બ્રેકિંગ ન્યુઝ
VTV / Technology / paytm-launches-inbox-in-app-with-whatsapp-like-chat-features
Paytmએ 'ઇનબૉક્સ' લોન્ચ કરી દીધું છે જે એકદમ ફેમ મેસેજિંગ સર્વિસ એપ WhatsAppની જેમ જ કામ કરશે માત્ર 'ઇનબૉક્સ' માં યૂઝર બીજા યૂઝર પાસેથી રૂપિયા મોકલાવી પણ શકશે અને મંગાવી પણ શકશે.
ADVERTISEMENT
તાજેતરમાં કંપનીએ નિવેદનમાં જણાવ્યુ કે આ મેસેજિંગ પ્લેટફોર્મ સંપૂર્ણ રીતે એન્ક્રિપ્ટેડ છે જેમાં યૂઝર એકબીજાની સાથે વાત કરી શકશે અને ગ્રુપમાં પણ ચેટ્સ કરી શકશે આ સાથે જ ફોટો વીડિયો લાઇવ લોકેશન પણ શૅર કરી શકાશે. બિલ્ટ ઇન કેમેરાથી ફોટો પણ ક્લિક કરી શકશો. ઉલ્લેખનીય છે કે તમામ ફિચર WhatsApp પર પણ ઉપલબ્ધ છે.
એટલું જ નહી 'ઇનબૉક્સ'માં WhatsApp પર તાજેતરમાં લોન્ચ થયેલું ફિચર 'ડિલીટ ફોર એવરીવન' ફિચર પણ આપવામાં આવ્યુ છે જેના ઉપયોગથી મોકલેલા મેસેજને 7 મિનિટની અંદર ડિલીટ કરી શકાશે. Paytmનું 'ઇનબૉક્સ' એન્ડ્રોઇડ પર ઉપલબ્ધ છે અને iOS પર પણ જલ્દીથી ઉપલબ્ધ થશે.
ADVERTISEMENT
Paytmના વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે ''અમારે યૂઝર અને વેપારી બંને એકબીજાની સાથે વાતચીત પણ કરવા ઇચ્છે છે. સોશ્યલ મેસેજિંગ વેપાર અને ચૂકવણી તમામને એકસાથે લાવવાની જરૂર છે. 'Paytm Inbox' પોતાના યૂઝર્સની જરૂરિયાતો પૂરી કરવા માટે આ ફિચર લોન્ચ કર્યુ છે.જ્યાં તમે પોતાના ફ્રેન્ડસ વેપારીઓની સાથે ચેટ કરી શકશો અને સુરક્ષિત રીતે રૂપિયા મોકલાવી શકશો અને મંગાવી પણ શકશો.'' આ ફિચર મેળવવા માટે તમારે પ્લે સ્ટોર પર જઇને Paytm એપને અપડેટ કરવાની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.