બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / મનોરંજન / બોલિવૂડ / મૂવી સમીક્ષા / Prabhas Shruti hasan Salaar Film is released read the review

સાલાર રિવ્યૂ / કેવી છે પ્રભાસની ફિલ્મ 'સાલાર', જોવા જેવી ખરી? સ્ટોરી એવરેજ પણ એક્ટિંગ દમદાર, જાણી લો રિવ્યૂ

Vaidehi

Last Updated: 05:04 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રભાસની ફિલ્મ 'Salaar' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. એડવાંસ બુકિંગનાં મામલામાં ડંકીને પાછળ મૂકનારી સલારનો ભારે ક્રેઝ દર્શકોમાં જોવા મળી રહ્યો છે.

  • પ્રભાસની ફિલ્મ સલાર સિનેમાઘરોમાં રિલીઝ
  • એડવાંસ બુકિંગનાં મામલામાં ડંકીને પણ પાછળ મૂક્યુ
  • મૂવીમાં 2 મિત્રોની કહાની, શાનદાર એક્ટિંગ અને મ્યૂઝિક

આજકાલ સાઉથની ફિલ્મો જોતા પહેલા એ વાતનું કંફ્યૂઝન હોય છે કે શું આ ફિલ્મમાં સંપૂર્ણ કહાની જોવા મળશે કે બીજા પાર્ટની રાહ જોવી મળશે. KGF હોય કે પુષ્પા, મેકર્સે ફિલ્મનો બીજો પાર્ટ રિલીઝ કરવામાં 2 વર્ષોનો સમય લઈ લીધો. આ જ કારણે સલાર જોવા માટે દર્શકોમાં એક્સાઈટમેંટની સાથે-સાથે થોડું કંફ્યૂઝન પણ હતું.  પણ હવે એ કંફ્યૂઝન પણ દૂર થયું છે. સલાર ફિલ્મની સ્ટોરી પણ આ ફિલ્મમાં પૂરી થતી નથી. આ કહાની પૂરી થતી જોવા માટે તમારે બીજો પાર્ટ જોવો પડશે. 

પ્રભાસની આ ફિલ્મમાં પૃથ્વીરાજની એક્ટિંગ તમારું દિલ જીતી લેશે પણ તેમને જોવા માટે તમારે રાહ જોવી પડશે. સલારની સ્ટોરી કંઈ નવી નથી..2 મિત્રોની વચ્ચેની સ્ટોરી કે જે આપણે વર્ષોથી સાંભળતા આવ્યાં છીએ એવું જ કંઈક છે. પણ આ સ્ટોરીને જે ટ્રીટમેંટ આપવામાં આવી છે તે જોવા માટે તમારે જરૂરથી જવું જોઈએ. જો તમે KGF ફ્રેંચાઈઝીનાં ફેન છો તો તમને હોમબ્લેની આ ફિલ્મ સલાર પણ ખુબ ગમશે. 

સ્ટોરી 
આ કહાનીની શરૂઆત 2 મિત્રોની ગાઢ મિત્રતાથી થાય છે. જે પોતાના મિત્ર માટે પોતાનું બધું જ ન્યોચ્છાવર કરવા માટે તૈયાર છે. કહાની લીપ સાથે આગળ વધે છે જ્યારં વર્ષ 2017માં આદ્યા પોતાના પિતા કૃષ્ણકાંતને જણાવ્યા વિના ન્યૂયોર્કથી ભારત આવી જાય છે. કારણકે 7 વર્ષો પહેલા આદ્યાનાં પિતાની ભૂલનાં કારણે તેને ખાનસરનાં લોકોથી ખતરો થયો હતો તેથી તેની સુરક્ષા માટે આદ્યાને દેવા( પ્રભાસ) પાસે લઈ આવવામાં આવે છે. આ બાદ કહાનીમાં ટ્વિસ્ટ આવે છે અને બંને મિત્રોની જંગ શરૂ થાય છે.

એક્ટિંગ 
પ્રભાસે આ ફિલ્મને પોતાની એક્ટિંગથી ન્યાય અપાવવાનો પ્રયાસ કર્યો છે. એક્શન સીનમાં તેઓ નેચરલ દેખાયા. પૃથ્વીરાજ હંમેશાની જેમ જ શાનદાર દેખાયા છે. પેન ઈન્ડિયા ઓડિયંસે અત્યાર સુધી તેમને હીરો તરીકે જ જોયા છે પણ આ ફિલ્મમાં તેમનો કેરેક્ટર બ્લેક એન્ડ વાઈટ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ