બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Extra / provide-doorstep-banking-to-those-above-70-by-dec-31-rbi

NULL / તો હવે ગ્રાહકોને ઘર બેઠાં જ મળશે બેંકિંગની સુવિધા

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

70 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના વુદ્ઘો અને દિવ્યાંગોને ટૂંક સમયમાં તેમના ઘર પર જ બેંકિંગ  સુવિધા મળશે. ભારતીય રિઝર્વ બેંકે ગુરુવારે બેંકોને આદેશ આપ્યો છે કે 70 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના વુદ્ઘો અને શારિરીક રૂપથી અક્ષમ લોકોને તેમના ઘરે થઇને સામાન્ય બેંકિંસ સુવિધા આપવામાં આવે. બેંકોને આને અમલમાં લાવવા માટે 31 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

બેંકોંને આદેશ આપવામાં આવ્યો છે કે એવા લોકોના કેશની લેવડદેવડ ચેકબુક અને ડિમાન્ડ ડ્રાફ્ટ જેવી સુવિધાઓ ઘર સુધી આપવામાં આવે. નોટિફિકેશનમાં RBI દ્વારા કહેવામાં આવ્યુ છે કે   એવું જોવા મળ્યુ છે કે કેટલીક વખત કેટલીક બેંકોની બ્રાંચોમાં સીનિયર સિટીઝન અને દિવ્યાંગોને હતોત્સાહિત કરવામાં આવતા હોય છે. આ બધી મુશ્કેલીને ધ્યાનમાં રાખતા બેંકોંને સલાહ આપવામાં આવી છે કે તેઓ બેંકિંગની અમુક સુવિધાઓ આપવા માટે સયુંક્ત રૂપથી કામ કરે. '' RBIનો આ આદેશ બેંકો ઉપરાંત સ્મોલ ફાયનાન્સ અને પેમેન્ટ્સ બેંકો માટે પણ છે.

વિશેષ ગ્રાહકોને ઘર પર જે સુવિધા આપવામાં આવશે તેમાં રોકડ જમા કરાવવી ડિમાન્ડ ડ્રાફ્ટની ડિલિવરી KYC ડોક્યુમેન્ટસ અને લાઇફ સર્ટિફિકેશન પ્રાપ્ત કરવાનું શામેલ છે. બેંકોંને 31 ડિસેમ્બર 2017 સુધી આ નિયમ લાગૂ કરવાનું જણાવવામાં આવ્યુ છે અને સાથે જ પોતાની બેંકની બ્રાંચ અને વેબસાઇટ પર આ અંગેની જાણકારી આપવાની રહેશે.

નોટિફિકેશનમાં આગળ જણાવવામાં આવ્યું છે કે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જીવન પ્રમાણયોજના ઉપરાંત પેન્શનર્સ લાઈફ સર્ટિફિકેટને પેશન ચુકવનારી બેંકની કોઈપણ બ્રાન્ચમાં જમા કરાવી શકાય છે. RBIએ બેંકોને કહ્યું છે કે તમામ સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર્સને દર વર્ષે ઓછામાં ઓછા 25 ચેકવાળી ચેકબુક મફતમાં ઉપલબ્ધ કરાવે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ