બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ગુજરાત / Politics / VTV વિશેષ / અન્ય જિલ્લા / કઈ બેઠક પર ભાજપને કાઠું પડી શકે, આ 5 બેઠક પર MLA ફેક્ટર નડશે?, રેકોર્ડબ્રેક મતદાને ચોંકાવ્યા

એનાલિસિસ / કઈ બેઠક પર ભાજપને કાઠું પડી શકે, આ 5 બેઠક પર MLA ફેક્ટર નડશે?, રેકોર્ડબ્રેક મતદાને ચોંકાવ્યા

Last Updated: 08:44 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાલુ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી હતી આ બેઠકો પર મતદાન વધુ જોવા મળ્યુ છ

ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયુ છે. મતદાનના આંકડા પણ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. ગત લોકસભા ચૂંટણીની સરખામણીએ આ વખતે મતદાન ઓછુ થયાનું સામે આવ્યુ છે. પરંતુ અમુક બેઠકો એવી પણ છે ત્યા મતદાનની ટકાવારી ઉચકાઇ છે. કોંગ્રેસ દ્વારા અત્યારે ચાલુ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી હતી આ બેઠકો પર મતદાન વધુ જોવા મળ્યુ છે. પરંતુ જનતા કોને સ્વીકારે છે એ ચાર જુનના મતપેટી ખુલશે ત્યારે ખબર પડશે. પરંતુ હાલમાં કોંગ્રેસે સિટિગ ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે એવી લોકસભા બેઠકો પર મતદાનની ટકાવારી ઉચકાઇ છે. ગુજરાતમાં લોકસભા ચૂૂંટણીનું 60.13 ટકા મતદાન થયું છે.

matdan1.jpg

ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં જીત મળી હોય એવા 7 ધારાસભ્યોને તેમના પક્ષે લોકસભાની ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતાર્યા છે. જેમાં 5 ધારાસભ્ય કોંગ્રેસના છે, જ્યારે 2 ધારાસભ્ય આમ આદમી પાર્ટીના છે. બીજી તરફ ગુજરાતમાં ભાજપે એક પણ ધારાસભ્યને આ વખતે લોકસભાની ટિકિટ આપી નથી.

gujarat-final

ગુજરાતમાં 26 લોકસભા બેઠકનું શાંતિપુર્ણ માહોલમાં મતદાન પુર્ણ થયુ છે અહી 7 બેઠકો એવી છે જેમાં સીટીગ ધારાસભ્યોને પક્ષ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેમાંથી પાંચ બેઠકો પર મતદાનના આંકડા જોઇએ તો લોકોએ મતદાન કરવા ઉત્સાહ દર્શાવ્યો છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં જાણે કોંગ્રેસનો ઉદય થયો હોય તેવું લાગી રહ્યુ છે. વલસાડ, સાબરકાંઠા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ આ પાંચ સીટ પર ધારાસભ્યોને લડાવ્યા છે. ત્યારે કોંગ્રેસના કાર્યકરોમાં પણ ગુજરાતની રાજકિય સ્થીતી અને પક્ષને મળી રહેલા મતદારોના સમર્થનથી નવો જુસ્સો આવ્યો છે. જ્યારે આમ આદમી પાર્ટીના બે ધારાસભ્ય ચૈતર વસાવા અને ઉમેશ મકવાણા અનુક્રમે ભરૂચ અને ભાવનગરની ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

gujarat-chellll

બનાસકાંઠા લોકસભા બેઠક

બનાસકાંઠા લોકસભા બેઠક ચૂંટણી જાહેર થઇ ત્યારથી ચર્ચામાં રહી છે. આ બેઠક પર કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે. ગેનીબેને બનાસની બેનના નામે પ્રચાર કરી મતદારોની લાગણી સાથે જોડાયા હતા. આ બેઠક પર 69.62 ટકા જેટલુ મતદાન થયું છે. બનાસકાંઠામાં આવતી સાત વિધાનસભા બેઠકોમાંથી દાતા વિધાનસભામાં સૌથી વધુ 68 ટકા મતદાન થયુ છે. જ્યારે વાવમાં 65 ટકા જેટલુ મતદાન થયું છે. આ બેઠક પર ગેનીબેન ધારાસભ્ય છે.

ભરૂચ લોકસભા બેઠક

ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવા આપના ઉમેદવાર છે. જ્યારે તેમની સામે બહોળો અનુભવ ધરાવતા મનસુખ વસાવાને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પણ ચૂંટણી પ્રચાર દરમિયાન ચર્ચામાં રહી હતી. આ બેઠક પર મતદાન જોઇએ તો સાંજે છ વાગ્યા સુધી 69.16 ટકા જેટલુ મતદાન થયું છે. સૌથી વધુ મતદાન દેડિયાપાડા વિસ્તારમાં 83 ટકા જેટલું મતદાન થયુ છે. આ બેઠક પરથી ચૈતર વસાવા ધારાસભ્ય છે.

વલસાડ લોકસભા બેઠક

વલસાડ લોકસભા બેઠક પર રસાકસી ભર્યો ચૂંટણી જંગ જોવા મળ્યો છે. આ બેઠક પરની એક માન્યતા પણ છે કહેવાય છે કે આ બેઠક જે પક્ષ જીતે તેની સરકાર કેન્દ્રમાં બને છે. આ બેઠક પર બીજેપીએ ધવલ પટેલને ઉતાર્યા છે સામે પક્ષે કોંગ્રેસે અનંત પટેલને મેદાનમાં ઉતાર્યા છે. આ લોકસભા બેઠક પર 72.71 ટકા જેટલુ જંગી મતદાન થયું છે. અનંત પટેલના વિધાનસભા વિસ્તાર વાસદામાં 70 ટકા જેટલુ જંગી મતદાન થયું છે. ડાંગમાં 74 ટકા મતદાન થયું છે.

આણંદ લોકસભા બેઠક

આણંદ લોકસભા બેઠક પર સૌથી વધુ ક્ષત્રિય મતદારો છે. અને આ વખતે ક્ષત્રિય આંદોલનની અસર સમગ્ર ગુજરાતની લોકસભા ચૂંટણીમાં જોવા મળી છે. આ બેઠકની વાત કરીએ તો કોંગ્રેસે અમિત ચાવડાની ટિકિટ આપી છે. જ્યારે ભાજપે સિટિંગ સાંસદ મીતેશ પટેલને મેદાનમાં રિપિટ કર્યા છે. આ બેઠક પર સાંજે 6 વાગ્યા સુધી 65.04 ટકા જેટલુ મતદાન નોધાયું છે. અમિત ચાવડા જ્યાથી ધારાસભ્ય છે તે આંકલાવ વિસ્તારમાં 70 ટકાથી વધુ મતદાન થયું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક

આ બેઠક લોકસભા ઉમેદવારને લઇ શરૂઆતથી ચર્ચામાં રહી છે. ભાજપ દ્વારા ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ તેમનો વિરોધ થતા બદલવા પડ્યા હતા. આંતરિક વિરોધને પગલે ભાજપે સોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે તેઓ શિક્ષિકા હતા. જ્યારે તેમનો સામનો કરવા માટે કોંગ્રેસ દ્વારા તુષાર ચૌધરીને ટિકિટ આપવામાં આવી હતી. આ બેઠક પર 63.56 ટકા જેટલુ મતદાન નોધાયું છે. નોધનીય છે કે તુષાર ચૌધરી ખેડબ્રહ્મા બેઠક પરથી ધારાસભ્ય છે. આ બેઠક પર 70.73 ટકા જેટલુ મતદાન થયું છે.

પંચમહાલ લોકસભા બેઠક

પંચ મહાલ લોકસભા બેઠક પર 58.85 ટકા મતદાન થયું છે. પંચમહાલ બેઠક પરથી ગુલાબસિંહ ચૌહાણ ચૂંટણી લડી રહ્યા છે. જેઓ હાલ લુણાવાડાથી ધારાસભ્ય છે. અને હવે સાંસદની ટિકિટ મળી છે. આ બેઠક પર કોણ બાજી મારશે તેના પર સૌની નજર રહેલી છે. કેમકે સ્થાનિક મુદ્દાઓ પણ અહી અસર કરી રહ્યા છે.

ભાવનગર લોકસભા બેઠક

ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણાને ઇન્ડિયા ગઠબંધને મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ આ બેઠક પર તેઓ પોતાના એક નિવેદનને લઇને વિવાદમાં આવી ચુક્યા છે. મતદાનની વાત કરીએ તો અહી 53.92 ટકા મતદાન થયું છે. જ્યારે 2019માં 59.05 ટકા મતદાન થયુ હતું. ઉમેશ મકવાણા બોટાદ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચુંટાયા છે અને તેમને હવે લોકસભા બેઠક પર મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ઉનાળામાં ફૂડ પોઇઝનિંગ કેમ વધી જાય છે? જાણો કારણ અને બચવાના ઉપાય

લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના શાંતિપુર્ણ રીતે સંપન્ન થયું છે ત્યારે રાજકિય તજજ્ઞો દ્વારા પણ કોને કેટલી બેઠક મળશે તેના આંકલન માંડવાના શરૂ કર્યા છે. રાજ્યમાં ભાજપ સામે મુખ્ય હરીફ ઇન્ડિયા ગઠબંધન દ્વારા પણ આ વખતે મજબૂત ઉમેદવારો ઉતારવામાં આવતા રાજ્યમાં ચૂંટણી રસાકસી ભરી રહી છે.

finalll

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ