ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / one-plus-5t-star-wars-limited-edition-launched-in-india

NULL / ભારતમાં લોન્ચ One Plus 5T Star Warsની લિમિટેડ એડિશન જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ચીની સ્માર્ટફોન મેકર  One Plusએ ભારતમાં One Plus 5T Star Wars  લિમિટેડ એડિશન લોન્ચ કર્યો છે. સ્માર્ટફોનના બેક પેનલ પર સ્ટાર વૉરનો લોગો છે અને પેનલ વ્હાઇટ છે. ટલાક પ્રી લોડેડ વોલપેપર્સ છે જે કંપની તરફથી આપવામાં આવ્યા છે. One Plus 5T મેટલનો ફોન છે પણ આ લિમિટેડ એડિશન સ્માર્ટફોનમાં સૈંડસ્ટોન બેક પેનલ આપવામાં આવી છે.

કંપનીએ દાવો કર્યો છે કે તેમાં સ્ટાર વાર્સ ફિલ્મથી ઇન્સ્પાર્ડ ડિઝાઇન આપવામાં આવી છે. જેમ કે ફોનમાં તમને એક લાલ કલરનું એલર્ટ સ્લાઈડર આપવામાં આવ્યું છે. જેવું આ સીરીઝની ફિલ્મમાં પ્લેનેટ પર રેડ મિનરલ્સ મળે છે.

One Plus 5T Star Wars લિમિટેડ એડિશનની કિંમત 38999 રૂપિયા છે. આ સ્માર્ટફોનમાં ઓરિજનલ One Plus 5T  જેવા જ ફિચર્સ અને સ્પેસિફિકેશન્સ છે. તેનુ વેચાણ 15 ડિસેમ્બરથી શરૂ થશે અને આ જ દિવસે  Star Wars The Last Jedi રિલીઝ થશે. આ સ્માર્ટફોનની બુકિંગ માટે લિમિટેડ ટાઇમ રહશે કેમકે 22 ડિસેમ્બર સુધી જ આ સ્માર્ટફોનને બુક કરી શકશો. આ ફોનનું એક જ કલર વેરિયન્ટ છે સેન્ડસ્ટોન વ્હાઈટ.

One Plus 5Tના આ લિમિટેડ એડિશન સ્માર્ટફોનના સ્પેસિફિકેશન ઓરિજનલ One Plus 5જેવા જ છે. ડિસ્પલે 18:9 આસ્પેક્ટ રેશિયોોની છે. અને તેમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર આપેલું છે. કંપનીએ One Plus 5Tના બે વેરિયન્ટ રજૂ કર્યા હતા. એકમાં 6GB રેમ અને 64GB ઈન્ટરનલ મેમરી છે. જ્યારે બીજામાં 8GB રેમ સાથે 128GB ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે.

One Plus 5T Star Wars એડિશનમાં  Android 7.1.1 Nougat  આપવામાં આવ્યુ છે અને આ સ્માર્ટફોનની સ્ક્રીન 6.01 ઇંચની છે અને રિઝોલ્યૂશન ફૂલ HD+ છે. ડિસ્પ્લે પેનલ AMOLEDની છે અને 2.5 કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5ની પ્રોટેક્શન આપવામાં આવી છે.

One Plus 5T Star Wars એડિશનમાં 8GB રેમની સાથે 128GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે તેમાં ડ્યૂઅલ રિયર કેમેરા સેન્સર છે. ફોટોગ્રાફી માટે 16 મેગાપિક્સલનો માઈક્રોન પિક્સલ કેમેરા 1.12 છે જ્યારે બીજો કેમેરો 20 મેગાપિક્સલનો છે. સેલ્ફી માટે તેમાં 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપેલો છે.

લોન્ચ ઑફર્સ હેઠળ કંપનીએ ઝીરો કોસ્ટ EMI અને એક્સચેન્જ ઑપ્શન્સ પણ આપ્યા છે. કોઇ પણ One Plus સ્માર્ટફોનને એક્સચેન્જ કરાવવા પર 1000 રૂપિયા સુધીની એક્સ્ટ્રા છૂટ આપવામાં આવશે. એક્સિસ બેંક ક્રિડેટ/ ડેબિટ કાર્ડ યૂઝર્સને 1500 રૂપિયા સુધીનો ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ