બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ગુજરાત / વડોદરા / પત્નીના અવસાનના ત્રીજા દિવસે જ કામ પર લાગ્યા વડોદરાના ચૂંટણી અધિકારી, ચોતરફ ફરજ નિષ્ઠાના વખાણ

સરાહનીય / પત્નીના અવસાનના ત્રીજા દિવસે જ કામ પર લાગ્યા વડોદરાના ચૂંટણી અધિકારી, ચોતરફ ફરજ નિષ્ઠાના વખાણ

Last Updated: 11:21 AM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં લોકસભા ચૂંટણીની કામગીરીમાં રહેલ અધિકારીનાં પત્નિનું અકાળે અવસાન નિપજ્યું હતું. પરંતું તેઓ પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા ભૂલ્યા ન હતો. તેમજ લોકશાહીનાં આ પર્વમાં મતદારોને એક સંદેશ આપ્યો હતો.

ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેટેલ પેપર દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરાનાં એક કર્મનિષ્ઠ અધિકારીનાં પરિવાર પર અણધારી મુસીબત આવી પડી હતી. તો પણ તેઓ તેમની ફરજ ભૂલ્યા ન હતા. તેમજ લોકશાહીનાં આ પર્વમાં અન્ય મતદારોને મતદાન થકી પોતાની પ્રાથમિક ફરજ અદા કરવાનો સંદેશો આપ્યો હતો.

અધિકારી હિંમત હાર્યા વગર ફરજ પર હાજર થયા

તા. 7 મે નાં રોજ ગુજરાતની 26 લોકસભા બેઠક પર મતદાન યોજાવાનું છે. જેને લઈ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડોદરામાં પણ વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની કામગીરી અંતિમ તબક્કામાં હાલ ચાલી રહી છે. ત્યાં જ એક દુઃખદ ઘટનાં બનવા પામી હતી. જેમાં વડોદરાનાં નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી વિવેદ ટાંકનાં પત્નિ પ્રજ્ઞાબેન છેલ્લા 6 વર્ષથી કેન્સર જેવી ભયંકર બિમારીથી ઝઝુમી રહેલ જેઓનું અકાળે અવસાન થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતુ. વિવેક ટાંકની વડોદરા નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે. ત્યારે એકાએક આવી પડેલ દુઃખદ ઘટનાને લઈ વિવેક ટાંક હિંમત હાર્યા ન હતા અને પત્નિનાં અવસાનનાં ત્રીજા દિવસે ચૂંટણી ફરજ પર પરત ફર્યા હતા. ત્યારે તેમની સાથે રહેલ અન્ય કર્મચારીઓ દ્વારા તેમને હિંમત આપી હતી. તેમજ તેઓની કામ પ્રત્યેની નિષ્ઠાને જોઈ સૌ કર્મચારીઓ તેમજ અધિકારીઓ દંગ રહી ગયા હતા. તેમજ વડોદરા જીલ્લા નાયબ ચૂંટણી અધિકારી વિવેદ ટાંક દ્વારા બુધવારે પોસ્ટલ બેલેટ થકી મતદાન કર્યું હતું. તેમજ લોકશાહીનાં આ પર્વમાં અન્ય મતદારોને મતદાન થકી પોતાની પ્રાથમિક ફરજ અદા કરવાનો એક અનોખું ઉદાહરણ આપ્યું હતું.

વધુ વાંચોઃ ગુજરાતના કયા જિલ્લા પડશે અંગ દઝાડતો તાપ? 3 દિવસ માટે હવામાનની હોટ આગાહી

વિવેક ટાંકનાં પત્નિનાં અકાળે થયેલ અવસાનને લઈ વિવેક ટાંક દ્વારા સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતી એક કવિતા પણ લખી હતી. આવો જોઈએ તે કવિતાનાં અંશ
અંતે રંગમહેલ તૂટી પડ્યો
મહેલનું સાકાર અસ્તિત્વ
આ જગતમાંથી હંમેશ માટે ભૂંસાઈ ગયું
પંછી ઊડ ગયાં
હે નાથ ! તુ એને ખોળામાં લઈ લેજે
( સ્થૂળ દેહે અલવિદા જીવનસાથી ! મારામાં તુ હંમેશા જીવિત રહીશ , You was the bravest fighter against Cancer )
कृष्णं वन्दे जगद्गुरुम् । ठाकुर । माँ

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ