લોકો ચીની જેવા દેખાય છે. આ નિવેદનમાં આગળ પિત્રોડાએ કહ્યું કે દક્ષિણ ભારતના લોકો આફ્રિકન જેવા દેખાય છે અને પશ્ચિમ ભારતના લોકો આરબ લોકો જેવા દેખાય છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારત જેવા વિવિધતાવાળા દેશમાં આજે પણ બધા એક સાથે રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT