જો તમે પણ રિલાયન્સ જિયોના યૂઝર્સ છો અને ક્રિકેટના શોખીન છો તો તમારા માટે આ મોટા સમાચાર છે. રિલાયન્સ જિયોએ પોતાના JioTV એપ પર નિદહાસ ટ્રોફી T-20 સીરિઝના ટેલિકાસ્ટના રાઇટ્સ મળી ગયા છે. આ અંગેની સત્તાવાર જાણકારી કંપનીએ આપી છે.
ઉલ્લેખનીય છે કે નિદહાસ ટ્રોફી કોલંબોમાં 6 માર્ચ (આજથી) શરૂ થશે અને 18 માર્ચના પૂરી થશે. આ દરમિયાન ટીમ ઇન્ડિયા શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમોની વચ્ચે T-20 મેચ રમાશે.
કંપનીએ આ અંગે નિવેદન આપતા જણાવ્યુ કે શ્રીલંકા ક્રિકેટ બોર્ડની સાથે થયેલી પાર્ટનરશિપ હેઠળ ભારતમાં JioTV યૂઝર્સ આ T-20 સીરિઝનો લાભ લઇ શકશે આ સાથે જ JioTV પર લાઇવ મેચની સાથે રિપીટ ટેલિકાસ્ટ અને હાઇલાઇટ પણ જોઇ શકાશે.
T-20 સીરિઝનો કાર્યક્રમ:
માર્ચ 6 - શ્રીલંકા VS ભારત
માર્ચ 8 - બાંગ્લાદેશન VS ભારત
માર્ચ 10 - શ્રીલંકા VS બાંગ્લાદેશ
માર્ચ 12 - ભારત VS શ્રીલંકા
માર્ચ 14 - ભારત VS બાંગ્લાદેશ
માર્ચ 16 - બાંગ્લાદેશ VS શ્રીલંકા
માર્ચ 18 - ફાઇનલ