ગાંધીનગરઃ રાજ્યમાં વિજય રૂપાણીની સરકાર આજે શપથગ્રહણ કરશે. વિજય રૂપાણીની સરકારમાં 19 મંત્રીઓ શપથ લેશે. વિજય રૂપાણી મુખ્યમંત્રી પદના શપથ લેશે. તો નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે.
ગાંધીનગરમાં ભવ્ય સમારોહમાં વિજય રૂપાણી સરકારના 19 મંત્રીઓ શપથ લેશે. ટીમ રૂપાણીમાં 6 પાટીદાર નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. 3 ક્ષત્રિય અને 2 આદિવાસી જ્યારે 1 દલિત ચહેરાને સ્થાન અપાયું છે. અમદાવાદના 3 ધારસભ્ય મંત્રી પદના શપથ લેશે.
વિજય રૂપાણીના મંત્રી મંડળમાં નેતા પર નજર કરીએ તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નારણપુરાના કૌશિક પટેલ વટવાના ધારાસભ્ય પ્રદિપસિંહ જાડેજા આર.સી. ફળદુ દિલીપ ઠાકોર જેતપુરના જયેશ રાદડિયા પરસોત્તમ સોલંકી અંજારના ધારાસભ્ય વાસણ આહિર સુરતના કુમાર કાનાણી ભાવનગરના વિભાવરીબેન દવેને મંત્રી પદમાં સમાવાશે.
આ ઉપરાંત સૌરભ પટેલ બચુ ખાબડ થરાદના ધારાસભ્ય પરબત પટેલ બારડોલીના ઈશ્વર પરમાર અંકલેશ્વરના ઈશ્વર પટેલ રમણ પાટકર ગણપત વસાવા અને હાલોલના જયદ્રથસિંહ પરમાર મંત્રી પદના શપથ લેશે.
વિજયના મહારથી
- વિજય રૂપાણી
- નીતિન પટેલ
- ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
- કૌશિક પટેલ
- ગણપત વસાવા
- જયેશ રાદડિયા
- આર.સી. ફળદુ
- સૌરભ પટેલ
- ઈશ્વર પરમાર
- દિલીપ ઠાકોર
- પ્રદિપસિંહ જાડેજા
- પરસોત્તમ સોલંકી
- વાસણ આહિર
- કુમાર કાનાણી
- વિભાવરીબેન દવે
- બચુ ખાબડ
- પરબત પટેલ
- ઈશ્વર પટેલ
- રમણ પાટકર
- જયદ્રથસિંહ પરમાર