બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત

logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

VTV / VTV વિશેષ / Mahamanthan / ગુજરાત મતદાનના આંકડામાં શહેરમાં સુસ્તી અને ગામડામાં સ્ફૂર્તિ? મતદારોના મિજાજે ઉમેદવારોને કરાવી ચિંતા!

મહામંથન / ગુજરાત મતદાનના આંકડામાં શહેરમાં સુસ્તી અને ગામડામાં સ્ફૂર્તિ? મતદારોના મિજાજે ઉમેદવારોને કરાવી ચિંતા!

Last Updated: 09:29 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: ગુજરાતમાં એકંદરે જે મતદાનના આંકડા સામે આવ્યા તેના ઉપરથી એ અનુમાન લગાવી શકાય કે શહેરી વિસ્તાર મતદાનમાં એકંદરે પાછળ રહ્યો જ્યારે ગ્રામ્ય વિસ્તાર મતદાન માટે એકંદરે ઉત્સાહી રહ્યો

લોકસભા ચૂંટણીના 7 તબક્કામાંથી 3 તબક્કાનું મતદાન પુરુ થઈ ચુક્યુ છે. ગુજરાતની તમામ લોકસભા અને 5 વિધાનસભાની પેટાચૂંટણી ઉપર પણ એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું. ગુજરાતમાં મતદાનના ટ્રેન્ડમાં ખાસ ફેરફાર નથી થયો અને સાથે જ ફરી ફરીને એ જ સવાલ ઉભો થયો છે જે વર્ષોથી ચર્ચાતો આવ્યો છે. ચૂંટણીપંચ ચોક્કસ આંકડા તો મોડેથી આપશે પરંતુ અત્યારે ગુજરાતમાં એકંદરે જે મતદાનના આંકડા સામે આવ્યા તેના ઉપરથી એ અનુમાન લગાવી શકાય કે શહેરી વિસ્તાર મતદાનમાં એકંદરે પાછળ રહ્યો જ્યારે ગ્રામ્ય વિસ્તાર મતદાન માટે એકંદરે ઉત્સાહી રહ્યો. જે જિલ્લાઓમાં અગાઉની ચૂંટણીઓમાં મતદાનના આંકડા ઉત્સાહજનક હતા તે આ ચૂંટણીમાં પણ યથાવત રહ્યા. સરેરાશ કાઢીએ તો અત્યારની સ્થિતિએ વલસાડમાં સૌથી વધુ મતદાન અને અમરેલીમાં સૌથી ઓછું મતદાન થયું એવુ ગણી શકાય. અને બાકીના જે શહેરી વિસ્તાર છે તે 50 ટકા કે તેનાથી થોડા જ ઉપર રહ્યા. સમગ્ર દેશના આંકડા તપાસીએ તો પણ આવું જ તારણ નિકળે છે જેમાં અસમમાં 75 ટકાથી વધુ મતદાન તો 5 વાગ્યા સુધીમાં જ થઈ ચુક્યું હતું જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન થયું. પાયાનો પ્રશ્ન એટલો જ છે કે મતદાનમાં શહેરી વર્ગ એકંદરે સુસ્ત કેમ રહે છે?, સૂર્યનારાયણ ભલે ગમે એટલા તપે પણ દરેક મતદારને પોતાના વોટથી રાજકીય પક્ષોને તપાવતા રહેવાનું મન થવું જોઈએ એવી સ્થિતિ કેમ નથી આવતી? ગુજરાતમાં મતદાન માટે શહેરોમાં સુસ્તી અને ગામડામાં સ્ફૂર્તિ જેવી સ્થિતિ કેમ

ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ

દેશમાં લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. ગુજરાતની તમામ લોકસભા અને 5 વિધાનસભા બેઠક ઉપર મતદાન પૂર્ણ થયું છે. ગુજરાતમાં સરેરાશ મતદાન 60 થી 65% જેટલું છે. વિધાનસભાની પેટાચૂંટણીમાં સરેરાશ 55થી 60% જેટલું મતદાન થયું છે. ગુજરાતમાં મતદાનમાં ગ્રામ્ય વિસ્તાર આગળ રહ્યાં છે જ્યારે મતદાનમાં રાજ્યના શહેરી વિસ્તાર એકંદરે પાછળ રહ્યાં છે. ગુજરાતમાં 2024નો મતદાનનો ટ્રેન્ડ શું સૂચવે છે?

2024માં ગુજરાતમાં મતદાનનો સાર શું?

શહેરી વિસ્તારમાં એકંદરે ઓછું મતદાન થયું છે. તો ગ્રામ્ય વિસ્તારમાં એકંદરે વધુ મતદાન થયું છે. નવા મતદાતાઓનો મતદાન માટે ઉત્સાહ છે. અલગ-અલગ થીમ ઉપર મતદાન માટે સુચારુ વ્યવસ્થા છે.

સૌથી વધુ મતદાન ક્યાં?

વલસાડ

સૌથી ઓછું મતદાન ક્યાં?

અમરેલી

મતદાન દરમિયાન ચર્ચામાં રહેલા મુદ્દા

વાસણ ગામમાં મતદાન બંધ કરાવવાનો આક્ષેપ કરાયો છે. ગાંધીનગર સેક્ટર-19માં ભાજપના એજન્ટ પાસે ચૂંટણી ચિન્હવાળી પેન હોવાનો આરોપ તેમજ શક્તિસિંહ ગોહિલે ભાજપના એજન્ટ ઉપર આરોપ લગાવ્યો હતો. ગેનીબેન ઠાકોરે CRPFનું લેબલ લગાવીને ફરતા વ્યક્તિને ઝડપ્યો. દાંતાના ધરેડા ગામમાં બનાવ બન્યો છે. યુવક નકલી CRPF બનીને મતદારોને ધમકાવતો હોવાનો આરોપ છે.

કઈ લોકસભા બેઠક ઉપર વધુ મતદાન?

આણંદ

છોટાઉદેપુર

ભરૂચ

બારડોલી

વલસાડ

બનાસકાંઠા

દીવ-દમણ

દાદરા નગર હવેલી

સાબરકાંઠા

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ