બ્રેકિંગ ન્યુઝ
VTV / Technology / jio-aitrtel-and-vodafone-recharge-under-rs-200-know-here-jio-rs-149-plan-airtel-rs-198-rs-199-and-vodafone-199-plan-details
તમામ ટેલિકૉમ કંપની પોતાના યૂઝર્સ માટે નવા-નવા પ્લાન્સ લોન્ચ કરી રહી છે. માર્કેટ જોતા સૌથી મોટી કોમ્પિટિશન વોડાફોન એરટેલ અને JIOની વચ્ચે ચાલી રહી છે. તમામ કંપનીઓ ઓછામાં ઓછા રૂપિયામાં વધારેમાં વધારે સર્વિસ આપી રહી છે. નવી-નવી સર્વિસ લઇને આવી રહી છે. આજે અમે તમને એરટેલ વોડાફોન અને રિલાયન્સ જિયોના કેટલાક રિચાર્જ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેમાં તમામ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે. અમે તમને તે કંપનીઓના એવા પ્લાન્સ વિશે જણાવવા જઇ રહ્યા છે જેમાં ડેટા અને કૉલિંગની સાથે મેસેજ જેવી સુવિધા પણ મળી રહી છે.
ADVERTISEMENT
રિલાયન્સ જિયો:
રિલાયન્સ જિયોનો સૌથી સસ્તું રિચાર્જ 149 રૂપિયાનું છે. જિયોનો આ પ્લાન 28 દિવસની વેલિડિટીની સાથે સૌથી સસ્તુ રિચાર્જ છે. જેમાં યૂઝરને અનલિમિટેડ કૉલિંગની સાથે અનલિમિટેડ ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. સાથે જ મેસેજની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ સિવાય જિયો એપ્સમાં પણ સબ્સિક્રિપ્શન ફ્રી મળી રહ્યુ છે. જેમાં યૂઝરને 0.15GB હાઇ સ્પીડ ડેટા મળશે. હાઇ સ્પીડ ડેટાની લિમિટ પૂરી થયા પછી ઇન્ટરનેટ તો ચાલશે પરંતુ સ્પીડ ઘટીને 64kbps રહી જશે.
ADVERTISEMENT
વોડાફોન:
વોડાફોનમાં 199 રૂપિયના પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આ સિવાય 1GB 3G/4G ડેટા પણ મળશે. જોકે અનલિમિટેડ કૉલિંગની એક શરતની સાથે આપવામાં આવી રહી છે જેમાં યૂઝર એક દિવસમાં 250 મિનિટથી વધારે વાત નહી કરી શકે. આ સિવાય અઠવાડિયામાં 1 000 મિનિટથી વધારે નહી મળે.
ADVERTISEMENT
એરટેલ:
એરટેલે 198 રૂપિયાના પ્લાનમાં યૂઝરને દરરોજ 1GB હાઇ સ્પીડ ડેટા મળશે. આ ડેટા 3G/4G યૂઝર્સને મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસ સુધીની છે. એટલે કે યૂઝરને 198 રૂપિયામાં 28GB ડેટા મળશે. 198 રૂપિયાની પ્લાનમાં ફ્રી કૉલિંગની સુવિધા નથી. તમને જણાવી દઇએ કે એરટેલે આ પ્લાનની વેલિડિટી ઘોષણા નથી કરી. આ પ્લાન તમામ યૂઝર્સ માટે નથી. આ સાથે જ એરટેલ 199 રૂપિયાનો એક પ્લાન છે. જેમાં યૂઝરને અનલિમિટેડ કૉલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. સાથે જ પ્લાનમાં 1GB ડેટા પણ આપવામાં આવશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસ સુધીની છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.