ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / jio-new-plans-live-now-details

NULL / ફરીથી આવ્યો JIOનો નવો પ્લાન એમાં મળશે દરરોજ 5GB ડેટા

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

પોતાના વાયદા પ્રમાણે રિલાયન્સ જિયોએ પોતાનો નવો ટેરિફ પ્લાન્સને લાઇવ કરી દીધો છે. જિયોના ગ્રાહકોને હવે આ પ્લાન્સનો ફાયદો મળશે. જિયોએ થોડાક દિવસ પહેલા પોતાના 8 નવા પ્લાન્સની જાહેરાત કરી હતી. એ દરમિયાન 509 રૂપિયા અને 799 રૂપિયા વાળા પ્લાનની જાણકારી આપવામાં આવી નહતી. જિયો પ્લાન્સ હવે 19 રૂપિયાથી લઇને 9 999 રૂપિયા સુધી છે. 

રિલાયન્સ જિયોનો જાણીતો 509 રૂપિયા વાળા પ્લાનની વાત કરીએ તો એમાં દરરોજ 3GB ડેટા આપવામાં આવી રહ્યો છે. જે કુલ 84GB ડેટા હોય છે. જો કે એની વેલિડિટી 49 દિવસોથી ઘટાડીને 28 દિવસની કરી દેવામાં આવી છે. આ પ્રકારે જો 799 રૂપિયા વાળા પ્લાનની વાત કરીએ તો જિયો હવે એમાં દરરોજ 5GB ડેટા આપી રહ્યો છે. જ્યારે પહેલા એમાં દરરોજ 3GB ડેટા આપવામાં આવતો હતો. એની વેલિડિટી પણ 28 દિવસની છે. 

આ ઉપરાંત જિયાના નાના રિચાર્જની વાત કરીએ તો કંપની પાસે 19 રૂપિયા 52 રૂપિયા અને 98 રૂપિયાનો પ્લાન્સ છે. 19 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી 1 દિવસની છે અને એમાં 0.15 GB ડેટા આપવામાં આવશે 52 રૂપિયા વાળો પ્લાન 7 દિવસ માટે વેલિડ હશે. જેમાં 1.05 GBડેટા આપવામાં આવશે અને 98 રૂપિયા પ્લાનની વેલિડિટી 14 દિવસની હશે જેમાં 2.1GB ડેટા આપવામાં આવશે. આ પ્લાન્સમાં અનલિમિટેડ કોલ જિયો એપ્સનું સબસ્ક્રિપ્શન અને SMSનો ફાયદો મળશે. 

પહેલા જિયો પાસે 199 રૂપિયા 399 રૂપિયા 459 રૂપિયાનો પ્લાન  હતો. હવે આ પ્લાનની કિંમત 50 રૂપિયા સુધી કરી દેવામાં આવી છે. પરંતુ ફાયદો પહેલાની જેમ જ છે. હવે 149 રૂપિયા વાળા પ્લાનમાં 28 દિવસ માટે પ્રતિદિન 1GB ડેટા આપવામાં આવી રહ્યો છે. એને હાલમાં ભારતીય ટેલિકોમ ઇતિહાસનમો સૌથી સસ્તો પ્લાન કહી શકાય છે. 

હવે બીજા પ્લાન્સ એટલે કે 349 રૂપિયા 399 રૂપિયા અને 449 રૂપિયા વાળા પ્લાનની વાત કરીએ તો એ બધામાં દરરોજ 1GB ડેટા આપવામાં આપવામાં આવી રહ્યો છે. જો કે એની વેલિડિટી અલગ અલગ છે. 349 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી 70 દિવસની 399 રૂપિયા વાળા પ્લાનની 84 દિવસની અને 449 રૂપિયા વાળા પ્લાનની 91 દિવસની વેલિડિટી રાખવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ