મુંબઇઃ ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલે પોતાના ઓનલાઇન સ્ટોરની સાથે આવી ગઇ છે. આ સ્ટોરમાં કંપની પ્રીમિયમ સ્માર્ટફોનને ઓછામાં ઓછા ડાઉન પેમેન્ટથી રજૂ કરી રહી છે. એરટેલે આ સ્ટોરમાં ઇન્ટેન્ટ ક્રેડિટ વેરિફિકેશ ફાઇનેન્સિંગ અને મંથલી પ્લાનની સુવિધા પણ મળશે.
એરટેલનો આ સ્ટોર પહેલા જ આઇફોન 7 અને આઇફોન 7 પ્લસના લાઇવ છે. કંપની પોતાના સ્ટોરમાં દરેક લીડિંગ બ્રાન્ડ્સના ફોનનો સમાવેશ કરવા માંગે છે.
આ સ્ટોરમાં જે સૌથી આકર્ષક ઓફર છે તે છે આઇફોન 7 પર. હવે આ શાનદાર સ્માર્ટફોનને ગ્રાહકો ઇચ્છે તો માત્ર 7777 રૂપિયામાં ઘરે લઇ જઇ શકે છે. ત્યારબાદ આપને 2499 રૂપિયાના ઇન્સ્ટોલમેન્ટ પણ આપવાનો રહેશે. આ મંથલી ઇન્સ્ટોલમેન્ટમાં એરટેલના હાઇ એન્ડ પોસ્ટપેડ પ્લાન પણ છે જેમાં 30 જીબી ડેટા અનલિમિટેડ કોલિંગ અને એરટેલ સિક્યોર પેકેજ છે જેમાં ડિવાઇઝનું ફિઝિકલ ડેમેજ પણ સામેલ છે અને સાઇબર પ્રોટેક્શન વગેરે સુવિધાઓ પણ છે.
એરટેલે એપલ HDFC બેન્ક Clix capital seynse ટેક્નોલોજી Brightstar Telecommunication અને Vulcan Expressની સાથે ભાગીદારી કરી છે જેની સાથે મળીને કંપની પોતાના ઓનલાઇન સ્ટોરમાં આકર્ષક ઓફર રજૂ કરી રહી છે. એરટેલનું કહેવું છે કે આવનારા સમયમાં કંપની હજી ઘણા સ્માર્ટફોનને ઓછી કિંમતના ડાઇન પેમેન્ટથી ઉપલબ્ધ કરશે.
source: www.technogot.com