આધારની સાથે મોબાઇલનું વેરિફિકેશન કરવું સરળ બની ગયું છે. હવે મોબાઇલ કંપનીના આઉટલેટ પર પણ જવાની જરૂર નથી. ટેલિકૉમ ડિપાર્ટેમેન્ટે એક નંબર જાહેર કર્યો છે જેનાથી ઘરે બેઠાં વેરિફિકેશ થઇ જશે. જાણો કેવી રીતે ઘરે બેઠા મોબાઇલ નંબર અને આધાર નંબરનું વેરિફિકેશન થશે...
ડિપાર્ટેમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન (DoT) એ મોબાઇલ નંબરના આધાર વેરિફિકેશ માટે 14546 નંબર જાહેર કર્યો છે. આ નંબર ડાયલ કરતા તમે ઘરે બેઠા જ તમારા મોબાઇલ નંબરનું આધારની સાથે રી-વેરિફિકેશન કરી શકશો.
આ માટે 14546 ડાયલ કરી આધાર નંબર એન્ટર કરો પછી એક OTP આવશે. આ OTP નંબર એન્ટર કરવા પર તમારા નંબરનું વેરિફિકેશન થઇ જશે.
જો કે આ પ્રોસેસ માટે તમારો મોબાઇલ નંબર આધારમાં રજિસ્ટર્ડ હોવો જરૂરી છે. ઘરે બેઠા આધાર-મોબાઇલ વેરિફિકેશનની આ પ્રોસેસ સુવિધા તદ્દન મફત છે.
જોકે ધ્યાન રહે કે આધાર બેઝ્ડ ઑથેન્ટિકેશન માત્ર મોબાઇલ નંબરના રી-વેરિફિકેશન માટે જ માન્ય છે તેનો ઉપયોગ બેંક અથવા તો વૉલેટ એકાઉન્ટ ખોલવા અથવા તો અન્ય સેવા માટે નહી કરી શકાય.
ડિપાર્ટેમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન (DoT) એ તમામ ટેલિકૉમ કંપનીઓને આ સેવાની મદદથી પોત-પોતાના ગ્રાહકોને મોબાઇવ નંબર આધારની સાથે વેરિફાઇ કરવાની સુવિધા આપવાનું કહ્યુ છે. જો તમારો મોબાઇલ નંબર આધાર સાથે રજિસ્ટર્ડ નથી તો મોબાઇલ નંબર કંપનીના આઉટલેટ પર જવાનું રહેશે.
જોકે NRIએ 14546 સર્વિસનો ઉપયોગ નહી કરી શકે.