બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ભારત / વિશ્વ / 'ભારત પર આરોપ મુકવો તેમની રાજકીય મજબૂરી' એસ. જયશંકરે નિજ્જર હત્યા કેસમાં પીએમ ટ્રુડોને રોકડું પરખાવ્યું

નિવેદન / 'ભારત પર આરોપ મુકવો તેમની રાજકીય મજબૂરી' એસ. જયશંકરે નિજ્જર હત્યા કેસમાં પીએમ ટ્રુડોને રોકડું પરખાવ્યું

Priyakant

Last Updated: 01:36 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Canada Latest News :એસ. જયશંકરનું મોટું નિવેદન, કેનેડામાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે મોટાભાગે ત્યાંની આંતરિક રાજનીતિને કારણે છે અને તેને ભારત સાથે કોઈ લેવાદેવા નથી

India Canada News : કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ બાદ આ મામલો ફરી એકવાર ચર્ચામાં છે. વાત જાણે એમ છે કે, કેનેડા આ મામલે ભારત પર આરોપ લગાવી રહ્યું છે, જ્યારે આ મામલે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરની પ્રતિક્રિયા પણ સામે આવી છે. જયશંકરે કહ્યું કે, કેનેડામાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે મોટાભાગે ત્યાંની આંતરિક રાજનીતિને કારણે છે અને તેને ભારત સાથે કોઈ લેવાદેવા નથી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો શા માટે ભારતની ટીકા કરી રહ્યા છે તે પ્રશ્નના જવાબમાં જયશંકરે આ વાત કહી. અહીં વરિષ્ઠ પત્રકારો સાથે વાત કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે, દેશને 'વિકસિત ભારત' બનાવવા માટે વિવિધ ક્ષેત્રોમાં સુધારા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા મજબૂત અને સક્રિય નેતાની જરૂર છે.

ભારતીય વિદેશ મંત્રીએ કહ્યું કે, વૈશ્વિક સ્તરે ભારતની છબી હવે પહેલા કરતા ઘણી સારી છે... કેનેડા એક અપવાદ છે. તમે જોયું હશે કે વિવિધ દેશોના નેતૃત્વ ભારત અને તેના વડાપ્રધાનની પ્રશંસા કરે છે. તેમણે કહ્યું કે ખાલિસ્તાન સમર્થકોનો એક વર્ગ કેનેડાની લોકશાહીનો ઉપયોગ કરી રહ્યો છે, લોબી બનાવી રહ્યો છે અને વોટ બેંક બની રહ્યો છે. જયશંકરે ટ્રુડોને ઘેર્યા હતા. તેમણે કહ્યું કે, અમે તેમને ઘણી વખત કહ્યું છે કે તેઓ એવા લોકોને વિઝા, માન્યતા અથવા રાજકીય ક્ષેત્રે સ્થાન ન આપે જેઓ તેમના (કેનેડિયનો માટે) અને અમારા માટે અને અમારા સંબંધોમાં સમસ્યા ઊભી કરી રહ્યા છે, પરંતુ કેનેડિયન સરકારે કંઈ કર્યું નથી. તેમણે કહ્યું કે, ભારતે 25 લોકોના પ્રત્યાર્પણની માંગ કરી હતી જેમાંથી મોટાભાગના ખાલિસ્તાન સમર્થકો છે પરંતુ તેઓએ કોઈ ધ્યાન આપ્યું નથી.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના વડા પ્રધાન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં 'સંભવિત રીતે' ભારતીય એજન્ટો સામેલ હોવાનો આરોપ મૂક્યો હતો ત્યાર બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા હતા. ભારતે ટ્રુડોના આરોપોને ફગાવી દીધા હતા. વિદેશ મંત્રીએ કહ્યું, કેનેડાએ કોઈ પુરાવા આપ્યા નથી. તેઓ કેટલાક કેસમાં અમારી સાથે કોઈ પુરાવા શેર કરતા નથી પોલીસ એજન્સીઓ અમને સહકાર આપતી નથી. ભારતને દોષ આપવો એ તેમની રાજકીય મજબૂરી છે. કેનેડામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તેઓ વોટ બેંકની રાજનીતિ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભારતના વડા પ્રધાનનું ઘણા દેશોના વડાઓ દ્વારા ખૂબ સન્માન કરવામાં આવે છે.

આ સાથે જયશંકરે કહ્યું, તાજેતરમાં પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં એક દેશના વડા પ્રધાને મોદીના પગ સ્પર્શ્યા જ્યારે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને મોદીને 'બોસ' કહ્યા. (યુએસ) પ્રમુખ (જો) બિડેન પણ મોદીની લોકપ્રિયતાનું કારણ જાણવા માંગતા હતા. તેમણે કહ્યું, 'મોદીજી (કેન્દ્રમાં સત્તામાં આવ્યા) પછી વસ્તુઓ બદલાઈ ગઈ છે. તમે ઉરી, બાલાકોટ જોયું. તેથી અમે આજે ખૂબ જ સ્પષ્ટ કર્યું છે કે, પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદના કોઈપણ ખતરા, સરહદ પારના આતંકવાદનો ભારત તરફથી યોગ્ય જવાબ મળશે.

ચીન સાથેના સીમા વિવાદ પર જયશંકરે કહ્યું, છેલ્લા ચાર વર્ષોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર મોટી સંખ્યામાં સૈનિકો એકઠા કરીને અમારા પર દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમે આનો જોરદાર જવાબ આપ્યો છે. આજે ભારતીય સેનાના હજારો સૈનિકો ચીન સાથે LAC પર તૈનાત છે. અમે ખૂબ જ સ્પષ્ટ છીએ, અમે મજબૂત છીએ, અમે તૈનાત છીએ. ભારતીય ક્ષેત્ર પરના વિવાદિત વિસ્તારોને દર્શાવતા નકશા ધરાવતા 100 રૂપિયાની નોટને ચલણમાંથી હટાવવાના નેપાળ સરકારના પગલા પર જયશંકરે કહ્યું કે, જમીન પર પરિસ્થિતિ બદલાવાની નથી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ