બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / મનોરંજન / બોલિવૂડ / '...તો હું રાજનીતિમાં જ રહીશ', ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા મુદ્દે આ શું બોલી કંગના રનૌત, આપ્યું મોટું નિવેદન

BIG NEWS / '...તો હું રાજનીતિમાં જ રહીશ', ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા મુદ્દે આ શું બોલી કંગના રનૌત, આપ્યું મોટું નિવેદન

Last Updated: 12:50 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kangana Ranaut Quit Bollywood: કંગના રણૌત હિમાચલ પ્રદેશના મંડીથી બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. કંગનાએ ઈશારો કર્યો છે કે લોકસભા ચૂંટણીમાં જો તે જીતશે તો ધીરે ધીરે શોબિઝની દુનિયા છોડી શકે છે.

બોલિવુડની ક્વીન કંગના રણૌત આ વખતે લોકસભા ચૂંટણીમાં બીજેપીની ઉમેદવાર છે. તેમને હિમાચલ પ્રદેશના મંડીથી ટિકિટ મળી છે. કંગના જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે. કંગનાએ એક ઈન્ટરવ્યૂમાં લોકસભા ચૂંટણી અને રાજનીતિ પર વાત કરી. અહીં કંગનાએ પોતાના ફિલ્મી કરિયરને લઈને મોટી જાહેરાત કરી છે.

Kangana-Ranaut-jpg.jpg

રાજનીતિ માટે બોલિવુડ છોડી દેશે કંગના?

કંગનાએ ઈશારો કર્યો કે લોકસભા ચૂંટણીમાં જો તે જીતશે તો ધીરે ધીરે શોબિઝની દુનિયા છોડી દેશે. કારણ કે તે એક જ કામ પર ફોકસ કરવા માંગે છે. કંગનાને જ્યારે પુછવામાં આવ્યું- ફિલ્મ અને રાજનીતિને કેવી રીતે મેનેજ કરશે? તેના પર એક્ટ્રેસ બોલી, "હું ફિલ્મોમાં પણ બોર થઈ જાઉ છું. હું રોલ પણ કરૂ છું, નિર્દેશન પણ કરૂ છું. જો મને રાજનીતિમાં સંભાવના દેખાય કે લોકો મારી સાથે જોડાઈ રહ્યા છે તો પછી રાજનીતિ જ કરીશ. આઈડિયલી હું એક જ કામ કરવા માંગુ છું. "

kangana.jpg

કંગનાએ આગળ કહ્યું મને લાગે છે કે લોકોને મારી જરૂર છે તો પછી હું તે દિશામાં જઉશ. હું જો મંડીથી જીતીશ તો હું રાજનીતિ જ કરીશ. મને કોઈ ફિલ્મમેકર કહે છે કે રાજનીતિમાં ના જાઓ. તમારે લોકોની આશા પર ખરા ઉતરવું પડશે. મારી પર્સનલ મહત્વકાંક્ષાઓના કારણે લોકો સફર કરી રહ્યા છે આતો સારી વાત નથી. મેં એક પ્રિવિલેજ લાઈફ જીવી છે. જો હવે લોકોની સાથે જોડાવવાનો મોકો મળી રહ્યો છે તો તેને પણ પુરો કરીશ. મને લાગે છે કે સૌથી પહેલા લોકોની પાસે જે આશાઓ છે તેને જસ્ટિસ કરવું જોઈએ.

વધુ વાંચો:શું તમે જાણો છો? મતદાનના દિવસે આંગળી પર લગાવાતી શાહીના એક ડ્રોપની કિંમત

kangana2.jpg

રાજનીતિ અને ફિલ્મી દુનિયામાં કેટલો ફરક?

એક્ટ્રેસને પુછવામાં આવ્યું કે ફિલ્મોના મુકાબલે રાજનીતિની લાઈફ એકદમ અલગ હોય છે. શું આ બધુ તેને ફાવી રહ્યું છે? જવાબમાં કંગનાએ જણાવ્યું- ફિલ્મોની એક ખોટી દુનિયા છે. તે અલગ વાતાવરણ બનાવવામાં આવે છે. એક બબલ બનાવવામાં આવે છે લોકોને આકર્ષિત કરવા માટે. પરંતુ રાજનીતિ એક વાસ્તવિકતા છે. લોકોની સાથે તેમની આશા પર ખરા ઉતરવાનું છે. હું નવી છું પબ્લિક સર્વિસમાં ઘણુ બધુ શીખવાનું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ